કૃષ્ણજી નાં મંદિર લાગે રળિયામણા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
______________ કીર્તન _______________
કૃષ્ણાજીના મંદિર લાગે રળિયામણા
મંદિરે જાવાનું નથી ટાણું જનજાળમાં ભૂલ્યા ભગવાનને
તુલસી વવરાવી ઘરની શોભા વધારે
ભાવથી પૂજન નવ કીધા જંજાળમાં ભૂલ્યા ભગવાનને
કાના તારી ગાવડી ને માવડી રે કીધી
અધવચ્ચે જાતા એને રેડી મુકી દીધી
પછી એની ખબર ના લીધી જંજાળમાં ભૂલ્યા ભગવાનને
કૃષ્ણજીના મંદિર લાગે રળિયામણા
તુલસી વવરાવી મેં તો ગીતા ગવડાવી
ગીતાજીના જ્ઞાન અને નવ લીધા જંજાળમાં ભૂલ્યા ભગવાનને
દેવના દીધેલા રુડા આંગણિયે દીકરા
મોટા કરવામાં વખત ખોયો ઝંઝાળમાં ભૂલ્યા ભગવાનને
મોટા થયા ને એના સગપણ કીધા
વેવાઈઓમાં વેવલા થયા જનજાળમાં ભૂલ્યા ભગવાનને
દીકરા પરણાવીને વવારું લાવ્યા
મારા તારામાં વખત ખોયો જંજાળમાં ભૂલ્યા ભગવાનને
ઘડપણ આવ્યું તોય હરિને ના ભજીયા
ઘરમાં સાસુ વહુના રોજ-રોજ કજીયા
વહુના વગોણા ગાયા જનજાળમાં ભૂલ્યા ભગવાનને
રામા ભજવાની રૂડી રીતુ ના જાણી
જિંદગી ઝઘડામાં ખોઈ જંજાળમાં ભૂલ્યા ભગવાનને
સંતોસૌને વારે વારે સમજાવે
હવે સમજો તો ઘણું સારું જંજાળમાં ભૂલ્યા ભગવાનને
કૃષ્ણજી ના મંદિર લાગે રળિયામણા
મંદિરે જાવાનું નથી ટાણું જંજાળમાં ભૂલ્યા ભગવાનને
ખુબ સરસ ભજન ગાયુ નયનાબેન જય
ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
જય ભોળાનાથ નયનાબેન ભાવનાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
બેન ખુબ જ સરસ ભજન બોલો છો સાભડી ને આનંદ થાય છે🙏 ખુબ ખુબ આભાર જય જલારામ🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ રીટાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય જલારામ
બહુ મસ્ત ભજન ગાયું નયનાબેન હમણા કોમેન્ટ નથી થઈ તબિયત બગડી ગઈ હતી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌👌🌹🌹🌹
ખૂબ ખૂબ ધન્યવાદ શિલ્પા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Good nice
ખૂબ ખૂબ ધન્યવાદ નટવર ભાઈ જય દ્વારકાધીશ