રુડો ગરબો ગાએ સીતારામ નો રે 🏵️ એક અયોધ્યા નગરી મોટું શહેર છે રે Ram ji bhajan 👇 છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • રુડો ગરબો ગાએ સીતારામ નો રે 🏵️ એક અયોધ્યા નગરી મોટું શહેર છે રે Ram ji bhajan 👇 છે
    એક અયોધ્યા નગરી રે મોટું શેર છે
    ત્યાં દશરથ રાજાના રાજ હોઈ
    રાજા દશરથને ત્રણ ત્રણ રાણિયું રે
    રાણી કૈકેઈ કૌશલ્યા સુમિત્રા નાર
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    રાજા દશરથનો અંગુઠો પાકીયો રે
    અંગુઠો પાકીયોને પીડા ઘણી થાય
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    રાણી કૈકેયીએ અંગુઠાને ચૂસીયો રે
    અંગુઠો ચૂસીયોને પીડા ઓછી થાય
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    રાજા દશરથ હરખથી એમ બોલિયાં રે
    રાણી માંગી લિયોને વરદાન
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    રાજા એક વરદાન ને હું તો શું કરું રે
    મારે જોયે છે બે વરદાન
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    રાજા દશરથ એમ કરી બોલિયાં રે
    રાણી માંગી લ્યોને બે વરદાન
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    મારો કુંવર ભરત બેસે ગાદીયે રે
    ચૌદ વરસ રામ વન જાય
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    રાણી આવા વરદાન શીદ મંગીયા રે
    રાણી માંગોને બીજા વરદાન
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    રાજા બીજા વરદાનને હું તો શું કરું રે
    મારે જોયે તો આ વરદાન
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    સવાર થયુંને રામચંદ્ર જાગીયા રે
    વચન સાંભળ્યા છે માતાજીને મુખ
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    રામે રાજના શણગારને ઉતારીયા રે
    રામે પેરી લીધા વનના વેશ
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    રામ સીતા તો વનમાં ચાલીયા રે
    સાથે ચાલ્યા છે લક્ષ્મણ વીર
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    રામે વનમાં જઈને પડાવ નાખીયો રે
    ત્યાં વિતાવ્યા ચૌદ વરસ
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    વનમાં નથી ઉતારા નથી ઓરડા રે
    વનમાં નથી મેડી કેરા મોલ
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    વનમાં નથી દાતણ નથી દાડમી રે
    વનમાં નથી કણેરીની કાયમ્બ
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    વનમાં નથી નાવણ નથી કુંડીયા રે
    વનમાં નથી જમનાજીના નીર
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    વનમાં નથી ભોજન નથી લાડવા રે
    વનમાં વનફળ ખાઈ કાઢે દિવસ રાત
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    રાજા દશરથને મૂર્છા આવી રે
    મૂર્છા આવતાને છોડી દીધા પ્રાણ
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    દાસ પુરષોત્તમ ગાય પુરા ભાવથી રે
    તમે પુરા કરો ભક્તોના કામ
    રૂડો ગરબો ગાયે રે સીતારામનો રે
    એક અયોધ્યા નગરી રે મોટું શેર છે
    ત્યાં દશરથ રાજાના રાજ હોઈ
    જય સીતારામ 🙏
    ધન્યવાદ 🙏
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

ความคิดเห็น • 5