માળા ફરે હાથમાં મન ફરે સંસાર માં || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    __________________ કિર્તન __________________
    માળા ફરે હાથમાં મન ફરે સંસાર માં
    એમાં માળા મણકા શું કરે એના મન ફરે સંસાર માં
    ગંગા નાહ્યા જમુના નાહ્યા નાહ્યા નિર્મળ નીર માં
    મન નાં મેલ તો રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે
    માળા ફરે હાથમાં........
    એમાં માળા મણકા.......
    આડા ઊભા તિલક કરે ભક્તિ ના દેખાવ કરે
    ભગવો પેરી ભીખ માંગે એમાં સુખડ ચંદન શું કરે
    માળા ફરે હાથમાં......
    એમાં માળા મણકા.......
    સગા ને તો આઘા કર્યા પાડોશી ને ઓરા કર્યા
    ભાયુ ભેગા બેઠા નહીં એમાં માં ને બાપ શુ કરે
    માળા ફરે હાથમાં......
    એમાં માળા મણકા.......
    પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા વળ્યા
    મારા તારી બહુ કરે એમાં ભગવાન બેઠા શું કરે
    માળા ફરે હાથમાં......
    એમાં માળા મણકા.......‌
    સાધુ જમાડ્યા સંતો જમાડ્યા મોટી મોટી નાત જમાડી
    ભાણેજરૂ ને ભુખ્યા કાઢયા એમાં બહેન બનેવી શું કરે
    માળા ફરે હાથમાં......
    એમાં માળા મણકા........
    શિવજી ને ચડાવે લોટા વાતું ના તો વાળે ગોટા
    અભિમાન માં બહુ ફરે એમાં શંકર બેઠા શું કરે
    માળા ફરે હાથમાં.......
    એમાં માળા મણકા.......
    ચાર ધામ ની જાત્રા કરી ગીરનાર નો ડુંગર ચડી
    માયા મમતા ચુટે નહીં એમાં દીકરા ને વોવ શું કરે
    માળા ફરે હાથમાં મન ફરે સંસાર માં
    એમાં માળા મણકા શું કરે એના મન ફરે સંસાર

ความคิดเห็น • 59