ખેતરમાં બનાવી લાઇબ્રેરી! | Ukabhai Vaghasiya | Ramesh Tanna | Navi Savar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • ખેતરમાં અંગત પુસ્તકાલય, ખેડૂતનાં હાથ-હૃદયમાં પુસ્તકો જ પુસ્તકો.. આ વાત છે વાચનવીર ઉકાભાઈની.
    ગુજરાતમાં વાચકો તો અનેક છે પણ વાચનવીર ઉકાબાપા તો એકમેવ છે.
    ઉના તાલુકાના આંબાવાડ ગામના ઉકાભાઈ વઘાસિયા નામના ખેડૂત ઉત્તમ વાચક છે. તેઓ ભલે માત્ર ત્રણ ધોરણ સુધી જ ભણેલા છે, પણ ગુજરાતના શ્રેષ્ઠ દસ વાચકો નક્કી કરવાના થાય તો ઉકાભાઈનું નામ અવશ્ય તેમાં મૂકવું પડે. પન્નાલાલ પટેલ, રઘુવીર ચૌધરી, ગુણવંતરાય આચાર્ય, ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી, ધ્રુવ ભટ્ટ, રજનીકુમાર પંડ્યા, દિલીપ રાણપુરા કે પછી અત્યારના નવા લેખકો.... ઉકાબાપાએ અત્યાર સુધી પાંચ હજારથી વધુ પુસ્તકો વાંચ્યાં છે.
    તેમને આધ્યાત્મિક, ધાર્મિક, નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો, જીવનચરિત્ર, આત્મકથા, પ્રવાસવર્ણનો, અનુવાદ, કાવ્યો બધું જ વાંચવું ગમે છે. ઉકાબાપાને નાનપણથી જ વાચનનો શોખ લાગેલો. જેમ જેમ વાંચતાં ગયા તેમ તેમ પુસ્તકો ખરીદીને વસાવતાં ગયા.
    ઉકાબાપા એક વાર પુસ્તક લે એટલે શાંતિથી - રસથી વાંચે. સાંજે ઓછું જમે તેથી ઝટ ઊંઘ ના આવે અને એ વખતે પુસ્તકો વાંચી શકાય. વાંચતી વખતે ઉકાબાપા પોતાની કને સૂકી દ્રાક્ષનો ડબ્બો રાખે. જેમ જેમ વાંચતાં જાય તેમ એક-એક દ્રાક્ષ ખાતા જાય. પેટ ભરાય અને ઊંઘ પણ ના આવે.
    તેઓ કહે છે કે પુસ્તકો ઉત્તમ મિત્રો છે. મારા ઘડતરમાં પુસ્તકોનું મોટું પ્રદાન છે. મારું સહજ અને સ્વસ્થ જીવન છે તેમાં પુસ્તકોએ મને ઘણો સાથ આપ્યો છે.
    ઉકાબાપા પુસ્તકો ખરીદીને જ વાંચે. નવું મહત્ત્વનું પુસ્તક પ્રકાશિત થાય કે તે મગાવી લે. અત્યાર સુધી તેમણે પુસ્તકોની ખરીદી પાછળ લાખો રૂપિયા રોક્યા હશે. પુસ્તક વાંચીને તેઓ તેના લેખકને ચોક્કસ પત્ર લખે.
    તેમનો સંપર્ક નંબર 9727377675 છે.
    ઉકાભાઈ વઘાસિયા, મું આંબાવડ, તા ઉના, જિલ્લો ગીર-સોમનાથ. પીન 362560
    'પૉઝિટિવ સ્ટોરીઝ’ એ અભિયાન છે સમાજમાં જેટલું પણ, જ્યાં પણ સારું થઇ રહ્યું છે એને લોકો સુધી પહોંચાડવાનું.
    લેખક અને પત્રકાર રમેશ તન્નાએ સમાજમાં ફરી ફરીને આવી આપણી આસપાસની પૉઝિટિવ સ્ટોરીઝ શોધી અને એ સ્ટોરીઝના દસ પુસ્તકો થયાં. પુસ્તક વિશેની વધારે વિગત માટે નીચેની લિંક પર ક્લિક કરવાથી મળશે.
    લિંક: drive.google.c...
    પૉઝિટિવ સ્ટોરીઝ શ્રેણીનાં દસ પુસ્તકો ઘરે બેઠાં મેળવવા WhatsApp કરો: 88496 09083
    Video shot and edited by: Harsh Dhakan
    લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે.
    પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે.
    Facebook: / ramesh.tanna.5
    #PositiveStorieswithRameshTanna #RameshTanna #navisavar
    © All rights reserved with RAA Positive Media Private Limited 2024

ความคิดเห็น • 10

  • @hemmodi4381
    @hemmodi4381 3 หลายเดือนก่อน +1

    વાહ ઉકાબાપાને સાદર વંદન... 🙏🙏🙏

  • @valandaravindbhaivalandara1180
    @valandaravindbhaivalandara1180 3 หลายเดือนก่อน +1

    રામ રામ ❤

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 3 หลายเดือนก่อน

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન

  • @omnilbhatt1574
    @omnilbhatt1574 2 หลายเดือนก่อน

    સારસ્વત
    પ્રણામ

  • @SolankiRahul-es6zu
    @SolankiRahul-es6zu 3 หลายเดือนก่อน +1

    Super ukabapa supar kam mara dada ne game vachavu 95 na che mara dada toy vache

  • @nitinjagadishbhairaval3027
    @nitinjagadishbhairaval3027 2 หลายเดือนก่อน

    ઉકાબાપાને અભિનંદન
    અને
    રાજેશભાઈ પરમારના લીધે ઉકાબાપાનો યુ-ટ્યુબ ઉપર પરિચય થયો. તેથી તેમને પણ અભિનંદન.

  • @kokilashah3174
    @kokilashah3174 3 หลายเดือนก่อน

    Uneducated best couple of village...❤😊 U won't get in Highrise Building 🌱🤔

  • @jayghadiya8563
    @jayghadiya8563 หลายเดือนก่อน

    Jay Bharat

  • @AnitaTanna
    @AnitaTanna 3 หลายเดือนก่อน

    ઉકાબાપાની પુસ્તક અને વાંચન પ્રીતિને વંદન. મને પણ આ ઉત્તમ વાંચક દંપતિને મળવાની તક મળી હતી. નવી સવાર ચેનલ આવા પ્રેરણાદાયી વિડીયો રજૂ કરે છે એ માટે નવી સવારની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.‌