રમતોત્સવ : ૨૦૨૪/૨૫

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025
  • ➡️ આદર્શ પ્રાથમિક શાળા ડીસા ધોરણ ૧ થી ૪ માં રમતોત્સવ ૨૦૨૪/૨૫ નું આયોજન
    -----
    વિદ્યાભારતી,ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રીમતિ એમ.યુ.પેથાણી આદર્શ પ્રાથમિક શાળા ડીસાના પ્રાંંગણમાં તારીખ ૨૧/૧૨/૨૪ને શનિવારના રોજ સવારના સોહામણા વાતાવરણમાં ધોરણ ૧ થી ૪ માં રમતોત્સવ કાર્યક્રમ ખૂબ જ હર્ષભેર ઉજવાયો.
    બાળકને ચાર દિવાલ વચ્ચે રહીને માત્ર ભણાવવું એ ઉચિત નથી. ભણવાની સાથે સાથે બાળક કંઈક પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે પણ ખૂબ જ જરૂરી છે. બાળક જ્યારે મેદાનમાં આવે છે ત્યારે તેનામાં ઘણા બધા પરિબળનો વિકાસ થતો હોય છે.ખાસ કરીને મેદાનને લગતી પ્રવૃત્તિ દરમ્યાન બાળક સંઘભાવના,નીડરતા,નિર્ણય લેવાની શક્તિ, વફાદારી,મદદરૂપ થવાની ભાવના જેવા પરિબળોનો વિકાસ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અને મિત્રોની સાથે રહીને કરે છે.
    જે અંતર્ગત શનિવારની સોહામણી સવારમાં વિવિધ રમતો આધારિત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.સ્વાગતગીત થયા બાદ સ્વાગત પરિચય ઉષાબેન લિંમ્બાચીયાએ આપ્યો હતો. આજના કાર્યક્રમમાં મૂખ્ય મહેમાન નગરપાલિકા ડીસાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ રાયગોરનું શ્રી સંસ્કાર મંડળ અને શાળા પરિવાર તરફથી શાલ અને ભારતમાતાના ફોટાથી સન્માન કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ શ્રી હરેશભાઈ ઠક્કર (વેપારી,ડીસા),શ્રી ભાવિકભાઈ માળી ( માર્કેટયાર્ડ પેઢી,ડીસા),શ્રી સોમાભાઈ દરજી (પ્રમુખ શ્રી દરજી સમાજ અને સમાજ અગ્રણી) વતી વિપુલભાઈ રાજપૂત,શ્રી શાન્તીભાઈ ઠક્કર (વકીલ શ્રી ડીસા) ,શ્રી હરેશભાઈ માળી ( આયુર્વેદિક ડૉકટર),શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ (કોન્ટ્રાક્ટર),શ્રી નિમેષભાઈ શ્રીમાળી (ડેપ્યુટી એન્જીનીયર),શ્રી મહેશભાઈ પટેલ (ફૌજી)નું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.
    મશાલ દોડ એ રમતોત્સવનું આગવું પાસું છે.મશાલ જ્યોત ન હોય તો જાણે કાર્યક્રમ અધૂરો લાગે..! સન્માન થયા બાદ મશાલ જ્યોત પ્રગટાવવામાં આવી હતી.મશાલદોડમાં રમતવીરો પણ જોડાયા હતા. આજના કાર્યક્રમને અનુલક્ષીને શ્રી શૈલેષભાઈએ સરસ પ્રવચન કર્યું હતું. નાની બાલીકા દ્વારા રજૂ થયેલ પ્રેરણાગીત પૂર્ણ થયા બાદ બાળકોએ સરસ સૂર્યનમસ્કાર કર્યા હતા.
    ત્યારબાદ મુખ્ય મહેમાનના હસ્તે રમતોત્સવ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
    ધોરણ એક થી ચાર ના બાળકોની સમક્ષ પ્રથમ રાઉન્ડની રમતને ઉદ્ઘાટન સ્વરૂપે રાખવામાં આવી હતી.જેમાં ધોરણ ૧ સંગીત ખુરશી,ધોરણ ૨ લીંબુ ચમચી , ધોરણ ૩ દોડ અને ધોરણ ૪ માં રસ્સાખેંચ રમત દ્વારા મહેમાનોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન રમત પૂર્ણ થયા બાદ ધોરણ વાઇઝ આપવામાં આવેલ મેદાન ઉપર બાળકોને લઈ જઈને બાકીની રમતો જેવી કે નિશાનબાજી,વજન ઊંચકવું,બિંદી લગાવવી,સંગીત ખુરશી, માટલાફોડ,લાંબીકૂદ,લીંબુ ચમચી,કોથળા દોડ,ફુગ્ગા ફોડ,દોડ,જલેબી ખાવી ,વન મિનિટ શો,રસ્સાખેચ,કબડ્ડી,દોરડાકૂદ ,મહેંદી સ્પર્ધા જેવી સોળ રમતો રમાડવામાં આવી હતી.અને અંદાજીત સાતસો બાળકોએ ભાગ લીધો હતો.
    કાર્યક્રમનું સંચાલન શીતલબેન જોષી અને પૃથ્વીરાજભાઈ તરફથી કરવામાં આવ્યું હતું. રમતોત્સવ કન્વીનર , પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્ય શ્રી, સુપરવાઇઝર શ્રી તથા તમામ શિક્ષક મિત્રો અને સેવકમિત્રોના સહિયારા સાથથી રમતોત્સવ સફળ રહ્યો હતો. શ્રી સંસ્કાર મંડળ ડીસાના મંત્રી શ્રી હિતેશભાઈ અવસ્થી, વડીલ ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ઠક્કર અને નટુભાઈ પટેલ હાજર રહ્યા હતા. દરેક બાળકોને નાસ્તામાં પૌવા પણ આપવામાં આવ્યા હતા. રમતમાં એક થી ત્રણ નંબર આવનાર બાળકને પ્રોત્સાહિત ઇનામ આપીને બહુમાન પણ કરવામાં આવશે.આવી રીતે બાળકોને પ્રોત્સાહિત કરવાથી બાળકો ખૂબ જ ખુશ હોય છે અને બાળકની ખુશી એ જ શિક્ષકની ખુશી બની રહે છે.
    અહેવાલ : પ્રવીણ નાઈ
    #play #sports #school

ความคิดเห็น •