સુરતમાં મજબૂરીવશ થયેલ લોકો બની રહ્યા છે વ્યાજખોરોના શિકાર...BTS ન્યૂઝ સુરત ગુજરાત.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • સુરત શહેર પોલીસ વ્યાજખોરો ને પકડી જેલ ભેગા કરી રહી છે ત્યારે સુરતમાં વધુ એક માથાભારે વ્યાજખોર નો આતંક સામે આવ્યો છે સુરતમાં તાડવાડી ખાતે રહેતા અને કતારગામ માં ઓફિસ ધરાવનાર અને મૂળ ગઢડા નો વતની દિલીપ બોઘરા નામના વ્યાજખોર નો આતંક સામે આવ્યો છે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા લોકો એ પોતાની અંગત સમસ્યાઓ ને લઇ દિલીપ બોઘરા પાસે થી વ્યાજે રૂપિયા લીધા હતા જેથી ભોગ બનેલ ફરિયાદીઓ એ વ્યાજ ની રકમ પેટે મહિને મહિને દિલીપ બોઘરા ને વ્યાજે લીધેલ રકમ થી ત્રણ ગણી રકમ ચૂકવી હતી તેમ છતાં આરોપીએ ભોગ બનનાર તમામ લોકો ના નામે લાખો ની અલગ અલગ રકમના ચેકો નાખી બાઉન્સ કરાવી ફરિયાદી ઓ ને સૌરાષ્ટ્ર ની કોર્ટ માં ખોટી રીતે કોર્ટ કેસ માં ફસાવ્યા હતા આરોપીએ તમામ ભોગ બનનાર ફરિયાદીઓ પાસેથી તેની કતારગામ ની ઓફિસ ખાતેથી રૂપિયા વ્યાજે આપી કોરા ચેકો લીધેલ જેથી માથાભારે વ્યાજખોર એ ફરિયાદીઓ પાસે થી વધુ રકમ પડાવવા માટે હેરાન પરેશાન કરવાનાં ઈરાદા થી ફરિયાદીઓ પાસેથી લીધેલ કોરા ચેકો પર લાખો ની રકમ લખી તેનો દુરુપયોગ કરી ચેક બાઉન્સ ના ખોટા ખોટા કેસો સૌરાષ્ટ્ર માં કરી રહેલ હોવાની ફરિયાદીઓ પાસેથી હકીકત જાણવા મળી હતી માથાભારે આરોપી દિલીપ બોઘરા પાસે થી એક ફરિયાદી એ 30 હજાર વ્યાજે લીધેલ રકમ ના બદલે 3 લાખ નો ફરિયાદી નો ચેક સૌરાષ્ટ્ર ની કોર્ટ માં બાઉન્સ કરાવ્યા તો અન્ય એક ફરિયાદી એ લીધેલ રકમ માં માત્ર 1500 આપવાના બાકી હતા જેમાં 5 લાખ નો ચેક બાઉન્સ કરાવ્યો હોવાની ભોગ બનનાર ફરિયાદીઓ પાસે થી હકીકત જાણવા મળી છે તો માથાભારે વ્યાજખોર દિલીપ બોઘરા ના ત્રાસ થી ત્રાહિમામ થયેલ ફરિયાદીઓ દ્વારા અગાઉ આ બાબતે સુરત પો. કમિ શ્રી ને આવેદન પત્ર આપી ન્યાય ની માંગ કરી હતી જેથી આ પોલીસ કમિશ્નર કચેરી ખાતે થી આ મામલો ચોક બજાર પોલીસ મથક માં સોંપવામાં આવ્યો હતો તો આરોપી એ પોતાની વગ નો ઉપયોગ કરી સમગ્ર મામલે ધાક ધમકી આપી ફરિયાદ પાછી લઇ સમાધાન કરવા માટે ફરિયાદી ઓ ને ચીમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે તો સમગ્ર મામલે માથાભારે વ્યાજખોર નો ધમકી ભર્યો ઓડિયો પણ વાઇરલ થયો છે.
    કેમેરા મેન યાસીન મેમણ સાથે રશ્મિ રાણા....

ความคิดเห็น •