🙏 પ્રેમથી જરા તાળી પાડીને રાધે રાધે બોલ...બોલ રે..🌹લખેલુ )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025
  • બોલ રે માનવ બોલ બોલ રે માનવ બોલ
    પ્રેમથી જરા તાળી પાડીને રાધે રાધે બોલ
    પિંજરામાંથી પોપટ હાલ્યો પિંજરું ઝોલા ખાય
    મારુ મારુ કરતા માનવ જીવડો ચાલ્યો જાય
    છોડ રે માનવ છોડ મોહમાયા ને છોડ પ્રેમથી જરા. . . . .
    શું રે લઈને આવ્યા જગમાં શું રે લઈને જાશું
    મુઠી વાળી આવ્યા જગમાં ખાલી હાથે જાશું
    છોડ રે માનવ છોડ મોહમાયા ને છોડ પ્રેમથી જરા. ....
    ધન દોલત ને માલ ખજાના સગા વહાલા તારા
    આંખ ઉઘાડી જોને માનવ કોઈ નથી આ તારા
    છોડ રે માનવ છોડ મોહમાયા ની છોડ પ્રેમથી જરા.....
    ચાર દિવસની જિંદગી તારી પલમાં ચાલી જાશે
    કંચન જેવી કાયા તારી એક દિન રાખ થાશે
    જોડ રે માનવ જોડ મન ભક્તિમાં જોડ પ્રેમથી જરા. ...
    ભવ સાગરમાં નાવડી તારી હાલક ડોલક થશે ભક્તિ વિના જિંદગી તારી અધુરી રહી જશે
    બોલ રે માનવ બોલ હરી હરી બોલ
    બે હાથે તાળી પાડી રાધે રાધે બોલ
    નરસૈયાના નાથ પાસે અંતર તારુ ખોલ હરિ પાસે આવી જરા રાધે રાધે બોલ
    આવશે મારો રામ જલશે તારો હાથ બે હાથે તાળી પાડી રાધે રાધે બોલ
    🙏
    Thank you

ความคิดเห็น • 11