જીવનમાં સ્વર્ગ અને નર્કનું કારણ માત્ર મન હોય છે - G. M. Borad, Dy. collector વિચારોનું વાવેતર 80 TT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • ૮૦માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમના ખાસ અતિથી ડેપ્યુટી કલેકટર શ્રી જી. એમ. બોરડે મનનું વિજ્ઞાન સમજાવતા જણાવ્યું હતું કે, જીવનને સ્વર્ગ કે નર્ક બનાવવાની તાકાત “મન” છે. મનુષ્યના દુઃખનું કારણ મનના વિચારો છે. દરેક વ્યક્તિના જીવનમાં મનનું આગવું સ્થાન છે. એ સ્થાને રહી મન વ્યક્તિનો જીવનમાં સ્વર્ગ જેવી પરિસ્થિતિને નર્કમાં અને નર્ક જેવી પરિસ્થિતિમાં સ્વર્ગમાં પરિવર્તિત કરવાની ક્ષમતા “મન” ની હોય છે. સુખ કે દુઃખનો કોઈ દાતા નથી. બીજાના કારણે હુ દુઃખી થાય છું. એ દુર્બુદ્ધિ છે.
    મનને વૈજ્ઞાનિક રીતે સમજાવતા વધુમાં જણાવ્યું હતું કે, સાયકોલોજી અનુસાર મનના ત્રણ સ્તરો છે. (૧) જાગૃત મન, (૨) અર્ધજાગૃત મન અને (3) અજાગૃત કે અચેતન મન. પાણીમાં તરતી હિમશીલતાની જેમ ઉપર દેખાતો ૧૦% હિસ્સો જ પરિચિત હોય અને બાકીનો ૯૦% ભાગ પાણીની અંદર છુપાયેલ અપરિચિત હોય છે એવી રીતે મનનું પણ હિમશીલા સમાન માત્ર ૧૦% જ માણસ એનાથી પરિચિત હોય છે. બીજા હિસ્સાથી લગભગ દરેક વ્યક્તિ અપરિચિત હોય છે. અર્ધજાગૃત અને અજાગૃત મન શરીરની તમામ શારીરિક અને વૈચારિક પ્રક્રિયા જાગૃત મન કરે છે. મનના ત્રણેય સ્તરોમાં સૌથી ઉપરનો ભાગ જાગૃત મન છે જે શરીરના ૧૦% હિસ્સો છે. અને બાકીનો ૯૦% અર્ધહગૃત મનથી બનેલો છે. મનના પાંચ વલણો જૈવિક સંવેદના, માનવીય પ્રેરણા, વિચારો, વેદનાઓ અને યાદો છે.
    અર્ધજાગૃત અને અજાગૃત મનને જાગૃત માંથી જેટલું કેળવીએ એટલું જીવન સુખી બને છે. અર્ધજાગૃત મનને વિકસિત કરવાના રસ્તાઓ ગોલ સેટીંગ, વિઝ્યુલાઈઝેશન, પોઝિટીવ, અફર્મેશન, રોલ મોડેલ અને સતત ટકાઉ પ્રયત્નો છે. મનના માધ્યમથી જ માણસ ધારેલુ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ TH-cam : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222

ความคิดเห็น • 3

  • @atulkumardave7207
    @atulkumardave7207 14 ชั่วโมงที่ผ่านมา +1

    કાનજીભાઈ ની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે કે આવા ઉત્તમ વક્તાઓ ને સાંભળવા મળ્યા.

  • @bariapintubhai2475
    @bariapintubhai2475 20 ชั่วโมงที่ผ่านมา +1

    Very nice speech 🎉🎉

  • @AnkitGohil-Hypnotherapist
    @AnkitGohil-Hypnotherapist 21 ชั่วโมงที่ผ่านมา +1

    Excellent Sir, You have Unlock the Secret of Mind Magic. Thank You So much... Special Thank to Kanji Sir Bhalala... More Power to Kanji Sir...