ફેફસાના કેન્સર માટે જવાબદાર છે ધૂમ્રપાન સિવાયના પણ કારણો | Lung Cancer | Air Pollution
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારના કેન્સરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.પરંતુ તેમાં પણ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. અને આ ચોકાવનારી બાબત એ છે કે ધુમ્રપાન નહીં કરનારા લોકોને પણ ફેફસાનું કેન્સર થઈ રહ્યુ છે.આપને જણાવીએ કે ફેફસાના કેન્સરમાં સતત વધારો કેમ થઈ રહ્યો છે.
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘૂમ્રપાન ન કરનારાઓમાં પણ ફેફસાના કેન્સરના કેસ વધી રહ્યા છે. આ ચિંતાજનક પરિસ્થિતિ છે કારણ કે અગાઉ ધૂમ્રપાન ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ માનવામાં આવતું હતું. હવે જે લોકો ધૂમ્રપાન નથી કરતા તેમને ફેફસાનું કેન્સર થઈ રહ્યું છે. જે અંગે અભ્યાસ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું છે કે ફેફસાનું કેન્સર થવાનું એક મુખ્ય કારણ વાયુ પ્રદૂષણ છે.
અમેરિકન કેન્સર સોસાયટીનો અંદાજ છે કે દર વર્ષે યુ.એસ.માં ફેફ્સાના કેન્સરથી મૃત્યુ પામેલા લગભગ 20 ટકા લોકોએ ક્યારેય તમાકુનું સેવન કર્યું નથી કે ધુમ્રપાન કર્યુ નથી. જ્યારે ભારતમાં સંશોધન દર્શાવે છે કે ફેફસાના કેન્સરનું નિદાન કરાવેલા દર 10 દર્દીઓમાંથી, લગભગ ત્રણ દર્દીઓમાં ધૂમ્રપાનનો કોઈ ઈતિહાસ નથી. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સનો અંદાજ છે કે ફેફસાના કેન્સરના 20 થી 25 ટકા જેટલા દર્દીઓ ધૂમ્રપાન કરતા ન હતા.
આપને જણાવી દઇએ કે જે લોકો લાંબા સમય સુધી પ્રદૂષણના સંપર્કમાં રહે છે તેમને ફેફસાનું કેન્સર થવાની શક્યતા વધુ હોય છે, આ ઉપરાંત, મોટા શહેરોમાં રહેતા લોકો સતત પ્રદૂષણનો ભોગ બને છે. આવા લોકો ફેફસાના કેન્સરનો શિકાર પણ ઝડપથી બને છે. ઉપરાંત, ફેકટરીઓ, બાંધકામ અને રાસાયણિક પ્લાન્ટમાં કામ કરતા લોકો જોખમી પદાર્થો અને હાનિકારક વસ્તુઓના સંપર્કમાં આવે છે, જેના કારણે તેમને ફેફસાના કેન્સર થવાનું જોખમ વધે છે. બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, તેથી તેઓ ફેફસાના કેન્સર જેવા શ્વાસનના રોગોનો ભોગ બને છે.
પ્રદૂષણથી થતાં ફેફસાના કેન્સરને રોકવા માટે શું કરવું જોઈએ? તે પણ જાણી લઈશું..
આપને જણાવી દઈએ કે .. આપે આપના ઘરમાં સારી ગુણવતાવાળા એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવું જોઇએ. એર પ્યુરિફાયર ઘરની હવામાંથી પ્રદૂષણ દૂર કરે છે. અને તાજી હવા પૂરી પાડે છે.
તમે જ્યાં રહો છો ત્યાં પ્રદૂષણ વધુ હોયતો જ્યારે પણ બહાર જાઓ ત્યારે સારી ગુણવતાનો માસ્ક પહેરો. માસ્ક હવામાં રહેલા નાના કણોને અવરોધે છે, જેનાથી હાનિકારક પ્રદૂષકોનો પ્રવેશ ઓછો થાય છે. અને તમારા આહારમાં ફાઈબર અને એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. આ ખોરાક લોકોના શરીરમાં થતા ઓક્સિડેટીવ તણાવ સામે લડવામાં મદદ કરે છે.અને વાર્ષિક તપાસ કરાવો કારણ કે ઓન્કોલોજિસ્ટ દ્વારા વાર્ષિક તપાસ દ્વારા કેન્સરનું વહેલું નિદાન થવાથી ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને કિલનિકલ ધોરણો અનુસાર વધુ અસરકારક સારવાર મેળવવામાં મદદ મળે છે.
#LungCancer #AirPollution #HealthAwareness #CancerPrevention #StaySafe #CleanAir #LungHealth #EarlyDetection #pollutionprevention #mantavyanews #news #gujarat