🙏 ચૂંદડીનો રંગ હવે ચડવા દો મને ભજન માં જવા દો.. 🌹લખેલુ છે )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • ચુંદડી ઓઢી મૈ તો સત્સંગની,
    સત્સંગની , મૈ તો સત્સંગની,
    ચુંદડી નો રંગ હવે ચઢવા દો
    મને ભજનમાં જાવા દો..... ચુંદડી ઓઢી
    બે બે દીકરા મોટા કર્યા છે
    એમ.એ બી.એ પાસ કરાવ્યા છે
    એ બગડે તો બગડવા દો
    હવે સત્સંગ મને કરવા દો .... ચુંદડી ઓઢી
    બે બે દીકરી મોટી કરી છે
    ધનદોલત મેં તો ખૂબ લૂંટાઈ છે
    હવે રિસાઈ જાય તો રીસાવા દો
    પણ મને ભજનમાં જાવા દો.... ચુંદડી ઓઢી
    બે બે ઘરમાં વહુઓ આવી છે
    સોંપી મેં તો ઘર ની ચાવી છે
    હવે ઘરને ઉજાડે ઉજાડવા દો
    મને ભજનમાં જાવા દો.... ચુંદડી ઓઢી
    બે બે ઘરમાં દીકરાના દીકરા છે
    હિચકે ઝુલાવી મેં તો લાડ લડાવ્યા છે
    એ રડે તો એમને રડવા દો
    મને હરિ ભજનમાં જાવા દો.... ચુંદડી ઓઢી
    ધન દોલત ને સોના ચાંદી છે
    મોટા મોટા બંગલા મારે છે
    હવે છૂટે તો એને છૂટવા દો
    મને પ્રભુના ભજન કરવા દો.... ચુંદડી ઓઢી
    રાજા જેવા પતિ અમારા છે
    એમના નખરા મેં ઉઠાવ્યા છે
    હવે રિસાઈ જાય તો રીસાવા દો
    મને કાના ના ભજન માં જાવા દો...
    ચુંદડી ઓઢી.....

ความคิดเห็น • 18