108 પાર્શ્વનાથ ભગવાન | ભીડભંજન કંસારી પાર્શ્વનાથ | ખંભાત | મનોકામના પૂર્ણ કરનાર અને અતિ ચમત્કારી |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ส.ค. 2024
  • #jaintirth #તીર્થંકર #ભક્તિ #સ્તવન #જૈનતીર્થ #jaintemple #તીર્થ #શ્રદ્ધા #jaindharm #parshvanath #kajalnivaato #tirthankar #jaintirthankar
    શ્રી કંસારી પાર્શ્વનાથ
    પાપીના પડછાયાથી ઘેરાયેલા સંસારીને શરણરૂપ શ્રી કંસારી પાર્શ્વનાથજી શ્વેત છે. ત્રણલોકના ભૂપનું અનુપમ રૂપ ફણાના અભાવમાં પણ જરાય ઊતરતું નથી. 13 ઈંચ ઊંચા વિશ્વવત્સલ પરમાત્માની મુખમુદ્રા અતિપ્રસન્ન છે. આ ત્રિભુવનભાણ પદ્માસને બિરાજમાન છે. 12 ઈંચની પહોળાઈથી યુક્ત આ પ્રભુજી સૌમ્ય શોભાથી સંયુત છે.
    સૈકાઓથી જૈન ધર્મની અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા ખંભાતથી ઈશાન ખૂણામાં દોઢ કી.મી.ને જ અંતરે આવેલું કંસારી ગામ પણ જૈનોનું મહત્ત્વનું ધર્મ કેદ્ર હતું. અહીં જૈનોની પુષ્કળ વસ્તી હતી અને જિનાલયો પણ હતાં.
    આ કંસારીમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું દેવવિમાન સદૃશ મનોહર જિનાલય તીર્થયાત્રાના ધામ સમું હતું. આ પરમાત્માનો પ્રભાવ ચોમેર ફેલાયેલો હતો. અનુપમ મુખમુદ્રા અને પ્રબલ પ્રભાવને કારણે આ જિનમૂર્તિ અત્યંત પ્રસિદ્ધિ પામી હતી. ભક્તજનોની ભીડને ભાંગતા આ પરમાત્મા ઘણા પ્રભાવ સંપન્ન છે. પહેલા આ પરમાત્મા કંસારીમાં જ બિરાજમાન હતાં.
    કાળક્રમે આ ગામામંથી જૈનોની વસ્તી નામ શેષ થઈ. તેથી શ્રી ભીડભંજન પાશ્વનાથને કંસારીથી ખંભાત લાવવામાં આવ્યા અને ખારવાડામાં એક નવનિર્મિત જિનપ્રાસાદમાં પ્રભુજીને પધરાવવામાં આવ્યા.
    આ તીર્થની પ્રસિદ્ધિ સૈકાઓથી ખૂબ વ્યાપક બનેલી છે. આ પ્રભુની પ્રભાવકતાના ઐતિહાસિક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. કંસારીથી ખંભાત લાવવામાં આવેલાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથને પછી સૌ `` શ્રી કંસારી પાર્શ્વનાથ ' તરીકે ઓળખવા લાગ્યા. ભક્તજનોના પાપરૂપી કંસને હણનાર અરિ સમા પરમાત્માનું કંસારી નામ સાર્થક છે.
    ધર્મનગરી ખંભાત વર્તમાનમાં પણ અનેક મનોહર જિનપ્રાસાદોથી વિભૂષિત છે. ખંભાતના જિનાલયો તીર્થ સદૃશ છે. ખંભાતના જ્ઞાન ભંડારો સમૃદ્ધ છે. ખંભાતનાં જિનબિંબો પ્રાચીન છે અને ખંભાતના શ્રાવકો ધર્મનિષ્ઠ છે.
    શ્રી ખંભાત તીર્થ
    જૈન ધર્મે ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં અમૂલ્ય ફાળો આપેલો છે.પ્રાચીન કાળથી ત્રંબાવતી નગરી અને “સ્તંભતીર્થ”ના નામે પ્રસિદ્ધિ પામેલાં ખંભાતના ૭૩ જિનાલયો જૈન ધર્મની યશોગાથા ગાતા દીપી રહ્યાં છે. જિનાલયો કે જેમાં હીરાપન્ના સુવર્ણ, રૌપ્ય અને ધાતુની આહ્લાદક પ્રતિમાજીઓ દર્શનીય છે.આ જિનાલયોમાં સમગ્ર ભારત વર્ષમાથી તેમજ વિદેશથી જૈન યાત્રાળુઓ આવે છે. ખંભાત પ્રાચીનકાળથી જ ગુજરાતના મહત્વના શહેર તરીકે નામના મળી છે. અને એની પાછળનું કારણ છે અહીંયાનો અખાત અને બંદર.
    ખંભાત જૈનપૂરી અને યાત્રાનું ધામ હોવાથી લગભગ બધા જ ગચ્છના આચાર્યોએ ખંભાતને પાવન કરેલું છે.
    વર્ષોથી ખંભાત નગર જૈનોની જાત્રાનું સ્થાન ગણાતું આવ્યું છે.. ગુજરાતના મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યની અપ્રયત્યન્સ અને જુની ગુજરાતી સાહિત્યની અપૂર્ણ સેવા બજાવી છે. ખંભાતના જિનાલયોમાં ૧૫૦૦ જેટલી (અંદાજે) અતિપ્રાચીન કિંમતી મૂર્તિઓ આવેલી છે. આ પ્રાચીન મૂર્તિઓના દર્શન આજે પણ સૌકોઇના હૈયા ઠારે છે.
    ખંભાતના 73 જીનાલયો ની યાદી
    (1) શ્રી મહાવીર સ્વામી -ગીમટી
    (2) શ્રી સુમતિનાથ સ્વામી -ચોળાવાડો
    (3) શ્રી ચોમુખજી મંદિર /(4) શ્રી ચિતામણી પાશ્વૅનાથ /(5) શ્રી આદીનાથજી - બજાર
    (6) શ્રી કુંથનાથજી / (7) શ્રી શાંતિનાથજી -દંતારવાડો
    (8) શ્રી શાંતિનાથજી -પૂણ્યશાળીની ખડકી
    (9) શ્રી શાંતિનાથજી - ઉંડીપોળ
    (10)શ્રી વાસુપૂજય સ્વામી-શેરડીની પોળ
    (11) શ્રી પાશ્વૅનાથજી -જીરાળાપાડો
    (12) શ્રી શીતળનાજી-કુમારવાડો
    (13) શ્રી કુંથુનાથજી /(14) શ્રી આદિનાથજી -માંડવીની પોળ
    (15) શ્રી શાંતિનાથજી -ઓળીપાડો
    (16) શ્રી સુમતિનાથજી /(17) શ્રી પદમપ્રભુજી - કડાકોટડી
    (18) શ્રી અરનાથજી /(19) શ્રી મનોહન પાશ્વૅનાથજી /(20) શ્રી અમિઝરા પાશ્વૅનાથજી /(21) શ્રી નેમીનાથજી (ભોંયરામાં)/(22) શ્રી ચિતાંમણી પાશ્વૅનાથજી -જીરાળાપાડો
    (23) શ્રી પાશ્વૅનાથજી -દલાલનીખડકી
    (24) શ્રી સોમચિંતામણી પાશ્વૅનાથજી /(25) શ્રી વિમળનાથજી -સંધવી ની પોળ
    (26) શ્રી અભિનંદન સ્વામી/ (27) શ્રી નવપલ્વ પાશ્વૅનાથજી /(28) શ્રી મુનિસુવ્રત સ્વામી /(29) શ્રી સભવનાથજી - બોળપીપળો
    (30) શ્રી વિજય ચિતામણી પાશ્વૅનાથજી /(31) શ્રી સંભવનાથજી -વાધમાસીની ખડકી
    (32) શ્રી વિમળનાથજી - ઝવેરીની ખડકી
    (33) શ્રી શાંતિનાથજી /(34) શ્રી મુનિસુવ્રત સ્વામી (કાંચનું મંદિર)/(35) શ્રી મહાવીર સ્વીમી /(36) શ્રી કંસારી પ્રાશ્વૅનાથજી /(37) શ્રી અનંતનાથજી /(38) શ્રી સ્થંભણ પાર્શ્વનાથજી /(39) શ્રી સીમંધર સ્વામી /(40) શ્રી સુખસાગર પાર્શ્વનાથજી - ખારવાડો
    (41) શ્રી સુમતિનાથજી - ટેકરી
    (42) શ્રી શાંતિનાથજી /(43) શ્રી મનમોહન પાર્શ્વનાથજી
    /(44) શ્રી શ્રેયાંસનાથજી /(45) શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી/
    (46) શ્રી મહાવીર સ્વામી /(47) શ્રી વિમલનાથજી - ચોકસીની પોળ
    (48) શ્રી વાસુપૂજય સ્વામી - નાગરવાડો
    (49) શ્રી મુનિસુવ્રત સ્વામી - અલીંગ
    (50) શ્રી અભિનંદન સ્વામી - લાડવાડો
    (51) શ્રી રત્નચિંતામણી પાર્શ્વનાથજી /(52) શ્રી ધર્મનાથજી /(53) શ્રી મહાવીર સ્વામી /(54) શ્રી મોટા આદિશ્વરજી ( ભોંયરામાં )/(55) શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી /(56) શ્રી વાસુપૂજય સ્વામી /(57) શ્રી શાંતિનાથજી /(58) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી /(59) શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી /(60) શ્રી આદિશ્વરજી - માણેકચોક
    (61) શ્રી નવખંડા પાર્શ્વનાથજી/(62) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી/(63) શ્રી મલ્લિનાથજી /(64) શ્રી શાંતિનાથજી /
    (65) શ્રી નેમિનાથજી/(66) શ્રી શાંતિનાથજી - ભોંયરાપાડો
    (67) શ્રી મહાવીર સ્વામી - દહેવાણ નગર
    (68) શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી /(69) શ્રી સીમંધર સ્વામી - શકરપુર
    (70) શ્રી ગોડી પાર્શ્વનાથજી - રાલેજ
    (71) ચંદ્રપ્રભ સ્વામી - લોંકાપરી
    (72) શ્રી આદિશ્વર ભગવાન- 3 કિ. મી.
    (73) શ્રી જીરાવલા પાર્શ્વનાથ ( સ્ફટીક રત્નના ) - ઝવેરીની ખડકી
    ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્મામાં ગણતરી થાય છે.*
    ૧) શ્રી સ્થભણ પાર્શ્વનાથ - ૨) શ્રી સુખ સાગર પાર્શ્વનાથ - ખારવાડો
    ૩) શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ - સંઘવીની પોળ
    ૪) શ્રી કંસારી પાર્શ્વનાથ - ખારવાડો
    ૬) શ્રીરત્ન ચિંતામણિ પાર્શ્વનાથ - માણેકચોક

ความคิดเห็น • 2

  • @rekhashah8619
    @rekhashah8619 2 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ માહિતી આપી છે ભગવાન નો મહિમા જાણી ચિત પ્રસન્ન થાય છે નયનરમ્ય મનોહર મનમોહક પ્રતિમાં નાં દર્શન કરી ધન્યતા અનુભવાય છે આપનો પ્રયાસ પ્રશંસનીય છે આપનાં કાર્ય ની ખૂબ ખૂબ અનુમોદના 🙏🙏

    • @kajal_ni_vaato
      @kajal_ni_vaato  2 หลายเดือนก่อน

      વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.🙏🙏🙏
      આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે.