ગોરા કુંભાર ને લગની લાગી || નીચે લખેલું છે કિર્તન || ગોરા કુંભાર નું કિર્તન|| કષ્ટભંજન કિર્તન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • અમારી ચેનલ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
    _______________ કિર્તન ____________________
    હારે ગોરા કુંભાર ને લગની લાગી વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    ગોરા કુંભાર ના સતી જળ ભરવા ચાલ્યા
    હારે ઘરે સુતા છે નાના બાળ વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    નાગ સ્વરૂપે ભગવાન આવ્યા
    હારે ઇતો કરવા બાળક ના રક્ષણ વિઠ્ઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    આગળ ભગવાન ને પાછળ નાના બાળક
    હારે ઇતો ગયા ગોરા ની પાંસે વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    ખોદે છે માટી ને ખુંદે છે ગારો
    હારે એણે નાખ્યા બાળક ને છુંદી વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    ગોરા કુંભાર ના સતી જળ ભરી આવ્યા
    હારે એણે ઘરે નો દીઠયા નાના બાળ વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    ગોરા કુંભાર ના સતી ગોરા કુંભાર ને પૂછે
    હારે કિંયા ગયા છે નાના બાળ વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    ખુંદુ છુ માટી ને ભજુ ભગવાન ને
    હારે સતી અમને નથી કાંઇ ખબરૂ વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    ત્યાંથી તે સતી બજારે હાલ્યા
    હારે એણે ક્યાંય નો દીઠયા નાના બાળ વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    ગોરા કુંભાર ના ભાભી મેણલા રે બોલે
    હારે ઇતો પાપીએ બાળક માર્યા વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    નથી હું પાપી ને નથી અપરાધી
    હારે અમે છીએ ભગવાન ના ભક્તો વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    ત્યાંથી તે સતી અખેડે હાલ્યા
    હારે એણે ગારા મા હાડકાં દીઠા વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    હાડકાં વીણી સતીએ સુંડલા માં ભર્યા
    હારે એણે એક બાજુ ઢાંકી મુક્યા વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    મંજુર નું રૂપ લઈ ને ભગવાન આવ્યા
    હારે અમને કોઈ મંજુરી કામ આપો વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    તમારા મુલ તો અમે શું દઇએ
    હારે તમે પેટ વડીયે કામ કરજો વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    ખંભે કોદાળી ને હાથ માં છે પાવડો
    હારે રાણી રાધાજી ના હાથ માં સુંડલો વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    ખોદે છે માટી ને ખુંદે છે ગારો
    હારે રાણી રાધાજી વાળે પિંડલા વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    હાથમાં છે લાકડી ને ફેરવે છે સાંકડી
    હારે એણે ઉતાર્યા સોના વર્ણી ઠામ વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    મજુરે હાથ લય ને સુંડલા માં મુક્યો
    હારે એણે અમૃત ની અંજળી છાંટી વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    હારે એણે સજીવન કર્યા નાના બાળ વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    ગાય શીખે ને સુણે રે સાંભળે
    હારે એને દેજો પંઢરપુર મા વાસ વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો
    હારે ગોરા કુંભાર ને લગની લાગી વિઠલજી દર્શન દેવા ને વેલા આવજો

ความคิดเห็น • 65