એક મોરલો આવ્યો રે રાજા રામનો || Ek Morlo Aavyo Re Raja Ramno || Ram Kirtan || Gujarati kirtan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • LIKE SHARE COMMENT SUBSCRIBE
    એક મોરલો આવ્યો રે રાજા રામનો || Ek Morlo Aavyo Re Raja Ramno || Ram Kirtan || Gujarati kirtan
    આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
    ______________ કિર્તન _________________
    એક મોરલો આવ્યો રે રાજા રામ નો
    આવી ઉતર્યો અયોધ્યા ના ચોક રે મોરલો આવ્યો રે રાજા રામ નો
    માતા કૌશલ્યા પુછે મોર ને....
    શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતા ના સમાચાર મોરલા આપજે
    રાક્ષસ માર્યા રે રામે સામટા
    સીતા વીણે ડોલરીયા ના ફુલ રે અયોધ્યા રટણ કરી જીવતા
    એક મોરલો આવ્યો.......
    માતા સુમિત્રા પુછે મોર ને
    શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતા ના સમાચાર મોરલા આપજે
    રામ સુવે ને લક્ષ્મણ જાગતા
    સીતા એ માન્યા પેટ કેરા પુત્ર રે આવા રે દીકરા રે સૌ ને આવજો
    એક મોરલો આવ્યો......
    માતા કૈકેયી પુછે મોર ને
    શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતા ના સમાચાર મોરલા આપજે
    તમારા વચને રે વગડો વેઠતા
    મારગ મા કાંઇ વાવ્યા છે બાવળ રે સીતાજી ના સુખ મા કાંટા ઉગીયા
    એક મોરલો આવ્યો.....
    ભાઈ ભરત પુછે મોર ને
    શું કરે મારા અયોધ્યા ના રામ રે ભાભીના સમાચાર મોરલા આપજે
    પાપણી માતા એ વચન માંગ્યા
    મારા માટે માંગ્યા રામ રાજ રે મારા રે કારણીયે વગડો વેઠતા
    એક મોરલો આવ્યો......
    ભાઈ શત્રુઘ્ન પુછે મોર ને
    શું કરે મારા અયોધ્યા ના રામ રે ભાભીના સમાચાર મોરલા આપજે
    મન પરખાવી અમે જીવતા
    નથી દીઠયા ભોજન કે મીઠાઇ રે રુષીમુની ના સ્મરણ કરી જીવતા
    એક મોરલો આવ્યો.....
    અયોધ્યા ના રોહિત પુછે મોર ને
    શું કરે મારા અયોધ્યા ના રામ રે સીતા ના સમાચાર મોરલા આપજે
    વાલી માર્યો ને સુગ્રીવ તાર્યો
    વિભીષણ ને આપ્યા રામે રાજ રે મોરલો આવ્યો રે રાજા રામ નો
    એક મોરલો આવ્યો.....
    રામ લક્ષ્મણ સીતા અયોધ્યા આવીયા
    પેલા લાગ્યા કૈકેયી મા ને પાય રે સીતાજી ના સુખ પાછા આવ્યા
    એક મોરલો આવ્યો રે રાજા રામ નો
    --------------------------------------------------------------------------
    Hi!
    Welcome to our youtube channel " Jadavji Official ".
    Is channel pe hum mostly new Kirtan, Bhajan, Dhun or Whatsapp Status upload karte hain.(On this channel you can find Swaminarayan Bhagwan, Sankar Bhagwan, Krishna, ram prabhu new Kirtan, Bhajan, Dhun and Whatsapp Status.)
    " જાદવજી ઓફિશ્યિલ " યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અહીં તમે ભજન, સત્સંગ, કીર્તન, મહિલા મંડળ સત્સંગ અને મહિલા ભજન મંડળને લગતા વિડીયો જોઈ શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમે અમારા વિડીયોમાંથી સારી રીતે શીખી રહ્યા છો અને તમારું મન પહેલા કરતા વધુ ભક્તિમય અને પ્રભુમય એટલે કે ધાર્મિક બનશે. અમારી સાથે જુડવા બદલ તમારો ખુબ ખુબ આભાર. 🙏🙏🙏
    --------------------------------------------------------------------------
    બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Jadavji Official * ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
    👉View
    👉Like
    👉Share
    👉Comment
    Please subscribe * Jadavji Official * TH-cam channel
    LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
    **** જય માતાજી ***
    Thankyou My All Friends

ความคิดเห็น • 1

  • @hansapatel5039
    @hansapatel5039 28 วันที่ผ่านมา

    Very good bhajan nayana ben