મેંદી રંગ લાગ્યો. ૧૯૬૦. ગુજરાતી ચલચિત્ર. Mehndi Rang Lagyo. Gujarati movie.
ฝัง
- เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024
- મેંદી રંગ લાગ્યો. ૧૯૬૦. ગુજરાતી ચલચિત્ર. Mehndi Rang Lagyo. Gujarati movie.
નોંધ: અગાઉ મુકેલ 'મેંદી રંગ લાગ્યો'ની ડીવીડીમાં એક કલાક માટે વચ્ચે ફિલ્મ ચોંટી ગયેલ હોવાથી ફિલ્મનો સમય ૪ કલાક, ૯ મિનિટ અને ૩ સેકન્ડ છે. આ નવા અપલોડમાં ચોંટી ગયેલ એક કલાકને એડિટ કરીને આ ફિલ્મ ફરી અપલોડ કરી છે. નવા અપલોડમાં ફિલ્મ 3 કલાક, ૧૨ મિનિટ, ૪૩ સેકંડની છે.
આજથી ત્રીસ વર્ષ પહેલા એટલે કે ૧૯૯૨ આજુબાજુ વીએચએસ વીડિયો કેસેટોનો અને ઓડિયો કેસેટોનો જમાનો હતો, સીડી, વીસીડી અને ડીવીડીનો નહિ. એ સમયમાં અમે જૂની ગુજરાતી ફિલ્મો, હિન્દી ફિલ્મો અને ધાર્મિક સિરિયલોના સેટની કેસેટો 'એટલાન્ટિક વિડીયો'માંથી ખરીદ કરેલી. જેમાં મહેંદી રંગ લાગ્યો, અખંડ સૌભાગ્યવતી, જીગર અને અમી, રામાનંદ સાગરે બનાવેલ રામાયણ અને લવકુશના સંપૂર્ણ સેટ છે. ઈશ્વરની અતિ કૃપાથી અમારો બધો સંગ્રહ અત્યાર સુધી ખુબ સારી રીતે સચવાયો છે.
રાજેન્દ્રકુમાર અને ઉષા કિરણના અભિનયથી ઓપથી ગુજરાતી ફિલ્મ 'મેંદી રંગ લાગ્યો' ૧૯૬૦માં રજુ થયેલી. એ વખતે નાના મોટા શહેરોમાં ફિલ્મની પ્રિન્ટ અને પ્રોજેકટર ઓપરેટર સાથે ભાડે આપતી દુકાનો હતી. નડિયાદમાં અલંકાર ટોકીઝની સામે વિજય વોચની દુકાન પાસે ફિલ્મો ભાડે આપતી એક દુકાન હતી. એનું નામ લગભગ 'ચંદ્રેશ ફિલ્મ્સ' હતું. એ વખતે આજુબાજુના ગામડાઓમાં ગ્રામ પંચાયત ફિલ્મ અને ઓપરેટર સાથે પ્રોજેક્ટર ભાડે લાવતા. ૧૯૭૨ આસપાસ નડિયાદ પાસેના ગામમાં 'મેંદી રંગ લાગ્યો' ફિલ્મ જોયેલી.
૧૯૯૨ આસપાસ મેં ખરીદેલ 'મેંદી રંગ લાગ્યો'ની વિડીયો કેસેટ એક મિત્રને ૧૯૯૮ આસપાસ આપેલી. સમય જતા એ મિત્રના કોઈ વાવડ નહોતા. એટલે આ ફિલ્મની રીલ અગર વીડિયો કેસેટ અગર ડીવીડી ખરીદવા માટે પ્રયત્ન કર્યો. ઓન લાઈન ઈબે ઉપર એક જણ પાસે એની છેલ્લી ડીવીડી હતી એને ખરીદી લીધી. આ ફિલ્મ યુ ટ્યુબમાં કોઈએ નથી મૂકી. એટલે વિશ્વમાં વસતા સૌ ગુજરાતીઓ માટે આ ફિલ્મને ગ્લોબલ ગુલાલ કરીને અપલોડ કરીયે છીએ.
આ અમારો ધંધો નથી, એમાંથી અમને કોઈ નાણાંકીય વળતર નથી કે એની અપેક્ષા પણ નથી. અમે આ કાર્ય પાછળ કેટલી મહેનત અને કેટલો કિંમતી સમય આપ્યો તેની એક ઝલક ઉપર સૌ વિચાર કરે.
જીવનમાં પરમ શાંતિ, સફળતા, સંતોષ, સાચું સુખ પ્રાપ્ત કરવા સદાચારી બનવું અતિ જરૂરી છે. પૈસો સુખ નથી. ભ્રષ્ટાચાર દ્વારા અનીતિથી પ્રાપ્ત કરેલ આસુરી લક્ષ્મી માત્ર દુઃખ આપે છે. દરેક વ્યક્તિ જો સંપૂર્ણ નીતિ રાખીને મહેનત કરે અને કિંમતી સમય આપે તો હિંદુસ્તાન ફરીથી 'સોનેકી ચીડિયા' બને.
❤ khub khub abhaar❤❤❤❤❤❤
મને જુની ગુજરાતી મુવી બોવ પસંદ છે તો આપનો ખુબ ખુબ આભાર 🙏🏼🙏🏼
tamari aapeli mahiti kharekhar khub j gami. hu nadiad thi chhu nadiad ni tamari aapeli sachchi chhe. khub khub aabhar.
તમે નડિયાદના છો તો તમારો ફોન નંબર આપવા વિનંતી. જૂની વાતો કરીશું. તમારો નંબર ગુપ્ત રહેશે. હજી હમણાં દોઢેક મહિના પહેલા જ અમે નડિયાદ સંતરામ મંદિરે દર્શન કરવા આવેલ. નડિયાદના ભાનુભાઇ દેસાઈ મારા અંગ્રેજીનાં શિક્ષક હતા. એમનું રહેઠાણ સ્વિમિંગ પુલ પાસે નીચે ઢાળમાં ચાલીને દેસાઈ વગામાં જઈએ ત્યાં છે.
૧૯૭0માં તે અમને અંગ્રેજી ભણાવતા. એવું શ્રેષ્ઠ અંગ્રેજી ભણાવનાર કોઈ શિક્ષક મેં જોયા નથી. એમને સ્પેશ્યલી મળવા માટે અને પગે લાગવા માટે અંદાજે દસેક વર્ષ પહેલા એમના ઘરે ગયેલો. નડિયાદના ક્રિકેટર પ્રવીણ દેસાઈને કોલેજના ગ્રાઉંડમાં ક્રિકેટમાં એચ. એલ.કોમર્સ કોલેજ સામે સદી મારતા અને ઉત્તરસંડાના નૈનેશ અમીનને વિકેટો લેતા જોયા છે. આઈ.વી પટેલ કોમર્સ કોલેજના શરદ મહેતા અમારા પ્રિન્સિપાલ હતા. આ બધા હયાત હશે કે કેમ તે તો ભગવાન જાણે.
નડિયાદમાં એ વખતે પ્રથમ પાંચ ટોકીઝો હતી. ગ્લોબ, અલકા, લક્ષ્મી, પ્રભાત અને અલંકાર. પાછળથી ગરનાળા પાસે વૈશાલી, ડાકોર રોડ ઉપર શીતલ, આઈસ ફેક્ટરી પાસે પારસ અને સ્ટેશન પાછળ સાજન ટોકીઝો બની. ગ્લોબ હજી ચાલુ છે. બાકીની બધી બંધ.
સાહેબજી,
તમારી અમૂલ્ય મહેનત થી આપણો જળવાઇ રહેલો વારસો મળ્યો છે
આભાર માનીએ એટલો ઓછો છે
🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤ khub khub abhaar tamara jeva gujarati ma tega garv che
usha kiran my favorite all time indian actor.
waah, shun sundar classic film. Thank you bhai.
Sachi vat bhai, apne gujrati..👌👌
Mehndi Rang Lagyo Film aur Rajendra kumar, and Usha Kiran Role aur Love Is Superb. Title Geet is Very Very Nice.
Thank you for uploading the movie
ખૂબ જ સરસ મૂવી છે, કોકીલ કંઠીનાં હલકદાર,મધુરા ગીતમાં ઢોલ, નગારાં, શરણાઇ અને મંજીરા સાથેનો કલાસિકલ ગરબો માણી ખૂબ જ આનંદ થયો પરંતુ સંપૂર્ણ મૂવી જોવા ન મળ્યું તેનો ખૂબ અફસોસ થયો. આશા રાખું કે અપેક્ષા પૂર્ણ કરવા અવશ્ય પ્રયત્ન કરશો, ધન્યવાદ અને આભાર.
Description vachyu. tamari mehnat ne salam.
મીત્રો ખુબ ખુબ આભાર તમારી માત્રૃભાષા પ્રત્યેની લાગણી માટે
Sanjiv kumar abhinit film
Mare javu pele par uplod krone.
Good work
ખુબ ખુબ આભાર
RAJENDRA KUMAR GUJARATI MOVIE IS UNIQUE AND SUPERB. I REALLY ENJOYED IT. BUT SORRY TO SAY THE MOVIE WAS NOT COMPLETED. SO KINDLY UPLOAD THE FULL MOVIE. THANKS. I REALLY LOVE ❤️ GUJARATHI MOVIES
th-cam.com/video/zQG-kf9ZRzA/w-d-xo.html
Please click on the above link. We spent a lot of time to upload full movie. In original DVD, for some technical reasons, the movie was stuck at one scene. So we had to separate both segments and then rejoined them. Spent days to create full movie.
The link is not clicking@@gujaratisangeet4996
Very very nice 👍👍👍 movie🎥🎥🎥🎥🎥👍👍👍👍
😎