ભાગ 2 | ભાભારામ નો જન્મ | Bhabharam subodh | Manubhai | Satpanth Satsang

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
  • સંત ભાભારામનો જન્મ ગુજરાતના ચીલોતર ના વસો ગામમાં એક શ્રીમંત પાટીદાર પરિવારમાં થયો હતો. તેમના પિતા કેશવદાસ શંકર અને માતા ગંગામા ખૂબ જ ધર્મપ્રેમી અને દાનશીલ વ્યક્તિઓ હતા. લાંબા સમય પછી ભાભારામનો જન્મ થતાં તેઓએ ખૂબ દાન-ધર્મ કર્યું. એક જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી કે ભાભારામના જીવનમાં ધર્મનો વિશેષ મહિમા રહેશે અને તેઓ એક મહાન સંતના સાથી બનીશે, જે અંતે ઈમામશાહ બાવા સાહેબ રહ્યા.
    ભાભારામ વિદ્યાર્થી તરીકે તેજસ્વી અને શિસ્તબદ્ધ હતા. તેઓ રોજ ધાર્મિક આરાધના કરતાં. તેમનાં શૈક્ષણિક જીવન દરમિયાન તેમની માતાનું અવસાન થયું. પછી તેમના પિતાએ ભાભારામનું લગ્ન કરાવ્યું, પરંતુ થોડા સમય પછી પિતાનું પણ અવસાન થયું.
    એક દિવસ માર્ગમાં ભાભારામની મુલાકાત નાયાકાકા સાથે થાય છે, જે ઈમામશાહ બાવાના શિષ્ય હતા. ભાભારામ તે સમયે નાયાકાકા અને ઈમામશાહ બાવા વિશે અજાણ હતા, પરંતુ આંતરિક તત્વે નાયાકાકા સાથે વાત કરવાની પ્રબળ ઈચ્છા થવા લાગી. આ મુલાકાત બાદ ભાભારામ વધુ જાણવાની ઈચ્છા સાથે નાયાકાકાના ઘેર ગયા.
    આભાગમાં અહીં સુધીની વાર્તા છે. આગળના ભાગમાં ભાભારામના આત્મબોધ અને સત્યગુરુની ઓળખ વિશે જાણીશું.
    “શ્રદ્ધા અને સમર્પણ એ જ સત્ ગુરુ સુધી પહોંચવાનો સાચો માર્ગ છે.”

ความคิดเห็น • 2