ગોકુળમાં આંબા ને આંબલી રે. મથુરા મા વળતી આવે છાય ((કીર્તન નીચે લખેલ છે)) લાઈક કરો શેર કરો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024
  • 🌷 geet nu lyrics 🌷
    ગોકુળમાં આંબાને આંબલી રે,
    મથુરામાં આવે વળતી છાય, રાધાજી ની ચુંદડી રે.
    વાસુદેવે ચુંદડિયું ઓરીયુ રે,
    લઈ ચાલ્યા ભ્રકુભાણને ઘેર,રાધાજી ની ચુંદડી રે.
    વાસુદેવે શ્રીફળ સાકર ઓરીયા રે,
    લઈ ચાલ્યા બરસાના મોજાર,રાધાજી ની ચુંદડી રે.
    દેવકીજી એ કોરા કંકુ ઓરીયા રે,
    રંગા છે રાધાજી ના હોઠ,રાધાજી ની ચુંદડી રે.
    જશોદા એ હાર હાસડી ઓરીયા રે,
    શણગારે રાધાજી ને શણગાર,રાધાજી ની ચુંદડી રે.
    બળભદ્રે બળદ શણગારીયા રે,
    અક્રૂરે શણગાર્યા છે રથ,રાધાજી ની ચુંદડી રે.
    ગોકુળ નો રાજા ચાલ્યા પરણવા રે,
    સુભદ્રા ને હરખ નો માય,રાધાજી ની ચુંદડી રે.
    પરણે છે રાધા ને કાન,રાધાજી ની ચુંદડી રે.
    પરણીને કાન કુંવર આવ્યા રે,
    માતાજી એ મોતીડે વધાવ્યા રે,રાધાજી ની ચુંદડી રે.
    ગોકુળમાં આંબાને આંબલી રે,
    મથુરામાં આવે વળતી છાય, રાધાજી ની ચુંદડી રે.
    🌷🌷🌷🌷🌷🌷

ความคิดเห็น • 1