Maulana Waliullah Sayeedi Falahi | Presidential speech | Majlise ulma Gujarat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024
  • અહમદાબાદ, તારીખ ૨૯ ઓકટોબર ૨૦૨૩ રવિવારના રોજ, સુફ્ફા હોલ, જુહાપુરા ખાતે મજલિસે ઉલ્મા, ગુજરાતનો એક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત કારી અશ્ફાકની તિલાવતે કુઆર્નથી કરવામાં આવી. ડોક્ટર સલીમ પટીવાલા (પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત)ના પ્રારંભિક પ્રવચન પછી મૌલાના અબ્દુર્રશીદ કાસમી(રિસર્ચ સ્કોલર, ઇસ્લામિક ફિકહ એકેડમી ઇન્ડિયા)એ ઉલમાની સામાજિક સુસંગતા પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સમાજનું નેતૃત્વ કરવા માટે ઉલ્માઓએ પોતાની અંદર ક્ષમતા કેળવવી પડશે. ત્યાર બાદ મૌલાના અબ્દુર્રહમાન ફલાહીએ મદરેસાના વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રોમાં કેરિયરની તક ઉપર પ્રેઝન્ટેશન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે યોગ્ય માર્ગદર્શનના અભાવે ઘણાં બધા બુદ્ધિશાળી વિદ્યાર્થીઓનું કેરિયર ઝાખું પડી જાય છે. તેમના પછી આઈ. ટી નિષ્ણાંત અઝહરુદ્દીન શેખે સોશ્યલ મીડિયાના અસરકારક ઉપયોગ ઉપર સરસ રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉલમા આધુનિક સાધનોનો ઉપયોગ કરે તો આવક પણ વધારી શકે અને સુધારણાનું કાર્ય પણ સારી રીતે કરી શકે. ત્યારબાદ મૌલાના ઉમર આબેદીન (ડેપ્યુટી ડાયરેક્ટર, અલ મહદુલ આલી અલ ઇસ્લામી હૈદરાબાદ)એ વર્તમાન પસ્થિતિમાં ઉલમાની જવાબદારી ઉપર વક્તવ્ય આપતાં જણાવ્યું કે ઉલમાને પોતાની અસરકારક ભૂમિકા ભજવવા આધુનિક જ્ઞાન અને વિચારધારાઓની વિસ્તૃત જાણકારી પણ પ્રાપ્ત કરવી પડશે. ત્યાર બાદ મુફ્‌તી શફી આલમ સાહિલ (સદર, મર્કઝી તંઝીમ અહલેસુન્નત વલ જમાઅત, અહમદાબાદ-પૂર્વ) “મુસ્લિમ સમાજના વિકાસમાં મસ્જિદની ભૂમિકા” ઉપર માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે મસ્જિદો માત્ર ઇબાદતની જગ્યા નથી બલ્કે સમુદાયના શિક્ષણ-પ્રશિક્ષણના કેન્દ્ર હોવા જોઈએ. જ્યાં વિવિધ પ્રકારની સહૂલતો પણ આપી શકાય.
    અંતમાં પ્રમુખીય પ્રવચન આપતા જનાબ વલીઉલ્લાહ સઈદી ફલાહી સાહબ (ઉપ પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ)એ જણાવ્યું હતું કે જમાઅત હમેશાં મુસલમાનોને એક ધ્યેય સાથે કામ કરવા માટે સંગઠિત કરવાના પ્રયત્નો કરી રહી છે. આપે કહ્યું કે આપણે પોતાના મસ્લક ઉપર રહી પરસ્પર સહકાર સાથે કાર્ય કરી શકીએ છીએ. શકીલ અહમદ રાજપૂત (કન્વીનર, મજલિસે ઉલમા, ગુજરાત)એ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મૌલાના બશીર કાસમીએ સુંદર રીતે કર્યું હતું. કાર્યક્રમમાં આશરે ૮૦ ઉલેમાઓએ હાજરી આપી હતી.

ความคิดเห็น • 11