Varudi Mata Temple-Bela

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • Varudi Mata Temple Bela Kutch વરુડી માં મંદિર, બેલા કચ્છ કુલડીમાં કટક જમાડે માતા વરુડી
    સિંધના સીમાડાએ વરૂડીમાતાનું મંદિર...
    ગામ. બેલા તા. રાપર જી.કચ્છમાં.
    આ જગ્યાએ રા'નવઘણના લશ્કરને માતાજીએ માટીના એક વાસણમાં જમવાનું પુરુ પાડયું હતું તે જગ્યાનું મંદિર
    અહીંથી આગળ દરિયાની ખાડી અને પછી સામે કાંઠેથી સિંધ શરુ થઈ જાય.
    માટીના વાસણમાં લશ્કર જમ્યુ તે વાસણ પથ્થર સ્વરૂપે મંદિરમાં છે.
    પથ્થર ઉપાડી મંદિરને પરિક્રમા કરવી એ અતિ પવિત્ર છે.
    જાહલમાતા સિંધમાં ગયા તે સમયે સિંધમાં છાશના સાત પ્રકાર હતા.
    સાત પ્રકાર ની છાશના ગુણોધર્મો, ઉંઘ ઘેન ચડાવવાવાળી, ધીમુ ઝેર ચડાવવાવાળી, શુરાતન ચડાવવાવાળી હતી. જેવું કામ તેવા પ્રકારની છાશનો ઉપયોગ થતો.
    સાત પ્રકારની છાશનાં નામો:
    1 મુંધ,
    2 ગિડણ,
    3 લીલાગર,
    4 નિંધર,
    5 આપલ,
    6 દેપલ,
    7 પલપલ .
    જય માતાજી ..
    જાહલ ની ચીઠ્ઠી (ભાગઃ૧)
    કાબલિયા નજરું કરે, મુંગલ ને મિયાં,
    અહરાણ ઉર પિયાં, નવઘણ નીકળાયે નહિ.
    મારા ઉપર આજે કાબુલી, મોગલો અને મુસલમાન મિયાંઓની મેલી નજર પડી છે, એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે. મારાથી બહાર નીકળાય તેમ નથી રહ્યું. કારણ કે,
    નહિ મોસાળે માવલો, નહિ માડીજાયો વીર,
    સંધમાં રોકી સુમરે, હાલવા નો દે હમીર.
    મને સિંધના મુસલમાન રાજા હમીર સુમરાએ અહિ રોકી રાખી છે. હાલવા નથી દેતો. એની દાનત કૂડી છે, ને હું આજ અસહાય છું, કેમ કે મારે નથી મોસાળમાં વહાલો ( મામો ) કે નથી મારે માનો જણ્યો ભાઈ, એટલે જ મારી આ ગતિ ને !
    ~સૌરાષ્ટ્રની રસધાર
    આપણુ સૌરાષ્ટ્ર અદભુત ઇતિહાસકથાઓ અને તેમને સંબધીત સાહિત્ય થી તરબર છે. આપણે ચુડાસમા રાજવી નવઘણની વાત વાંચી જ હશે જેમા કેવી રીતે આહિર એક બાળ રાજવી ની સહાય કરે છે તેના પાલક બને છે અને તેનુ પૈતૃક રાજ પાછુ અપાવે છે અને જે આહિરાણીએ તેની એક દિકરી ના દુધ નો ભાગ નવઘણ ને આપી મોટો કરે છે. રાજબાળ તો આહિર ને આંગણે જીવીત છે તેવી બાતમી મળતા એક કઠોર પરિક્ષા વચ્ચે આ આહિર પરિવાર પોતાના પુત્ર વહાણ નુ બલિદાન આપી નવઘણ ને સુરક્ષીત કરે છે અને નવઘણ યુવાન થતા તેને રાજ પાછુ અપાવે છે.
    હવે જ્યારે કારમા દુષ્કાળ ના ઓછાયામાં મુંગા પશુઓ ની વાંઢ સાથે સોરઠ ના લોકો ગુજરાત, સિંધ, માળવા વગેરે સ્થળો એ હિજરત કરતા હોય છે તેમા આહિરાણી જાહલ અને તેનો પતી સિંધ ની ભુમી નો આશ્રય લે છે નવઘણ ના આશ્રયદાતા અને દુધ બહેન હોવા છતા નવઘણ પાસે કશુ લીધુ નહિ આ એ સમય ની ખાનદાની નહિ તો નવઘણ ના ખજાને પણ કોઇ ખોટ હતી નહિ અને આવાજ માણસો આશરા ધર્મ નીભાવી જાણે જેને મન માયા અને માટી એક જ હોય.
    ખેર, જ્યારે વિધર્મી સુમરા રાજવી અણછાજતી માંગણી મુકે છે ત્યારે સતી જાહલે પોતાના પતી ને નવઘણ ની સહાય લેવા નો સંદેશો મોકલ્યો અને નવઘણ ની ફૌજ જુનાગઢ થી સિંધ તરફ કુચ કરી ગઇ રસ્તામાં આઇ વરુડી ના આશીષ મળ્યા અને સતી જાહલ ને કેદ મુક્ત કર્યા.
    ॥ જાહલની ચીઠ્ઠી ॥
    રચિયતા: ગીગા બાપુ કુંચાળા
    સૌજન્યઃ કવિ ચમનભાઇ
    તરકાણકું નૃપ નજર તાકી વચન તો કફરાં વદે,
    જુલ્મીના સાંભળી બોલ જાહલ રાંક ઉથડકી રદે,
    આહિર બાળા એકલી મુરઝાય છે મારી મતી,
    નરપતી સોરઠ તણા નવઘણ ભેર કરજે ભુપતી . ॥૧॥
    વિદેશમાં નંઈ કોઈ બેલી ગાઉં દુઃખ ક્યાં જઈ ગણી,
    અવલોકતાં છે આભ ઉંચો ધર નીચી ગરવા ધણી,
    છે ભર્યા આડા સાત સાયર ગહન જ્યાં જળની ગતી,
    નરપતી સોરઠ તણા નવઘણ ભેર કરજે ભુપતી . ॥૨॥
    કાગદ અમાણો કંથ લઈને બિપતે કાસદ બણી,
    આવ્યો સંદેશો આપવા જે ભ્રાત વહાણા તું ભણી,
    આંશુ ટપકતાં લખ્યો છે અવલોકજે તું અધિપતી,
    નરપતી સોરઠ તણા નવઘણ ભેર કરજે ભુપતી. ॥૩॥
    વધ જાણ હું લખતી નથી નરપતી સમરણ નો'ય તો,
    દેવાત બોદડ તણી દિલમાં હજુ યાદી હોયતો,
    બાપુ પટાધર તણી બેટી ધિરજ તજીને ધૃજતી,
    નરપતી સોરઠ તણા નવઘણ ભેર કરજે ભુપતી. ॥૪॥
    ઉગો સહોદર ભ્રાત અમણો હણ્યો તવ કારણ હસી,
    જનનીએ નેત્ર કચડ્યાં કામણે કમ્મર કસી,
    તરછોડી થાનોલા થકી તને સ્તનપાન કરાવતી,
    નરપતી સોરઠ તણા નવઘણ ભેર કરજે ભુપતી. ॥૫॥
    મેરૂ તડો વડ તાત મારો પેટ સાયર ને પને,
    જગ બિચ કરિયો વંશ જાતો તખત બેસાર્યો તને,
    ઈ વાતના ઉપકારની તારા ચિતમાં જો સમરતી,
    નરપતી સોરઠ તણા નવઘણ ભેર કરજે ભુપતી. ॥૬॥
    મરદા મરદ એ તાત મારો ઉગ્ર જેની આક્રતી,
    રણ બિચ રીપુના રક્ત થી જે તેગ કરતો તરપતી,
    એ તાતની દેખો તનુજ આજ જવન પંજામાં જતી,
    નરપતી સોરઠ તણા નવઘણ ભેર કરજે ભુપતી. ॥૭॥
    અરિયાં ઉખેડણ તાત અમણો સ્વર્ગ પંથ સિધાવીયો,
    એ તાત આગળ વીર ઉગો ગહન ગામતરે ગયો,
    હવે આવતલ વા'રે અંગત હું નજર થી નથી નરખતી,
    નરપતી સોરઠ તણા નવઘણ ભેર કરજે ભુપતી. ॥૮॥
    દિન એક તું મમ તાત દ્વારે બેન કહીને બોલાવતો,
    મમ લગ્નને દિન માંડવે મારો ભાઈ થઈ તું મા'લતો,
    દિધેલ મુજને બોલ તેદિ' યાદ કરીલે અધિપતી,
    નરપતી સોરઠ તણા નવઘણ ભેર કરજે ભુપતી. ॥૯॥
    અવધ મહિના તીનની મેં સંધ મહિપતને કરી,
    અવધી જો વીતી જાય તો તું જાણજે જાહલ મરી,
    પાપ ને અપકિર્તી ઉભય છે તને જો છત્રપતી,
    નરપતી સોરઠ તણા નવઘણ ભેર કરજે ભુપતી. ॥૧૦॥
    ( તળપદી ગાંમઠી બોલીથી દુર રહેલા યુવાનો માટે ટીપ્પણી )
    તરકાણ - તુર્ક, મલેચ્છ, મુસલમાન .
    કાસદ - ખેપિયો, સંદેશવાહક , મેંસેન્જર.
    અવલોકજે - ઉકેલજે, સમજજે, વાંચજે.
    નો'ય - નહોય .
    અમણું , અમણો - અમારો કે અમારૂં . ચારણી શબ્દ છે.
    તખત - તખ્ત. અહીં ગાદી.
    સમરતી - સ્મૃતી, યાદી, સ્મરણ.
    જવન - યવન, મલેચ્છ, તુર્ક .
    ગામતરે જવું - સ્વર્ગવાસ થવો , આજે પણ ગામડા મા કોઈને પૂંછો કે 'ક્યાં જાય છે ?' તો બહારગામ કે મહેમાનગતીએ અથવા તો ગામ જાય છે, એમ કહેશે. 'ગામતરે જાય છે' નહીં કહે. મરણ પામે એટલે 'મોટું ગામતરૂં' કહેવાય છે.
    આક્રતી - આકૃતી , આ શબ્દ દ્વારા રણયોદ્ધા તરીકે દેવાત નુ ચિત્રણ થયું છે.
    તરપતી - તૃપતી, ધરાયેલી. અહીં દેવાત દુશ્મનો ના લોહી થી તરવાર તૃપ્ત કરતો એમ કહેવાયું છે.
    અવધ કે અવધી - મુદત, વાયદો.
    ઉભય - બે . ઉભય એ સંસ્કૃત શબ્દ છે

ความคิดเห็น • 25

  • @natvarsuthar1385
    @natvarsuthar1385 9 หลายเดือนก่อน +2

    🙏💐 જય મારી તારણહાર જગ દેવી બેલા વાળી વરૂડી દયા કરજે 💐🙏

  • @devrajbari1663
    @devrajbari1663 9 หลายเดือนก่อน +1

    આઇ શ્રી વરૂડી માં સદા સહાયતે

  • @RameshRajput-sd6ms
    @RameshRajput-sd6ms 9 หลายเดือนก่อน +1

    જય વરૂડી માં ❤

  • @ranajaypalsinhranachandraj444
    @ranajaypalsinhranachandraj444 ปีที่แล้ว +2

    Jay mataji 🙏🙏🙏

  • @pujaravikramkumarvijaybhai9935
    @pujaravikramkumarvijaybhai9935 2 หลายเดือนก่อน +1

    Aai shree varudi MAA ❣️🙏❣️🚩

  • @karaanpatel6986
    @karaanpatel6986 11 หลายเดือนก่อน +1

    Jay varudi mataji

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 4 หลายเดือนก่อน +1

    Aai Shree Varudi Maa
    Jay Bhagavan

  • @explorewith2d
    @explorewith2d 2 ปีที่แล้ว +1

    સરસ

  • @GhansyamPrajapati-mr6cg
    @GhansyamPrajapati-mr6cg 4 หลายเดือนก่อน +1

    Maru gam bela Jay mataji

  • @GhansyamPrajapati-mr6cg
    @GhansyamPrajapati-mr6cg 4 หลายเดือนก่อน +1

    Jay varudimataji🙏

  • @devrajparmar3961
    @devrajparmar3961 9 หลายเดือนก่อน

    જય માં વરૂડી 🙏🚩

  • @dilipsinh5380
    @dilipsinh5380 7 หลายเดือนก่อน +2

    JAI SHRI VARUDIMATAJI NI JAY HO THHAKUR SAHEB DILIPSINHJI VAGHELA JATAWADA 🎉 RATANSINHJI NA KUWAR JATAWADA WAGAD KACHH TALUKO : RAPAR ( KACHH) GUJRATMA 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉DILIPSINHJI VAGHELA BHAVNAGAR GUJARAT SE 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @maheshdabhi1826
    @maheshdabhi1826 3 ปีที่แล้ว +3

    Jay varudi ma na ashirvad

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz 11 หลายเดือนก่อน +1

    આ અમારું ગામ છે

    • @JADEJA977
      @JADEJA977 หลายเดือนก่อน

      આમાં સાથે કેટલા માતાજી બીરાજમાન છે એ આપ જણાવોને

  • @VIRAM_RABARI_9603
    @VIRAM_RABARI_9603 2 ปีที่แล้ว +1

    Maru rudu rupadu gamdu bella

  • @mayurbharvad100
    @mayurbharvad100 2 ปีที่แล้ว +1

    👍🙏🙏🙏🙏🙏

  • @AB_Senior
    @AB_Senior 3 ปีที่แล้ว +2

    Mind blowing video

  • @yuvrajsinhvaghela568
    @yuvrajsinhvaghela568 3 ปีที่แล้ว +2

    Super video

  • @yuvrajsinhvaghela568
    @yuvrajsinhvaghela568 3 ปีที่แล้ว +2

    Nice video

  • @proud2Bgujarati.vasantteraiya
    @proud2Bgujarati.vasantteraiya  หลายเดือนก่อน

    ગુજરાતી ફિલ્મના શુટિંગમાં થયો હતો ચમત્કાર! એક ચકલીને જોવા થિયેટર ખીચોખીચ ભરાઈ જતા
    dhunt.in/VUKPf
    By Zee News ગુજરાતી via Dailyhunt

  • @VIRAM_RABARI_9603
    @VIRAM_RABARI_9603 2 ปีที่แล้ว +1

    jay varudi maa bella

  • @SUVAIHIGHSCHOOLEDUCATIONAL
    @SUVAIHIGHSCHOOLEDUCATIONAL 3 ปีที่แล้ว +2

    nice