ચાલો, જીવનનાં એક પાવન સફરે.. અમારી સાથે..♥️

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • ચાલો, એક પાવન સફરે..
    અમારી સાથે..♥️
    “૨૩ જૂન ૨૦૨૪”
    પ્રમીતનાં જીવનનો એક ઉત્તમ દિવસ..
    એ અણમૂલા દિવસની ઝાંકીનો લગભગ ૨૭ મિનિટનો વિડીયો share કરું છું અહીંયા.. માણજો સફર અમારી સાથે ફૂરસદથી..♥️
    પણ એ પહેલાં
    મારે જણાવવી છે કેટલીક ખાસ વાતો..
    લગભગ વરસ પહેલાં એક પારિવારિક પ્રસંગે પ્રથમવાર શ્રીશક્રસ્તવ અભિષેકમાં જવાનું થયું.. પરમાત્માનું મનડું મોહી લેતું રુપ એટલું આકર્ષક હતું કે જીવનમાં એકવાર સંપૂર્ણ ભાવથી રંગેચંગે આ અભિષેક કરાવવાનો દ્રઢ નિશ્ચય ત્યાં જ કરી લીધો.. દરેક ઈચ્છાની જેમ જ આ વખતે પણ ઈશ્વરે બહુ જ જલ્દી આ અવસર મને આપ્યો.. એક કારણ મળતાં જ લગભગ ત્રણેક મહિના પહેલાં મેં પ્રતીકને મારી ઈચ્છા જણાવી.. અને હંમેશા મારી ખુશીમાં જ પોતાની ખુશી ભેળવી દેતાં મારાં પતિદેવે પોતાની સંમતિ પણ દર્શાવી.. of course એ શરત સાથે જ કે તૈયારીઓનાં ચક્કરમાં મારું ક્લીનીક, એમની ઓફિસ કે ઢીંગલીઓનું ભણતર એક દિવસ એક કલાક માટે પણ ના ખોરવાવું જોઈએ..! અને આમ થઈ એક સપનાની વાવણી..
    પણ હવે ??
    રંગેચંગે અનોખી રીતે પ્રસંગ કરવો છે, ઈશ્વરનાં સાક્ષાતકારની અનુભૂતિ કરવી છે એવો નિર્ણય તો લેવાયો પણ ક્યાં શું કેવી રીતે કરવું કંઈ જ ખબર નહીં..! વળી એકલાં એકલાં મર્યાદિત સમય સાથે, રુટિન બિલકુલ ખોરવ્યાં વગર તો કેવી રીતે આગળ વધવું!!!
    પણ કહેવાય છે ને કે “The secret to success is the people who support your dreams”..
    બસ, મને પણ મારાં સ્નેહવર્તુળમાં આ secret જડી ગયું.. અને આ સપનું સાકાર થયું આવાં જ કેટલાંક સ્નેહીઓનાં સંગાથથી.. તૈયારીઓનાં છેલ્લાં ત્રણ મહિનામાં એમનો સહયોગ મારાં અને પ્રતીક માટે એટલો મહત્વનો હતો કે જાહેરમાં એમનો આભાર માનીએ એટલો ઓછો છે..
    આખી આ ઉજવણીમાં પાયાનું planning જેમનું હતું, જે બહારથી કઠણ અને અંદરથી નખશીખ પ્રેમાળ છે એવાં મારાં મમ્મી મલ્લિકાબેન નો ખૂબ ખૂબ આભાર..
    દરેક નિર્ણયમાં સાથે જ કદમ મીલાવીને ચાલનાર અને problems હું જેવાં બોલું કે તરત જ એનાં solutions શોધી કાઢનાર દંપતિ વૈભવી અને નિકેતકુમાર ને પણ ધન્યવાદ..
    મારાં મનમાં ચાલતાં વિચારોનું હંમેશા સરળ સમાધાન આપનારાં, માત્ર આત્મીયતાનાં સંબંધે જોડાયેલાં સ્નેહી મિત્રો લોપાબેન અને હિરેનભાઈ નો પણ હ્રદયથી આભાર..
    તો વળી દૂર સુરતમાં રહીને પણ મને શક્ય એટલી વધુ મદદ પહોંચાડનાર મારાં મામા દક્ષેશભાઈ અને મારાં માટે ભર તડકામાં પણ ધરમધક્કા ખાનાર સ્નેહીમિત્ર અલ્પાબેન નો પણ ઘણો ઘણો આભાર..
    આ સિવાય પ્રસંગને લઈને ઉદ્ભવતાં દરેક પ્રશ્નોનું શાસ્ત્રોક્ત સમાધાન કરી માર્ગદર્શન આપનાર હિતેશભાઈ તથા જયેશભાઈ નો પણ ખૂબ આભાર..
    વધુમાં, રવિવારની વહેલી સવાર હોવાં છતાં પથારી છોડીને સ્નેહભાવથી અમારું આમંત્રણ સ્વીકારીને આવનાર દરેક અતિથિ નો પણ ખૂબ આભાર..
    અને અંતે,
    જેમની હાજરીથી જેમનાં સાક્ષાત્કારથી આખી ઉજવણી ખરેખરી આજીવનની યાદગીરી બની એ પરમાત્મા નો કોટિ કોટિ વંદન સહિત આભાર..🙏

ความคิดเห็น • 2

  • @ManishaShah-r1r
    @ManishaShah-r1r 3 หลายเดือนก่อน +1

    ❤❤

  • @naynamehta3316
    @naynamehta3316 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤