કુતિયાણા માં બેન્ક કર્મચારી પર હુમલો કરનારને પોલીસે ભણાવ્યા કાયદા ના પાઠ
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- કુતિયાણામાં બેન્કના કલાર્ક પર હુમલો કરી બે શખ્સો એ ફરજ માં રુકાવટ કર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એક શખ્સ ને ઝડપી લઇ કાયદા નું ભાન કરાવ્યું હતું
મૂળ રાજસ્થાનના સરદારપુરાવાસમાં તથા હાલ પોરબંદરના કમલાબાગ પાસે આવેલ શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા અને કુતિયાણાની એસ.બી.આઈ. બેન્કમાં છેલ્લા એક વર્ષથી એસોસીએટ કલાર્ક તરીકે ફરજ બજાવતા યોગેશ ઇન્દ્રરાજ પરીક ગત સોમવારે બેન્ક ખાતે નોકરી ઉપર હતા ત્યારે એકાદ વાગ્યા આસપાસ તેના કાઉન્ટર ઉપર ટ્રાફિક હતો અને એક શખ્સ આડેથી આવી ને પોતાને આર.ટી.જી.એસ. કરવાનું હોવાનું કહેતા યોગેશે ‘તમે લાઈનમાં ઉભા રહો તમારો વારો આવશે ત્યારે તમારુ કામ થઇ જશે “તેમ કહેતા તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને 'મારુ કરન્ટ એકાઉન્ટ છે અને મારુ કામ થવુ જ જોઇએ' તેમ કહી બોલાચાલી કરવા લાગ્યો હતો આથી બાજુના કાઉન્ટર ઉપર ફરજ બજાવી રહેલ કર્મચારી તેને સમજાવીને પોતાના કાઉન્ટર ઉપર લઇ ગયો હતો અને થોડીવાર બાદ તેનુ કામ પૂર્ણ થતા તે શખ્સે યોગેશને મોબાઇલ નંબર આપી ફ્રી થઈને ફોન કરવાનું કહી ત્યાંથી જતો રહ્યો હતો.યોગેશે અન્ય કર્મચારી ને એ શખ્સ વિષે પૂછતા તે રાજ ગાંગા ઓડેદરા હોવાનુ જણાવ્યુ હતુ બપોર પછી સાડા ચાર વાગ્યે યોગેશ ફ્રી થઈ જતા રાજને મોબાઈલ કરીને ‘મારે તમને હેરાન કરવાનો કોઇ ઇરાદો ન હતો. પરંતુ મારા કાઉન્ટર ઉપર ટ્રાફિક હતો એટલે તમને લાઈનમાં ઉભવાનું કહ્યુ હતુ.' તેમ કહેતા તે શખ્શે મહેર સમાજ પાસે તેને બોલાવ્યો હતો પરંતુ યોગેશે જવાનો ઇન્કાર કરતા તે શખ્શ અન્ય શખ્સ ને સાથે રાખી બેંક ની બહાર આવ્યો હતો અને યોગેશ ને બહાર બોલાવી બન્ને શખ્સો બોલાચાલી કરીને ગાળો બોલવા લાગતા યોગેશે તેને ગાળો આપવાની ના પાડતા રાજ સાથે આવેલા સખ્શે યોગેશને પકડી રાખ્યો હતો અને રાજે તેને ઢીકાપાટુનો માર માર્યો હતો તે દરમ્યાન દેકારો થતા બેન્કના કર્મચારી અને સીકયુરીટી ગાર્ડ ત્યાં આવી ગયા હતા.આથી એ બંને શખ્સો ‘અમે બેન્કમાં આવીએ એટલે અમારુ કામ પહેલા કરી આપવાનું બાકી તું અમને બહાર મળીશ તો મારી નાખીશું' તેમ ધમકી આપી જતા રહ્યા હતા. રાજ સાથે આવેલ શખ્શ વિશાલ અરજન ગરેજા હોવાનું સામે આવતા બન્ને શખ્સો સામે ફરજ માં રુકાવટ અને હુમલા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે વિશાલ ને ઝડપી લીધો હતો અને બેંક ખાતે લઇ જઈ સમગ્ર ઘટના નું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું અને બેંક કર્મચારી ની માફી મંગાવી કાયદા નું ભાન પણ કરાવ્યું હતું તે સમયે મોટી સંખ્યા માં લોકો એકત્ર થયા હતા જો કે આ મામલે બેંક ક્લાર્ક સાથે બબાલ કરનાર મુખ્ય આરોપી રાજ ઓડેદરા હજુ પણ ફરાર હોવાથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે તે પણ ઝડપાયા બાદ પોલીસ તેની સામે પણ આ પ્રકાર ની જ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે
Bank vara no j vank hoy se kam hav dhire dhire kare se gme atli trafic hoy to pan pasi to manas ne khij sade ne aa badha bank vara aava j hoy se aadsu hoy se
આ ભાઇ ને ડાબા પગમા પોલીયો હોઇ તેથી લંગડાતો ચાલે છે કે શુ