ભોળાનાથ નું ભજન બહુ સરસ છે (આખું ભજન સાંભળજો નીચે આખું ભજન લખેલું છે) like share & subscribe
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- #gokul #gopimandal #madhav #gopi #bhajans #dhun #gopal #kanudo #kirtan #krishna # mahadev #ભોળાનાથ #ભક્તિ #ગણેશ #કાર્તિક #શિવ #અવતાર #તારકાસુર #ભૂમિ #નવખંડ #રામ લક્ષ્મણ #દશરથ #રાવણ #બલરામ #વાસુદેવ #રામદેવ #વિરમદેવ #અજમલ
.
.
.
.
.
.
ભજી લ્યો ભજી લ્યો ભોળાનાથ, ભક્તિ કરવા જેવી છે
ગણેશ કાર્તિક બંને ભાઈઓ (૨)
લીધો એને શિવજી ઘરે અવતાર, ભક્તિ કરવા જેવી છે
કાર્તિક અવતારમાં તારકાસુર ને માર્યો
ઉતાર્યો ભૂમિ કેરો ભાર, ભક્તિ કરવા જેવી છે
રાખ્યા એને નવખંડ માં એના નામ, ભક્તિ કરવા જેવી છે
ભજી લ્યો ભજી લ્યો......
રામ લક્ષ્મણ બંને ભાઈઓ (૨)
લીધો એને દશરથ ઘરે અવતાર, ભક્તિ કરવા જેવી છે
રામ અવતારમાં રાવણને માર્યો
ઉતાર્યો ભૂમિ કેરો ભાર, ભક્તિ કરવા જેવી છે
રાખ્યા એને નવખંડ માં એના નામ, ભક્તિ કરવા જેવી છે
ભજી લ્યો ભજી લ્યો......
કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ (૨)
લીધો એને વાસુદેવ ઘરે અવતાર, ભક્તિ કરવા જેવી છે
કૃષ્ણ અવતાર માં કંસ અને માર્યો
ઉતાર્યો ભૂમિ કેરો ભાર, ભક્તિ કરવા જેવી છે
રાખ્યા એને નવખંડમાં એના નામ, ભક્તિ કરવા જેવી છે
ભજી લ્યો ભજી લ્યો......
રામદેવ વિરામદેવ બંને ભાઈઓ (૨)
લીધો એને અજમલ ઘરે અવતાર, ભક્તિ કરવા જેવી છે
રામદેવ અવતારમાં ભેરવો ભંડારી
ઉતાર્યો ભૂમિ કેરો ભાર, ભક્તિ કરવા જેવી છે
રાખ્યા એને નવખંડ માં એના નામ, ભક્તિ કરવા જેવી છે
ભજી લ્યો ભજી લ્યો........