Today Breaking News 14 જુલાઈ, 2024 આજના તાજા સમાચાર ખેડુત માટે કામના સમાચાર, મોટી આગાહી જાણી લો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Today Breaking News 03 જુલાઈ 2024 આજના તાજા અને મોટા સમાચાર weather Khissu મોદી SBI Gas petrol only
    મુખ્ય સમાચાર,
    આજે હવામાન વિભાગની મોટી આગાહી, આ જીલ્લાઓમા ભારે વરસાદ પડશે. આજે હવામાન વિભાગે રાજ્યના અનેક જીલ્લાઓમા વરસાદની આગાહી કરી છે.તે મુજબ બનાસકાંઠા અને સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે.કચ્છ અને પાટણ, મહેસાણા અને સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર, દાહોદ અને છોટા ઉદેપુર, ભરૂચ અને તાપી, ડાંગ અને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ, ગાંધીનગર અને આણંદ, ખેડા અને વડોદરા, પંચમહાલ અને નર્મદા, બોટાદ, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે.
    સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં મૃત્યુઆંક સો ને પાર, મૃતકોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે.સિકંદરાઉથી એટા રોડ પર આવેલા ફુલરાઈ ગામમાં સત્સંગ સાંભળવા આવેલા હજારો લોકોના ટોળા સત્સંગ બાદ બહાર આવી રહ્યા હતા ત્યારે નાસભાગ મચી ગઈ હતી.આ નાસભાગમાં લગભગ સો લોકોના મોત થયા હોવાનું કહેવાય છે.મૃતકોમાં હાથરસ અને એટાના રહેવાસીઓ છે.મૃતકોમાં અનેક મહિલાઓ અને એક બાળક પણ સામેલ છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ જિલ્લામાં થયેલી દુર્ઘટનાની નોંધ લીધી હતી.તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
    10 હજારથી વધુ ખેડૂતોને મળશે સહાય રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચુકવવાની શરૂઆત કરી છે. સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને સહાય ચુકવશે. માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચુકવવામાં આવશે. મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું. નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1369 ખેડૂતોને સહાય ચુકવશે.
    પાંચ દિવસ સાચવજો ગુજરાતીઓ!
    ગુજરાતમાં આવનારા પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેથી ધોધમાર વરસાદ પડી શકે છે. જૂન મહિનામાં સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી તો અંબાલાલ પટેલે પણ કરી છે. સાયકલોનિક સર્કયુલેશન અને લો પ્રેશરના કારણે જુલાઈમાં અતિભારે વરસાદની આગાહી છે. 5થી 12 જુલાઈ સુધીમાં પણ ભારે વરસાદ રહી શકે છે.
    ચવાણાના પેકેટમાંથી નીકળી ગરોળી
    રાજયમાં અવારનવાર ખાણીપીણી વસ્તુઓમાંથી જીવાંત નીકળાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ હાઈવે ઉપર આવેલ રેસ્ટોરન્ટ જમાવા બેઠેલા વ્યક્તિની ગુજરાતી થાળીમાંથી વંદો નીકળ્યો હતો. ત્યારે હવે અરવલ્લીમાં એક વ્યક્તિએ ચવાણાનું પેકેટ લીધું હતું અને તેણે તે પેકેટ ખોલતા તેમાંથી મૃત ગરોળી નીકળી હતી. આ અંગે વ્યક્તિએ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ પણ કરી છે.
    ગુજરાત CMOનો ડંકો, મળ્યું ખાસ સન્માન
    ગુજરાતના CMO એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન મળ્યુ છે. 2009માં નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતી ત્યારે સૌપ્રથમ વખત ગુજરાત CMOને આ સર્ટિફિકેટ મળ્યું હતું. જે પરંપરા આજે ભુપેન્દ્ર પટેલના કાર્યકાળમાં પણ યથાવત છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને 2009થી સતત આ પ્રમાણપત્ર પ્રાપ્ત થતું આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલે CMOના કર્મચારીઓને અભિનંદન આપ્યા છે.
    રાહુલના ભાષણમાં હિંદુઓ પ્રત્યે નફરત: નડ્ડા
    ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભામાં રાહુલના હિંદુઓ અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતુ કે, રાહુલ ગાંધી સંસદમાં ખોટું બોલ્યા. તેમને ખોટા નિવેદનો આપવાની આદત છે. નડ્ડાએ કહ્યું કે, રાહુલનું ભાષણ હિંદુઓ પ્રત્યે નફરત દર્શાવે છે. તેમના નિવેદનમાં નમ્રતા નથી. હિંદુઓ સામે નફરત બંધ થવી જોઈએ. રાહુલ ગાંધીએ હિંદુઓની માફી માંગવી જોઈએ. વિપક્ષી નેતા ત્રીજી વખત નિષ્ફળ ગયા.
    #આજનાતાજાસમાચાર
    #સમાચારસવાર
    #breakingnews

ความคิดเห็น • 2