ટ્રમ્પ પર થયેલા ફાયરિંગ બાદ હવે અમેરિકામાં તેનું કયું સૌથી ભયાનક પરિણામ જોવા મળી શકે છે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • અમેરિકાનું પોલિટિક્સ હાલ એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે કે જેવું કદાચ અગાઉ ક્યારેય નહોતું બન્યું. એક તરફ ટ્રમ્પ જેવા કટ્ટર વિચારો ધરાવતા અને બેફામ જૂઠ્ઠાણા ચલાવતા નેતા છે, અને બીજી તરફ ડેમોક્રસીને ડોનાલ્ડ ટ્રમ્પથી બચાવવાની વાતો કરતા વયોવૃદ્ધ જો બાઈડન. બાઈડનને તેમની ઉંમર નડી રહી છે, જ્યારે કેટલાક અમેરિકન્સને ટ્રમ્પમાં નવી આશા દેખાઈ રહી છે. તેમાંય હવે ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના જે સમયે બની છે તેનાથી દેશની ચૂંટણી પણ પ્રભાવિત થયા વિના નહીં રહે તે વાત નક્કી છે. ખુદ ટ્રમ્પે પણ તેમનો જમણો કાન ગોળીથી વિંધાયો ત્યારબાદ પણ પૂરા જૂસ્સા સાથે ઉભા થઈને હાથની મૂઠ્ઠી વાળી આક્રમકતા સાથે પોતાના સમર્થકોને લડી લેવાનો મેસેજ આપ્યો હતો. ટ્રમ્પે પોતાના સમર્થકોને કોઈનું નામ લઈને તેની સામે ફાઈટ કરવા નહોતું કહ્યું, પરંતુ તેમનો ઈશારો કોની તરફ હતો તે બધાય જાણે છે. અમેરિકામાં ટોપ પોલિટિકલ લીડર્સ પર આ પહેલા પણ ફાયરિંગની ઘણી ઘટના બની છે, 1981માં દેશના પ્રેસિડેન્ટ રોનાલ્ડ રિગનને એક શખ્સે માત્ર લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે ગોળી મારી ત્યારે આખો દેશ રિગનની પડખે હતો.. પરંતુ ટ્રમ્પ પર થયેલા ફાયરિંગ બાદ અમેરિકાના પોલિટિક્સમાં બે અલગ વિચારસરણી ધરાવતા લોકો વચ્ચે જે ખાઈ પહેલા જ સર્જાઈ ચૂકી છે તે હવે વધુને વધુ ઘેરી બને તેવી શક્યતા છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

ความคิดเห็น • 1

  • @kachhadiyakishor8920
    @kachhadiyakishor8920 หลายเดือนก่อน +1

    Trump is always perfect person for present usa