નરસિંહ મહેતા નું જીવન ચરિત્ર|Animated biography of Narsingh Mehta in Gujarati
ฝัง
- เผยแพร่เมื่อ 9 พ.ย. 2024
- #નરસિહ મહેતા
#educational
#ગુજરાતી કવિ
#ભકત કવિ
#biography
નરસિંહ મહેતાનું બાળપણ
નરસિંહ મહેતાનો જન્મ વિક્રમ સંવંત ૧૪૬૫(ઈ.સ.1409)ની આસપાસ કાઠીયાવાડના તળાજા ગામમાં (હાલનું તળાજા,ભાવનગર) વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં એક શૈવ-પંથી પરિવારમાં થયો હતો.
તેમના પિતાનું નામ ‘કૃષ્ણદાસ’ કે ‘કૃષ્ણદામોદરદાસ મહેતા’ અને તેમની માતાનું નામ દયાકુંવરબાઈ હતું. નરસિંહ મહેતા જ્યારે પાંચ વર્ષના હતા, ત્યારે તેમના માતા-પિતાનું અવસાન થયું. બાળપણમાં જ પોતાના માતા-પિતાને ગુમાવનાર નાનકડા નરસિંહના પાલન પોષણની જવાબદારી તેમના દાદી ‘જયાગૌરીબાઇ’ કે ‘જયાકુંવરબાઇ’ સ્વીકારી. નરસિંહ મહેતાના દાદી જયાકુંવરબાઇ વૈષ્ણવ પંથી હતા. (ઇતિહાસકારો મુજબ નરસિંહ ના પિતા અને દાદા વિષ્ણુદાસ કે પુરષોતમદાસ એ શિવ પંથી હતા. નરસિંહ પર કૃષ્ણ ભક્તિના પ્રભાવનું કારણ તેમના દાદી નું પાલન પોષણ હતું.) દાદી નરસિંહને પોતાની સાથે નરસિંહના મોટા ભાઈ (નરસિંહના પિતાના મોટાભાઈ ના પુત્ર) બંસીધર ને ત્યાં જુનાગઢ લઈ આવ્યા. હવે નરસિંહ આઠ વર્ષનો થવા આવ્યો હતો, પરંતુ હજી સુધી તે કશું બોલી શકતો ન હતો. “બ્રાહ્મણનો દીકરો મૂક(મૂંગા) હોય તો પોતાનું જીવન કઈ રીતે જીવી શકશે, પોતાની આજીવિકા કેમ મેળવશે” આવા વિચારોના વંટોળથી નરસિંહના દાદી ઊંડી ચિંતામાં ડૂબી જતા. તેમને પોતાના પુત્રની આ અંતિમ નિશાની સમાન નરસિંહની ખૂબ જ ચિંતા થતી. લોકવાયકા મુજબ એકવાર જયારે બાળક નરસિંહ પોતાની દાદી સાથે ભાગવત-કથા સાંભળીને પરત ફરી રહ્યા હતા, ત્યારે એમને રસ્તામાં એક તપસ્વી સંતનો ભેટો થયો. નરસિંહના દાદીએ સંતનું અભિવાદન કરી, એ તપસ્વી સંતને બાળક નરસિંહ આઠ વર્ષનો થઇ ગયો હોવા છતાં બોલી ના શકતો હોવાની સમસ્યા વિશે જણાવ્યું. સંતે નરસિંહના નેત્રો માં દ્રષ્ટી કરી, અને નરસિંહની પાસે આવી તેના કાનમાં “રાધે ગોવિંદ” “રાધે કૃષ્ણ” ના મહામંત્રનું ઉચ્ચારણ કર્યું. નરસિંહને “રાધે ગોવિંદ” નું નામ બોલવાનું કહ્યું, ધીરે-ધીરે જોતજોતામાં તો મૂંગો બાળક નરસિંહ “રાધે ગોવિંદ” “રાધે કૃષ્ણ” નામનું રટણ કરવા લાગ્યો. આ જોઈ સહુ કોઈ ચકિત રહી ગયા અને નરસિંહના દાદીની પ્રસન્નતા નો કોઈ પર ના રહ્યો. ત્યારથી નરસિંહના જીવનમાં શ્રીકૃષ્ણની ભક્તિનો આરંભ થયો. જેણે નરસિંહ મહેતાને નરસિંહ ભગત બનાવી દીધા. બસ, હવે તો નરસિંહ દિવસ-રાત શ્રીકૃષ્ણના નામનું રટન કરે, પ્રભુની ભક્તિ કરે, અને આખો દિવસ સાધુ સંતો ના સાનિધ્યમાં એમની સેવા ચાકરીમાં વિતાવે. સંતો અને વૈરાગીઓ માટે અખાડા બનાવે તેની યોગ્ય સાફસફાઈ થાય અને કોઈને અગવડતા ન થાય તેનું ધ્યાન રાખે. એ સમયગાળામાં વૃંદાવન, કાશી અને મથુરામાંથી ધણા લોકો વ્યાપાર માટે જૂનાગઢ આવતા, નરસિંહ તેમની સેવા કરતા અને એ લોકો પાસેથી નરસિંહ શ્રીકૃષ્ણ, રાધા, સુદામા, બલરામ, અને ગોવાળોના જીવન વિશે પ્રશ્નો પૂછ્યા અને શ્રી કૃષ્ણલીલા ની વાતો સાભળતા અને પોતાનો મોટાભાગનો સમય ભજન કીર્તન માં વીતાવતા હતા. ગામમાં જ્યાં જ્યાં હરી કીર્તન અને ભજન થતાં હોય ત્યાં નરસિંહ પહોંચી જાય અને પોતાના મધુર સ્વરમાં ભજનો ગાવા લાગતા. ઘણીવાર સાધુસંતોની સાથે ભજનો ગાતાં ગાતાં પોતાના ગામથી ઘણાં દૂર નીકળી જતાં અને એ વાતનું એમને ભાન પણ ના રહેતું.
નરસિંહ મહેતાના વિવાહ
નરસિંહ કશું કામ ના કરતો અને સાધુ સંતો સાથે રખડતો અને ભજનો ગાતો રહેતો અને આ બાબત થી નરસિંહ ના પરિવારજનો ને ચિંતા થતી. તેઓએ નરસિંહને ઘણા સમજાવ્યા છતાં તેમના વર્તનમાં કોઈ સુધારો ન જોવા મળ્યો. નરસિંહ આજીવિકા માટે કોઈ કામ ના કરતા. તેથી તેમના દાદી ને થયું કે ‘નરસિંહ હવે ઉમરલાયક થઈ ગયો છે, અને જો નરસિંહના લગ્ન કરી નાખવામાં આવે, તો લગ્ન બાદ સંસારની જવાબદારી આવતા તેના વર્તનમા સુધારો આવશે. વિક્રમ સંવત ૧૪૮૫ (ઈ.સ. 1429)મા એક સંસ્કારી, અને સગુણી માણેકબાઈ નામની કન્યા સાથે નરસિંહના લગ્ન કરવા આવ્યા. લગ્નના થોડા વર્ષો બાદ નરસિંહ મહેતાને ત્યાં બાળકોના જન્મ થયા પુત્રીનું નામ કુવરબાઇ પુત્રનું નામ શામળશા(શામળદાસ) રાખવામાં આવ્યા, આ સમયગાળા દરમ્યાન તેમના દાદીનું મૃત્યુ થયું. પરંતુ નરસિંહની સંસારના વ્યવહાર પ્રત્યેની નિષ્ક્રિયતા તેમની તેમ જ રહી. માણેકબાઈ એક પતિવ્રતા નારી હતા. તેથી પોતાના પતિ ની ભક્તિમાં કોઈ બાધા ના આવે તેની કાળજી રાખતા. નરસિંહ મહેતાને સંસારના વ્યવહારમાં રસ નહિ માટે તેમના ઘરનો બધો વ્યવહાર માણેકબાઈ પોતાના માથે લીધો. નરસિંહ મહેતા શ્રીકૃષ્ણની ભક્તિમાં મગ્ન રહેતા.
Hare krishna Hare Krishna krishna krishna Hare Hare Hare Ram Hare ram ram Hare Hare Krishna Hare Krishna Hare Hare
Jay shri krishna 🙏👌❤