Rajkot Central Jail In Security?-VTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • રાજકોટ સેન્ટ્રલ જેલની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થઈ રહ્યા છે. અહીંથી ફરી એકવાર કાચા કામના કેદી પાસેથી બે મોબાઈલ, એક મેમરી કાર્ડ અને એક ચાર્જર મળી આવ્યું છે. છેલ્લા 10 દિવસમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી પાંચ મોબાઈલ અને છરી મળી આવી છે.
    રાજકોટ સેન્ટ્રલ જેલમાં 1200થી વધુ કેદીઓ કેદ છે. જ્યાંથી વારંવાર મોબાઈલ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે. ફરીએક વાર રાજકોટ સેન્ટ્રલ જેલ આ જ કારણોસર ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. એક કાચા કામના કેદી પાસેથી 2 મોબાઈલ, 1 ચાર્જર અને 1 મેમરી કાર્ડ મળી આવતા જેલની સુરક્ષાને લઈને અનેક સવાલો ખડા થયા છે. મોબાઈલ મળતાની સાથે જ પ્રદ્યુમ્નનગર પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

ความคิดเห็น • 1