વનરાવન ગ્યાતા રે રાસ રમવા(લખેલું છે) - Best Gujarati kirtan - New krishna kirtan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • Welcome to my TH-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    વનરાવન ગ્યાતાં રે રસ રમવા
    વાલો મારા આવતાને વાંસળી વગાડતા
    અડધી રાતુની વાલે વાંસળી વગાડી
    મધરાતે વાલે મારે વાંસળી વગાડી
    વાંસળીના સુર ગોકુળમાં સંભળાણા
    વાંસળી વગાડી સીધી ગોપીને જગાડી
    વનરાવન ગ્યાતાં રે રાસ રમવા
    કુંજ ગલીમાં રાસ રે રમિયા
    વાલો મારો સોળસો ગોપીયુની વચમાં
    વચમાં રહીને વાલે વાંસળી વગાડી
    વાંસળીના સુર કૈલાશ સંભળાણા
    ભર રે નીંદરમાંથી ભવાની જાગ્યા
    શણગાર સજીને એતો ચાલવાને લાગ્યા
    ભોળો ભવાનીને પૂછવાને લાગ્યા
    અડધી રાતુના સતી આમ કિયા ચાલ્યા
    અમે જાયે છે ભોળા વનરા તે વનમાં
    રાસે રમવાની મને લાગી તાલાવેલી
    તો તો સતી મને સાથમાં લઇ જાજો
    અમારે લેવો છે રમવાનો લ્હાવો
    પુરુષનો ત્યાં પ્રવેશ હોઈ નઈ
    ગોપીયુંને કાન સિવાય ત્યાં બીજું કોઈ નઈ
    તો તો સતી મને ગોપી રે બનાવો
    રાસ રમવાનો લેવો મારે લ્હાવો
    આજ અમે લેશુ રાસ રમવાનો લ્હાવો
    હઠ લીધી છે ત્યારે કૈલાશપતિએ
    ગોપી બનવ્યા પછી શિવને સતીએ
    ચોલીને ચણીયો પેર્યા ભોળાનાથે
    નવરંગ ઓઢણી ઓઢી છે માથે
    જટા છોડીને ભોળે અંબોળો વાળ્યો
    કેસર કંકુનો ચાંદલો રે કીધો
    બંગળીને કંકણ પેર્યા ભોળાનાથે
    હાથી રે દાંતનો ચૂડલો છે હાથે
    નાકે નથળીને કાને ઝુમખા રે લટકે
    બાયે બાજુબંધ સરખા રે શોભે
    દસે આંગળિયુંમાં વેઢ અને વીંટીયું
    કંઠે શોભે છે નવસરો હારલો
    કેળે કંદોરો પગે ઝાંઝરીયું જમકે
    ભોળોનાથ હાલે ત્યાં ઘુઘરીયુ ઘમકે
    દાઢીને મૂછ ભોળે ઘૂંઘટમાં છુપાવ્યા
    લાજું કાઢીને ભોળો રમવાને હાલ્યા
    ગોપીયુની સાથમાને માં ભવાનીની પાસમાં
    શિવને સંગાથે શામળો નાચે
    કૃષ્ણ રાધાજીને પૂછવાને લાગ્યા
    આજ નવી ગોપી કિયા ગામથી રે આવી
    એ રે ગોપી કૈલાશમાંથી આવી
    જશોદાનો જાયો ભેદ ગયો જાણી
    નંદનો દુરાલો બધી વાત ગયો જાણી
    તાલિ પાડીને ત્રણેય લોકમાં સંભળાણી
    તેત્રીસ કરોડ દેવતાને રે બોલાવ્યા
    તેત્રીસ કરોડ દેવ જોવાને આવ્યા
    નર્સિહમહેતાનો સ્વામી રે શામળિયો
    શિવને શામળીયાને ફૂલડે વધાવિયાં
    વનરાવન જવું રે રાસ રમવા
    વાલો મારા આવતા ને વાંસળી વગાડતા

ความคิดเห็น • 41

  • @MansukJadav-oc9ew
    @MansukJadav-oc9ew 5 หลายเดือนก่อน +2

    રસીલા બેન બોવજ સરસ કીર્તન છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ 🙏🙏 તમારી કૉમેન્ટ વાચીને ઘણો આનંદ થયો
      હૃદય પુર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 સત્સગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે🙏🌺

  • @vrajlalthumar5604
    @vrajlalthumar5604 8 หลายเดือนก่อน +1

    Jai shri Krishna 🙏 🎉nice

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ વજુભાઈ🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 8 หลายเดือนก่อน +6

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ વનરાવનમા મધુવનમા અમોયે રાસલીધેલો ખુબ આનંદ થાય બેનો

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน +3

      જય ભોલેનાથ દાદા🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      વાહ ખૂબ સારું કેહવાય અમે પણ ગયેલા

  • @AnkitA.Vishal
    @AnkitA.Vishal 8 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ રશીલા માસી ખૂબ સરસ કીર્તન ગાયું છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 5 หลายเดือนก่อน

    ❤vary nice

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏 ગણેશ ચતુર્થી ની શુભકામના 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏
      સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે

  • @kachanpatel578
    @kachanpatel578 6 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ સરસ ભજન

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન 🙏

  • @fullbhairank-td1fh
    @fullbhairank-td1fh 5 หลายเดือนก่อน

    રસીલાબેન ઠુમર એ બહુ સુંદર રાસ ગાયો છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      હર હર મહાદેવ 🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏
      ભગવાન તમને ખૂબ સ્વસ્થ અને સુખી રાખે એવી પ્રાર્થના 😊

  • @sejalthumar2108
    @sejalthumar2108 8 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
    👌👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @SNNayak-ms5sw
    @SNNayak-ms5sw 8 หลายเดือนก่อน

    ❤ ખુબજ સરસ છે ભજન 😊

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @BhagvanjiKapuriya
    @BhagvanjiKapuriya 7 หลายเดือนก่อน

    ખુબ ખુબ ધન્ય વાદ બવ સરસ ગાવ છો આવ જ નવા નવા કિર્તન મુકો જે થી અમે પણ લાભ લઈ

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના 🤗

  • @PrakashBharvad-k6t
    @PrakashBharvad-k6t 8 หลายเดือนก่อน

    ❤खूब सरस गायू छे रसीलाबेन जय श्री
    कूष्ण राधे राधे अवाज पन बोव मधूर छे तमारो हो
    बेन आ लखीन मोकलसो

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      મુકી દીધું છે

  • @hiraodedara813
    @hiraodedara813 8 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @krishnabendevani5354
    @krishnabendevani5354 8 หลายเดือนก่อน

    Jay shri krishna very nice 👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @Kantibhaithumbar
    @Kantibhaithumbar 8 หลายเดือนก่อน

    Bhavna thumbar🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @jyotimjoshi7586
    @jyotimjoshi7586 8 หลายเดือนก่อน +1

    બેન જયશ્રી કૃષ્ણ ભજન બહું જ સરસ છે પણ લખી ને આપો

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      મુકી દીધું છે લખીને

    • @ભોતીકભોતીકભાઈ
      @ભોતીકભોતીકભાઈ 8 หลายเดือนก่อน +1

      આવીયુ.નથી

  • @manjuraj9518
    @manjuraj9518 7 หลายเดือนก่อน

    રસીલા બેન ના બધાજ ભજનો મને ખુબ ગમે બહુજ સરસ બેન ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏

  • @GeetaRadadiya-w9t
    @GeetaRadadiya-w9t 8 หลายเดือนก่อน

    🙏🙏🙏👌👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @bkthumar5484
    @bkthumar5484 8 หลายเดือนก่อน

    ❤❤🎉🎉🎉srs

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @BhikhibenPatel-x2e
    @BhikhibenPatel-x2e 6 หลายเดือนก่อน

    😮

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન😊🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે

  • @dhenishbhimani6176
    @dhenishbhimani6176 8 หลายเดือนก่อน

    સરસ છે પણ લખીને મોકલો

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      મુકી દીધું છે