અમેરિકાની ઈકોનોમીના કયા સિગ્નલને કારણે મોંઘા થઈ રહ્યા છે સોના-ચાંદી?
ฝัง
- เผยแพร่เมื่อ 14 พ.ย. 2024
- સોનાને સૌથી સલામત રોકાણ માનવામાં આવે છે, અને વર્ષે દર વર્ષે તેની કિંમત લગભગ વધતી જ રહે છે. જોકે, 2024માં સ્ટોક માર્કેટની સાથે સોનાના ભાવમાં જે ઉછાળો જોવા મળ્યો છે તે કોઈને પણ નવાઈ પમાડે તેવો છે. હાલમાં જ અમેરિકાની મધ્યસ્થ બેંકે વ્યાજના દરમાં અડધા ટકાનો ઘટાડો કર્યા બાદ સોનુ પણ ઓલટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યુ છે, અને અમેરિકાની જ વાત કરીએ તો ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ મંગળવારે 2687 ડોલર પ્રતિ ઔંશના સ્તરે પહોંચી ગયો હતો. ચાલુ વર્ષમાં સોનાનો ભાવ 30 ટકાથી પણ વધ્યો છે જે S&P 500 બેન્ચમાર્કથી પણ વધારે છે, સોનાની કિંમતમાં થયેલા વધારાનું કારણ ચીન, તુર્કી તેમજ ઈન્ડિયાની રિઝર્વ બેંક દ્વારા વધેલી ડિમાન્ડ પણ મનાઈ રહ્યું છે કારણકે આ ત્રણેય દેશોની મધ્યસ્થ બેંક મોટાપાયે સોનું ખરીદી રહી છે. જોકે, સોનાની કિંમતમાં જોવા મળી રહેલો વધારો અમેરિકાની ઈકોનોમીની સ્ટોક માર્કેટમાં જોવા મળનારી સંભવિત અસરોનો પણ નિર્દેશ આપી રહ્યો છે, ખાસ તો જ્યારે ભવિષ્યમાં સ્ટોક માર્કેટ્સ ઉપરાંત બોન્ડ્સ અને કરન્સીમાં ઘટાડો થવાનું અનુમાન હોય અને અમેરિકાની ઈકોનોમીની દિશા અસ્પષ્ટ હોય ત્યારે સોનામાં કરેલું રોકાણ સૌથી સલામત મનાય છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....
For gold it is Troy ounce it is 31.1034 grams
1 Oz Gold is 31.11 gram not 28.21
1 oz =28.35 gram
Cheek in google