ફરજ એ ધર્મ સાચો ભાઈ ( લખેલ છે )
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- ફરજ એધર્મ સાચો ભાઈ
તમે લાંબુ લાંબુ શીદને વાંચો --- ભાઈફરજ
ફરજ મુંકીને ફરે થઈ ફાંકડો ગણો તમે એને કાચો
ફરજ ન ચુકતાં તમે તમારી ફરજના મંચ પર નાચો -- ફરજ એ
ફરજના ઝાડ પર આવે મીઠાં ફળ બીજાને શીદતમે યાચો
ફરજના ફળ લાગશે મીઠાં આનંદ થી એમાંતમે રાચો - ભાઈફરજ
ફરજ બજાવશો પૂરેપુરી ફરજમાં રાખો નહી ખાંચો
ફરજમાં આવે તોય કામ કરે નહી લેવી ગમે એને લાંચો --- ફરજ
પોતાની ફરજજે પુરી બજાવે સંત સમજવો સાચો
ફરજની ફોરમ ઓમેર ફેલાશે ઉપસાવો સંસ્કારનો - ઢાંચો --- ફરજ
નાનુભરાડ કહે સતાની ખુરશીને ફરજના ટાંકળા થી ટાંચો
ફરજથી શોભે અધીકાર ની પદવી એવો ખ્યાલ રાખો સાચો --- ફરજ