માતાજી ઉતાવળે પગલે ચાલ્યાં પ્રભુજી ને ગોતવા રે લોલ નીચે લખેલું છે krishna mandal કાજલબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍.
    🔴લાખ લાખ તારલા ચમકે આભમાં એકદમ નવું 👇 અહીં
    • સ્કીન પર લખેલું આવશે જ...
    ...... કાનગોપી નો કીર્તન......
    આવો રૂડો વૃંદાવનનો ચોક કે
    અતિ રળિયામણો રે લોલ
    સાલી હું તો વૃંદાવનને ચોક કે,
    ચાલી મહી વેચવા રે લોલ
    મહીયારી મહી વેચવાને જાય કે,
    વચ્ચે મળ્યો કાનજી રે લોલ
    આડા ઊભા મારગ માંય કે,
    મુજને આંતરી રે લોલ
    મારાં ફોડ્યાં મહીનાં માટ કે,
    ગોરસ મારાં ઢોળિયાં રે લોલ
    ચાલ્યાં અમે નંદ તણે દરબાર કે
    માતાજીને પૂછવા રે લોલ.
    માતા જશોદા તમારો કાન કે,
    આવડો શું લાડકો રે લોલ
    માડી એ તો રોકે અમારા માર્ગ કે,
    કરે અળવિતરાં રે લોલ.
    માતાજીને ચડી ગઈ છે રીસ કે..
    મંદિર થકી નિસર્યાં રે લોલ.
    માતાજી ઉતાવળે પગલે ચાલ્યાં કે,
    પ્રભુજીને ગોતવા રે લોલ
    માતાજીએ લીધી કણેરી કામ કે,
    કાનજીને મારવા રે લોલ
    માતાજી પાસે દીઠી સોટી કે,
    કાનજી કદંબ ચડ્યા રે લોલ.
    બેઠા જઈને કદંબની ડાળે કે,
    કાનજી અલોપ થયા રે લોલ
    ઊતરો ઊતરો મારા કાન કે,
    કહું એક વાતડી રે લોલ
    સાંભળો સાંભળો મારી માય કે
    કરું એક વિનતી રે લોલ,
    રૂડો રૂડો બંસીવટનો ચોક કે,
    ત્યાં હું એકલો રે લોલ
    એક ગોપી બોલાવે નયન ઉલાળી કે,
    હું તો ત્યાં ગયો રે લોલ,
    માડી મારો એ કે ઝાલ્યો હાથ કે
    બીજીએ રોકી રાખ્યો રે લોલ,
    માડી મારી મરડી નાંખી પોંચી કે,
    અંગૂઠી ઉતારી લીધી રે લોલ,
    માડી મારા ત્રીજીએ ઝાલ્યા વાળ કે,
    ચોથીએ ચૂંટી ભરી રે લોલ,
    સાંભળો સાંભળો વ્રજની નાર કે,
    તમને આવું ના ઘટે રે લોલ.
    મારો કાનજી નાનો બાળ કે
    અળવિતરાં શાં કરે રે લોલ
    જ્યારે ગોપી જળ ભરવાને ચાલ્યાં કે,
    કાનો વેર લેવા આવ્યો રે લોલ
    કાના કાંકરીઓ ના માર કે,
    બેડું મારૂ ફુટશે રે લોલ
    જા જા જુઠડા બોલી નાર કે,
    તું કયા ગામની રે લોલ
    છોકરા, તારે શી પડપૂછ
    હું ગોકુળ ગામની રે લોલ
    મેં તો જોયું ગોકુળ ગામ કે,
    પછી અહીં રહી ગઈ રે લોલ
    મળ્યો મને નરસૈયાનો નાથ કે
    આનંદ મળ્યો અતિ ઘણો રે લોલ
    આવો રૂડો વૃંદાવનનો ચોક કે
    અતિ રળિયામણો રે લોલ
    સાલી હું તો વૃંદાવનને ચોક કે,
    ચાલી મહી વેચવા રે લોલ
    #satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar

ความคิดเห็น • 27