AAGAM VACHNA 2024-Dhuliya-DAY 3 Session 2
ฝัง
- เผยแพร่เมื่อ 8 พ.ย. 2024
- Session 6
હે મુનિ, કલ્યાણ નો અને અકલ્યાણ ના માર્ગ સભળીલે. પછી તને ઠીક લાગે એમ કરજે - આ ભગવાન ની ઉદારતા છે.
આપણી લાયકાત ખરી કે પસંદગી નો અધિકાર આપણાં પર ભગવાન છોડી દે?
ભગવાન કાં તો મને સદ્બુદ્ધિ આપી, કાં તો પસંદગી નું અધિકાર મને ન આપો
વર્તમાન કાળ માં સંભળાવનારા બઉ છે, સંભળનારા બઉ ઓછા છે. સાંભળ્યા પછી સ્વીકારનારા હજી ઓછા છે અને સ્પષ્ટ સમજનારા એના થી ઓછા છે અને સુધરનારા તો બિલકુલ અલ્પ છે
જે સાંભળી શકે એજ પોતાને સંભાળી શકે
જે ને ચણતર માં રસ છે એ પુણ્ય તત્ત્વ છે, જેને વાવેતર માં રસ છે, એ ધર્મ તત્ત્વ
દરેક પુણ્ય નું ઉદય અહંકાર વધારે છે અને અહંકાર પુણ્ય નું બંધ ઘટાડે છે
વાવેતર કરવું જ હોય તો દેવ ગુરુ જેવા માળી છે, જીન વચન નો ધોધમાર વરસાદ છે, સમયગ દર્શન નો પ્રકાશ છે, આલંબન અને આરાધના નું ખાતર છે, ચતુર્વિધ સંઘ નું પ્રેમાળ પવન ભી છે. આ બધું મળ્યા પછી પણ ચણતર માં રસ કેમ રહે?
ચણતર લેબલ નક્કી કરે છે, વાવેતર લેવેલ નક્કી કરે છે
Have the courage to be disliked in the field of spirituality.
દુર્જન ને આપણે ના ગમતા હઈએ એ એની સમસ્યા છે અને સજ્જન જો આપણે ન ગમે, તો આપણી સમસ્યા છે
ગુરુ નું ચરણ સ્પર્શ કદાચ સરળ છે, શ્રવણ સ્પર્શ એના થી મુશ્કેલ છે, સ્મરણ સ્પર્શ જે 24 કલાક શક્ય છે પણ આપણી વૃત્તિ કેટલી વાર સ્મરણ માં લાવે છે. અને છેલ્લું કરણ સ્પર્શ, ગુરુ એ જે જે આજ્ઞા કરી, એનું આચરણ
ગુરુ ની ઉપસ્થિતિ માં સાંભળી શક્સુ, અનુપસ્થિતિ માં યાદ કરી શકશું
ઉત્તરાધ્યાન સૂત્ર ના શ્રધ્ધા કરતા શ્રવણ ને આગળ મૂક્યુ છે
બધા ધર્મ અનુષ્ઠાનો સ્મરણ પૂર્વક ના છે.
મનુષ્ય જન્મ, જીન વચન શ્રવણ, સમ્યક શ્રધ્ધા અને પવિત્ર આચરણ - આ ચાર ચીજ બઉ દુર્લભ છે.
ચાર સંકલ્પ જરૂર કરજો:
1. To know more: પ્રભુ ના વચનો નું વાંચન અને શ્રવણ વધારતા જાઓ
2. To have more: ઉપકરણ જેટલા વધારે જોઈએ એટલા ઘર માં વસાવીશ, પ્રભાવના પણ કરીશ
3. To do more: આચરણ માં વધારે ને વધારે અમલ મા મુક્ત રહેશું
4. To be more: પરિણતિ માં વધારો લાવી ને જ રહેશું