પોરબંદર માં ડોકટર પર હુમલો કરનાર ચારેય શખ્સો ઝડપાયા:તબીબ ની માફી માંગી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • પોરબંદરની સરકારી હોસ્પિટલના મેડીકલ ઓફીસર અને સ્ટાફ ઉપર હુમલો અને ફરજમાં રૂકાવટ કરી સરકારી મિલ્કતને તોડફોડ કરવા બદલ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાયા ના ગણતરી ની કલાકો માં જ પોલીસે ચારેય શખ્સો ને ઝડપી લીધા છે
    પોરબંદરની ધનલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા અને સરકારી હોસ્પિટલમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ભરત ભાણજીભાઈ તાવરી ,નર્સિંગ સ્ટાફ રામદે મોઢવાડીયા, પટ્ટાવાળા વિનય વાળા, જિજ્ઞેષ વાઘેલા, કોમ્પ્યુટર ઓપરેટર ભરત ઓડેદરા વગેરે શનિવારે રાત્રે ફરજ પર હાજર હતા ત્યારે છાયા આંબેડકર નગર માં રહેતો શરદ દિનેશ રાઠોડ અને કડિયા પ્લોટ માં રહેતો સાગર ઉર્ફે ચિરાગ રમેશ સાદિયા તથા બે અજાણ્યા શખ્સો હોસ્પિટલના કેજ્યુલીટી વિભાગમાં આવ્યા હતા અને ડો. તાવરી તથા સ્ટાફને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા .આથી ડોકટરે તેને 'તમને શું તકલીફ છે?' તેમ કહેતા ચારેય શખ્સો એ ‘ડોકટર તમે છો અમને શું તકલીફ છે એ તમને ખબર હોવી જોઈએ.’તેમ કહેતા ડોકટરે 'તમને ગાલ, માથા અને આંખમાં ઇજા થઇ છે.' એમ કહેતા ચારેય શખ્સો ગાળો બોલવા લાગ્યા હતા અને ઉશ્કેરાઇ ગયા હતા. શરદે ડોકટરનો કાઠલો પકડી શર્ટના બટન તોડી નાખ્યા હતા અને ઢીક્કા પાટુનો માર મારવા લાગ્યો હતો. સાગર તથા બીજા બે અજાણ્યા શખ્સો એ સ્ટાફને ઢીક્કા પાટુનો માર મારી દરવાજાના કાચને હાથથી ફોડવા લાગ્યા હતા.જેમાં શરદના હાથમાં કાચ લાગ્યો હતો. ત્યારબાદ સાગર અને બીજા બે અજાણ્યા શખ્સો ‘તું અમારી વિરુધ્ધ પોલીસ ફરીયાદ કરીશ તો મારી નાખશું' તેમ કહી ઘમકી આપી ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ ચારેય સામે ફરજમાં રૂકાવટ અને સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
    અને ચારેય શખ્સો ની ધરપકડ કરી હતી જેમાં અજાણ્યા બે શખ્શો છાયા દેવજી ચોક માં રહેતો કલ્પેશ પુંજા મકવાણા અને ભીમરાવ ચોક માં રહેતો ધવલ સવદાસ શીંગરખિયા હોવાનું સામે આવ્યું હતું ચારેય ને સાથે રાખી પોલીસે ઘટનાસ્થળે જઈ સમગ્ર ઘટના નું રીકન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું ઝડપાયેલા શખ્સો માંથી કેટલાક શખ્સો સામે અગાઉ લુંટ ,ચોરી,પ્રોહીબીશન અને મારામારી ના ગુન્હા નોંધાયા હોવાનું પણ જાણવા મળે છે

ความคิดเห็น • 5