Zara nu yudhh / ઝારે મથે યુદ્ધ મંઢાણુ (કચ્છી કાવ્ય રચના) by:- જામ અબડા જાડેજા રતનસિંહજી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #kutchhistory #zaranuyudh #kutchikavy
    💥આપણી સંસ્કૃતિ💥 ગ્રુપ દ્વારા પ્રસ્તુત...
    🌅 ઝારા નુ યુદ્ધ,... કચ્છ જો કુરુક્ષેત્ર
    ગરાસિયા રાજપુતો યદુવંશી જાડેજા ની શુરવીરતા નું એક વિશ્વના મોટા ગણાતા યુદ્ધો પૈકી નું એક ઝારા નું યુદ્ધ...
    આ યુદ્ધ કચ્છ ના મહારાવ અને સિંધ ના બાદશાહ ગુલામસાહ વચ્ચે ભોમ કાજે યુદ્ધ ખેલાનું હતું.
    સિંધ ના બાદશાહ પાસે 100000 સૈનિકો હતા જયારે કચ્છ ના મહારાવ પાસે 40000 સૈનિક હતા...
    આ યુદ્ધ 100000 થી વધુ યોદ્ધા ઓ મરાના હતા..
    આ યુદ્ધ મા ગુલામશાહ ની 100000 ની સેના નો ગરાસિયા રાજપુતો એ નાશ કરી નાખ્યો હતો..
    કચ્છના રાજવી ગોડજીની બાલ્યાવસ્થામાં રાજમાતાએ રાજ્યનો વહીવટ દીવાન પુંજાશેઠને સોંપેલો. પુંજાશેઠ પોતાના કાર્યકાળમાં સત્તાનો દુરઉપયોગ કરી રાજ્યની લક્ષ્મી પોતાના ઘરમાં ભરી પ્રજાજનોને વગર વાંકે ત્રાસ આપ્યો, જુલમની સરિતા વહાવી, ગરીબ કિસાનો પર સિતમ ગુજાર્યા. રાજમાતાને અંધારામાં રાખી રાજલક્ષ્મી ખૂંચવી લીધી.
    મહારાજ ગોડજી સગીરવયના થતાં તેમને કચ્છને રાજગાદી સોંપવામાં આવી. ગોડજી ગાદીએ બેસતા કચ્છની પવિત્ર ભૂમિ માટે દુ:ખો સહના કરનારા રઘુવંશી જીવણશેઠને દીવાન પદ સોંપ્યું તે સમયે જુના કામદાર પૂંજાશેઠ માંડવીથી આવી મહારાવના ચરણોમાં નજીવી ભેટ અર્પણ કરે છે. મહારાવ પૂંજાશેઠના જુના કરતુતો, પ્રજાજનોને આપેલા ત્રાસ, રાજમાતાને અંધારામાં રાખી રાજલક્ષ્મી ખૂંચવી ગેરવહીવટની જાણ થતાં ભરસભામાં પૂંજાશેઠનું અપમાન કરે છે. સાત-સાત પેઢીના દિવાનપદમાં પૂંજાશેઠે કલંકની કાળી ટીલી ઓઢી ગરીબ ખેડુતો પૂંજાશેઠે ગુજારેલા સિતમનો ન્યાય મેળવવા રાજ દરબારમાં મહારાજ પાસે ન્યાયરૂપે રાજ્ય છોડી ચાલ્યા જવાનો આદેશ કરે છે.
    પૂંજાશેઠ મહારાવ સાથે વેર લેવા સિંઘના બાદશાહ ગુલામશાહની શરણાગતી સ્વીકારી સિંધના બદશાહને કચ્છ ઉપર ચડાઈ કરવા કચ્છની અઢળક સંપત્તિ કબજે કરવા સંપત્તિમાંથી અડધો ભાગ પોતાને મળવાની શરતે કોલ કરાર લખાવી કચ્છ પર આક્રમણ કરાવે છે. પુંજાશેઠ દેશદ્રોહી દગાખોરનો ઈલ્કાબ મેળવે છે.
    પુંજાશેઠનો પુત્ર દેવજી પોતાના પિતાના કરતુતોથી પસ્તાવો કરી રાજ્યને વફાદાર રહી જન્મભૂમિ દેશ ખાતર પિતાની સામે સંગ્રામ ખેલવા તૈયાર થાય છે.
    મહારાવ ગોડજી દેશ પર આવેલી આફતનો સામનો કરવા દેશમાં ઢંઢેરો પીટાવી રાજ્યના ભાયાતો દેશદાઝ વાળા કચ્છના નરવીરો જાડેજાઓને કચ્છના રાજ દરબારમાં બોલાવે છે કચ્છના સર્વે ભાયાતો રાજ દરબારમાં એકઠા થઈ યુધ્ધ મોરચાની વ્યુહરચના ઘડી કાઢી સૈન્યની સરદારી વિંઝાણના કુળદિપક લાખાજીને મહારાજ ગોડજી પાઘડીમાં બે કલઘી લગાડી સર્વે ભાયાતોની સહમતીથી સૈન્યનસ સરદારી સોંપે છે.
    જાડેજા ભાયાતો ખેંગારના વંશજો મોકરશી, હોથી, ભીયા, કક્કલ, છછર બુટાના વંશો પર આવેલ આફત સામે ઝઝુમવા થનગની રહ્યા હતા. લાખાજી અન્ય ભાયાતો આશાપુરાને ભોગ ધરાવી મા ના આશિર્વાદ મેળવી યુધ્ધ મેદાને તૈયારી કરે છે. નરાના ઠાકોર ભીમજી અને વિશોજી પણ બાદશાહના લશ્કરની સામે ઝનુનથી લડે છે. ભીમજી અને વિશોજીના મસ્તક ઉડી જતાં તેમનું ઘડ સૈનિકોનું સામનો કરી રહ્યું હતું યુધ્ધમાં જતી વખતે મા આશાપુરા અંતરીક્ષમાં આદેશ આપે છે.
    ઝારા ઉપર ચડશે નહીં તખેટીઓ લડશે સહી’ "નક્કી વિજય થશે આપનો’, પરંતુ જીવણશેઠની બેદરકારીથી કચ્છી વીરો શહિદ થયા. કહેવાય છે એવું ઘમાસાણ યુદ્ધ થયું હતું કે, લોકીની નદીઓમાં પથ્થર તણાયા હતા.
    વિંઝાણની રાણી પોતાના પતિની કાયરતા દુર કરવા લાખાજીને પોતાનું મસ્તક શિરોચ્છેદ કરી ક્ષત્રિયાણીને શૌર્ય સાબિત કરી બતાવે છે. ધન્ય છે આવા ક્ષત્રિય વિશે ખરી ક્ષત્રિયાણીઓ જેણે પોતાના દેશ માટે મોત વહાલું કરી સ્વર્ગપંથે સંચરિયા.
    સિંધના બાદશાહ ગુલાબશાહ કચ્છના કારભારી જીવણશેઠને બોલાવી મહારાવને સંદેશો મોકલાવે છે. લડાઈ બંધ કરાવી કચ્છની કુમારીકા અને લડાઈનું ખર્ચ અપાવો તો સીંધી લશ્કર પાછું ફરી જાય.
    ઝારા ડુંગરે ચાલી રહેલ સંગ્રામની ચર્ચા કરવા મહારાવ ગોડજી જીવણશેઠના ઘરે પધારી લડાઈના વ્યુહ અંગે જીવણશેઠ સાથે ચર્ચા કરે છે જીવણશેઠ મહારાવ ગોડજીને સલાહ આપે છે લડાઈનું કારણ પુંજાશેઠ છે તેને પત્ર લખે તેમાં જણાવો તમે પહેરેલી પાઘડી ફરી બાંધતા હો તો તમને સમસ્ત કચ્છની દિવાનગીરી આપવા તૈયાર છું.
    મહારાવ ગોડજી પુંજાશેઠને પત્ર તેના પુત્ર દેવજી મારફત મોકલે છે સાથે રાજમાતા ડાબલીમાં સફેદ વાળ મોકલે છે.
    લડાઈમાં ઘાયલ થયેલ પુંજાશેઠની ખબર પુછવા તેનો પુત્ર દેવજી આવે છે. મહારાવનો પત્ર અને રાજમાતાની દાબડી પુંજાશેઠને આપે છે. પત્ર વાંચી દાબડીના સફેલ વાળ દ્વારા રાજમાતાએ સંદેશો કહેવડાવયો હતો "પુંજા મારા સફેદ વાળ સામે જો મારી કચ્છની કિર્તીને કલંક લગાડ’’ જતી વખતની જીંદગીએ મારા ધોળાવાળને લજાવતો.
    પુંજાશેઠ પત્ર અને ડાબલીના વાળના સંકેતથી પોતાની ગદ્દારીની ભુલ સમજી જાય છે. હથિયારો લઈ સીંધી લશ્કર સામે ઝારા ડુંગરે લડાઈ કરવા દોડી જાય છે. લાખાજી તરફથી ભીમજીની પાઘડીમાં એક કલગી રાખવામાં આવે છે. મેદાનમાં કચ્છી લશ્કર શૂરાતનથી લડે છે. ખૂનખાર યુદ્ધમાં ભીમજીનું મસ્તક કપાય છે. મુળજી,લાખાજી પુંજાશેઠ દેવજી ઘાયલ થાય છે.
    કચ્છીઓની હાર થાય છે. ઝારા ડુંગર પર કચ્છી સીંઘી લશ્કરના ઘમાસાણ યુદ્ધમાં લાખાજી, મુળજી, જીવણશેઠ, વિરગતી પામે છે. યુદ્ધ મેદાનમાં ગોડજી લશ્કર સાથે પ્રવેશે છે, બદશાહ પોતાના જુલમની માફી માંગે છે. બાદશાહ કચ્છના મહારાવ ગોડજી બાવા સાથે મિત્રતા બાંધી હાથ લંબાવે છે.
    કચ્છના મહારાવ ગોડજી પુંજાશેઠના પુત્ર દેવજીને લખપતનો કારભાર સોંપે છે.
    ઝારાનું યુધ્ધ ઈતિહાસમાં અમર રહેશે.
    🔸 જનની જણ જે ભક્તજન કાં દાતા કાં શૂર વીર
    .......નહીં તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર🙏🙏
    લેખન માહિતી:-
    કચ્છ ઇતિહાસ ના આધારે
    જય હો🙏🙏🙏🙏🙏
    R.P.Jadeja

ความคิดเห็น • 21