આવ્યો શરણે હું શ્રીજી સંભાળજો .. વહાલાં ઘનશ્યામ મહારાજા મૂર્તિ દર્શન
ฝัง
- เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024
- જય શ્રી સ્વામિનારાયણ
કીર્તન
આવ્યો શરણે હું શ્રીજી સંભાળજો રે, મારી નૈયાને પાર ઉતારજો રે;
દાસ જાણીને નાથ નિભાવજો રે, મારી નૈયાને પાર ઉતારજો રે... ꠶ટેક
ભવસાગરમાં બહુ ભટકાણી, જૂઠા જગને સાચું જાણી;
મોહ માયાના પંથને પ્રીતમ, કરુણા કરીને હરિ કાપજો રે... ૧
કામને ક્રોધના લોઢે લેવાણી, આશા તણા છે ઊંડા પાણી;
શ્રીજી સુકાની થઈને અમારી, હોડલી હળવે હંકારજો રે... ૨
વિષય તણા વાયરાથી હાલી, ધર્મ તણા નંદન લ્યો ઝાલી;
નિશ્ચય તણા એ નાંગળ નાખી, શ્રીજી કિનારે કાઢજો રે... ૩
વલ્લભદાસ કહે નાવડી મારી, જ્ઞાનજીવન ગુરુ લેજો ઉગારી;
નાવિક થઈને નાવ અમારી, પાર પ્રભુજી પહોંચાડજો રે... ૪