યમુનાજી નો ઘાટ રળિયામણો...કિર્તન નીચે લખીને આપ્યું છે.
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- યમુનાજીનો ઘાટ રળિયામણો રે લોલ
મીઠા યમુનાજીના નીર રે......... યમુનાજીનો ઘાટ........
સોના દડુલો રૂપા ગેડિયો રે લોલ, સર્વે સખાની સંગમાં રે લોલ,
ગેડી દડે રમે કુંવર કાન રે........ જમુનાજીનો ઘાટ.........
ખેલે કાલિન્દીને કાંઠે રે લોલ, રમતા તે દડો ઉછળ્યો રે લોલ.
જઈ પડયો છે જમુનાજીની માંય રે........ જમુનાજીનો ઘાટ.........
કાછડો વાળીને કદમ ચડીયા રે લોલ, પલમાં પાતાળે પહોંચીયા રે લોલ,
જયાં વસે છે કાળી નાગ રે.......... જમુનાજીનો ઘાટ.........
ડેલી કમાડ ઉભા રહયા રે લોલ, કાળી તે નાગ પોઢી રહયો રે લોલ.
નાગણીયો લેશે સંભાળ રે......... જમુનાજીનો ઘાટ........
દેખી હરીને લાગી પૂછવા રે લોલ, કોનો તુ નાનેરો બાળ છો રે લોલ.
કોનું છે તારે કામ રે........ જમુનાજીનો ઘાટ........
શાને કાજે અહીંયા આવીયો રે લોલ, કોણ તે તારા મા-બાપ છે રે લોલ.
રજળતો મુકયો નાનો બાળ રે......... જમુનાજીનો ઘાટ.........
નંદ જશોદાનો બેટડો રે લોલ, જલદી જગાડ તારા નાગને રે લોલ.
મારે છે એનું કામ રે...…...... જમુનાજીનો ઘાટ..........
નથી તું ઓળખતો મારા નાગને રે લોલ, અગ્નિ સમાણી એની જાળ રે લોલ.
ફુંફાડે ઉભો ફાટી જાશે ......... જમુનાજીનો ઘાટ.........
ફણગા ફૂંકી નો બિવરાવશો રે લોલ, તારા તે નાગથી ડરતો નથી રે લોલ.
આયુષ્યનો દોર ારે હાથ રે........ જમુનાજીનો ઘાટ.........
નાગણે નાગને જગાડીયો રે લોલ, ફેણ માંડીને ઉભો રહયો રે લોલ.
લાલ પીળા કરે નેણ રે........ જમુનાજીનો ઘાટ..........
ઓચિંતા મારો ઠેકડો રે લોલ, નાગની માંથે ઉભા રહયા રે લોલ.
નાગ નાથી ને નીચે કાન રે........ જમુનાજીનો ઘાટ..........
નાગ પ્રભુજીને વિનવે રે લોલ, દાસ જાણીને દયા કરો રે લોલ.
નો તા ઓળખ્યા ભગવંત .......... જમુનાજીનો ઘાટ........
નાગ નાથીને આવ્યા કાંઠડે રે લોલ, સખા તેડી ઘરે લાવ્યા રે લોલ.
નાચે કુર્દ ગોવાળ .........
જમુનાજીનો ઘાટ..........
થાળ ભર્યો શગ મોતીડે રે લોલ, જશોદાએ કૃષ્ણને વધાવીયા રે લોલ.
જુગ જુગ જીવો મારા લાલ રે........ જમુનાનો ઘાટ રળિયામણો રે લોલ.
શાસઘાત કરતા નથી.
શ્યામસુંદર શ્રીયમુના મૈયા ની જય 🙏🌷🙏
ખુબ સરસ કિતઁન છે
ખરેખર ખુબ સુંદર મજાનુ કિતઁન
ધન્યવાદ
Jay shree Krishna 🙏🙏
Jay shree Krishna 🙏
જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻 ખૂબ ખૂબ આભાર બેન સરસ ભજન હો👍🙏🏻
Zs
જય શ્રી સ્વામિનારાયણ 🙏
ધન્યવાદ
Jay swaminarayan
Har har mhadev har har mahadev har 🎉🎉
Har har Mahadev 🙏
સરસ
Very nice
Thank you
Nice
thanks
Very Nice Bhajan 👌 🌹 🙏 Jay Shree Krushna 🙏 Hindola Parva Chalu Che To Hindola Na Kirtan Sambhadavva Vinnti
Thank you
Ok
જ્ય શ્રી સ્વામિનારાયણ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી કૃષ્ણ ❤
જય શ્રી સ્વામિનારાયણ
Dayaben virani ajnu geet saru chhe super 🌟 star video chhe one gril singing superstar geet gayu chhe bhagvan tmone badha group ne geet gavanu Shakti ape be thank you jayshree Swaminarayan
Thank you
Very nice bhjan 🙏🙏🙏
Thank you
Bhjangavavala
Dikrishe,k,vahushe
Temane,janavo
Vahu che
Jay shree krishna🙏🙏🙏🙏🙏 very nice👍👍
Jay shree Krishna
Thank you
Jay swaminarayan
Jay swaminarayan
Congratulations 34k subscriber 🎉🎉🎉
Thank you