ડોશી - ડોહા નું સરસ ભજન||Bhajan||ગોપીમંડળ કહોડા||Gopi Mandal Kahoda||Mahila Mandal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
  • Welcome To Satya Dharm TH-cam Channel.
    ભજન - ડોશી ડોહાનું જોરદાર ભજન.
    ડોશીમા ને ત્રણ ત્રણ દીકરા
    નાના થકી મોટા કર્યા
    મોટા કરીને ભણાવ્યા
    ભણાવ્યા પછી પરણાવ્યા
    પરણાવીને જુદા થયા
    બધા પૈસા વપરાઈ ગયા
    ડોશીમાની તબિયત બગડી
    ડોસી કે ડોહા ઉપાધિ થઈ
    ડોહો કે ડોસી ગભરાતી નહીં
    આપણે જઈશુ મોટાને ઘેર
    મોટો કે તમે મારા ભેળા નહિ
    મારા બંગલા નાના છે
    તમારા ખાટલા હમાય નહીં
    ડોસી કે ડોહા ઉપાધિ થઈ
    ડોહો કે ડોસી ગભરાતી નહી
    આપણે જાશું વચલા ને ઘેર
    વચલો કે તમે મારી ભેળા નહિ
    મારા છોકરા ભણે છે
    તમારો કકળાટ પોસાય નહીં
    ડોસી કે ડોહા ઉપાધિ થઈ
    ડોહો કે ડોસી ગભરાતી નહી
    આપણે જાશું નાનાને ઘેર
    નાનો કે તમે મારી ભેળા નહીં
    તમારે વહુ ને બનશે નહીં
    રોજના ઝગડા પોસાય નહીં
    ડોસી કે ડોહા ઉપાધિ થઈ
    ડોહો કે ડોસી ગભરાતી નહીં
    આપણે જાશું દિકરીને ઘેર
    જમાઈ કે તમે મારા ભેળા નહીં
    તમારી પાસે મિલકત નહીં
    દીકરીના ઘરનું ખપશે નહીં
    તમારી દીકરી નું ચાલશે નહીં
    ડોસી કે ડોહા ઉપાધિ થઈ
    ડોહો કે ડોસી ગભરાતી નહીં
    આપણે જાશું ડાકોર ધામ
    ડાકોર ના ગોટા ખાશું ત્યાં
    ડાકોરના ગોટા હદયા નહીં
    ડોસી કે ડોહા ઉપાધિ થઈ
    ડોહો કે ડોસી ગભરાતી નહી
    આપણે જાશું વિરપુર ગામ
    કડી ને ખીચડી ખાસુ ત્યાં
    કડી ને ખીચડી હદી જાય
    ડોશી ડોહા ના આવ્યા વિમાન
    ડોસી ડોહો તો વૈકુંઠ જ્યાં
    સાંભળો છો લાલા ના પપ્પા
    ડોસી ડોહો તો વૈકુંઠ જ્યાં
    બારમા ના પૈસા બચી જ્યાં
    વહુ વારો તો રાજી રાજી થઈ
    બારમા ના પૈસા બચી જ્યાં
    #Satya
    #Dharm
    #Satya Dharm
    #Bhajan
    #Gujarati Bhajan
    #Doshi doha bhajan
    #Gadapan bhajan
    #dikra bhajan
    #Mahila mandal
    #Gopi mandal Kahoda
    #Kirtan
    #Bhakti song
    Satya Dharm ચેનલ પર આવતા ભજન જો તમને સાંભળવા ગમતા હોય અને ચેનલ પર નવા હોય તો આજે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો, 🔔(બેલ) આઇકોન ને દબાવી દો. વિડિયો ને વધુમાં વધુ શેર કરો અને વિડિયો ને લાઈક કરો.
    ભજન ના પ્રોગ્રામ માટે મોબાઈલ નંબર -
    95585 88811
    85119 00380
    વિડિયો જોવા બદલ આપ સર્વે નો ખુબ ખુબ આભાર 🙏
    Thanks
    Satya Dharm Team
    (🙏 જય માતાજી 🙏)

ความคิดเห็น • 73