સાચું સોનું મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે Aaradhya Ahir kirtan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • ===========🙏 kirtan🙏=============
    સાચું સોનું મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે
    અમારા ગુરૂએ અમને વેદ શીખવાડીયા
    અમારા ગુરૂએ ચાર વેદ શીખવાડીયા
    ચારેય વેદ અમને સમજાવીયા રે મારા ગુરુ તો મહાન છે
    સાચું સોનું મારો શામળો રે...્્્
    પહેલો ઉપદેશ અમને શિવજી સમજાવ્યા
    શિવ પુજા નો મહિમા સમજાવ્યો
    દેવાધિદેવ ઓળખાવ્યા રે મારા ગુરુ તો મહાન છે
    સાચું સોનું મારો શામળો રે......
    બીજો ઉપદેશ અમને રામાયણ સમજાવ્યા
    રામ સીતા નો મહિમા સમજાવ્યો
    નારી ધરમ ઓળખાવ્યા રે મારા ગુરુ તો મહાન છે
    સાચું સોનું મારો શામળો રે......
    ત્રીજા ઉપદેશ માં ગીતાજી સમજાવ્યા
    ભાગવત ગીતા નો મહિમા સમજાવ્યો
    ગુરૂજી એ ગોવિંદ ઓળખાવ્યા રે મારા ગુરુ તો મહાન છે
    સાચું સોનું મારો શામળો રે......
    ચોથો ઉપદેશ અમને ગુરુજી સમજાવ્યા
    ગુરૂ મંત્ર નો મહિમા સમજાવ્યો
    રદય માં રામ ઓળખાવ્યા રે મારા ગુરુ તો મહાન છે
    સાચું સોનું મારો શામળો રે......હે
    મસ્તક ઉપર ગુરૂએ હાથ જ મેલ્યો
    ગુરૂ મંત્ર મારા કાન માં રે આપ્યો
    હે રદય માં પ્રકાશ પાડયા રે મારા ગુરુ તો મહાન છે
    સાચું સોનું મારો શામળો રે.......
    ભવની ભ્રમણા ભાંગી ગુરુએ
    નુગરા ની સાથે કદી ના બેસીએ
    ગુરૂ ચરણ માં શિષ નમાવીયે રે મારા ગુરુ તો મહાન છે
    સાચું સોનું મારો શામળો રે.....હે
    ગુરૂ ની કંઠી કંઠે સોહાય છે
    હે ફેરો સફળ થયિ જાય છે રે મારા ગુરુ તો મહાન છે
    સાચું સોનું મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે
    Aradhya hir kirtan
    satsang mandal
    Radhe Krishna kirtan
    sakhi mandal
    purana thana kirtan
    purana apna bhajan
    Krishna bhagwan na kirtan
    Jay Shri Krishna kirtan

ความคิดเห็น •