Swami Narayan nu samran karta | Prabhatiya | Muktanand Swami Bhajan | Gujarati Bhajan | પ્રભાતિયાં

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • સ્વામિનારાયણનું સ્મરણ કરતાં, અગમ વાત ઓળખાણી રે;
    નિગમ નિરંતર નેતિ કરી ગાવે, પ્રગટને પ્રમાણી રે... ટેક
    મંગળરૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે જે પ્રાણી રે;
    તપ તીરથ કરે દેવ દેરાં, મન ન ટળે મસાણી રે... સ્વામિ꠶ ૧
    કથા ને કીર્તન કહેતાં ફરે છે, કર્મ તણી જેમ કહાણી રે;
    શ્રોતા ને વક્તા બેઉ સમજ્યા વિનાના, પેટને અર્થે પુરાણી રે... સ્વામિ꠶ ૨
    કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જુક્તિ ન જાણી રે;
    ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે... સ્વામિ꠶ ૩
    પીધા વિના પ્યાસ ન ભાંગે, પંડ ઉપર ઢોળે મર પાણી રે;
    મુક્તાનંદ મોહનસંગ મળતાં, મોજ અમૂલખ માણી રે... સ્વામિ꠶ ૪
    Swāminārāyaṇnu smaraṇ kartā,
     Agam vāt oḷkhānī re;
    Nigam nīrantar neti karī gāve,
     Pragaṭne pramāṇī re...
    Mangaḷrūp pragaṭne melī,
     Parokshne bhaje je prāṇī re;
    Tap tīrath kare dev derā,
     Man na ṭaḷe masāṇī re... Swāmi 1
    Kathā ne kirtan kahetā fare chhe,
     Karma taṇī jem kahāṇī re;
    Shrotā ne vaktā beu samjyā vinānā,
     Peṭne arthe purāṇī re... Swāmi 2
    Kāshī Kedār ke Dvārkā doḍe,
     Jognī jukti na jāṇī re;
    Ferā farīne pāchho gharno gharmā,
     Godho jodāṇo jem ghāṇī re... Swāmi 3
    Pīdhā vinā pyās na bhānge,
     Panḍ upar ḍhoḷe mar pāṇī re;
    Muktānand Mohansang maḷtā,
     Moj amūlakh māṇī re... Swāmi 4

ความคิดเห็น •