એકવાર આ કથા જરૂર સાંભળજો કળિયુગ અને રાજા પરીક્ષિત વચ્ચે શું વાત થઈ સમજો આ વાર્તામાં

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • એકવાર આ કથા જરૂર સાંભળજો કળિયુગ અને રાજા પરીક્ષિત વચ્ચે શું વાત થઈ સમજો આ વાર્તામાં
    BhagavadGita​ #BhagwatGita​ #Gujrati​ #GeetaSaar​ #BhagwatGeeta​ #Shreekrishna​ #Geeta​ #Gita​ #BhajanSansar​ #BhagavadGitainGujrati​ #Gujrati​
    શીર્ષક: રાજા પરીક્ષિત અને કળિયુગ સંવાદઃ શાણપણ અને નૈતિકતાની કાલાતીત વાર્તા
    વર્ણન: રાજા પરીક્ષિત અને કળિયુગ સંવાદની મનમોહક વાર્તામાં ડૂબકી લગાવો, એક ગહન વાર્તાલાપ જે સમય અને અવકાશની બહાર છે. આ વિડિયોમાં, અમે જ્ઞાની રાજા પરીક્ષિત અને કળિયુગ યુગના મૂર્ત સ્વરૂપ વચ્ચેના સુપ્રસિદ્ધ મેળાપનું અન્વેષણ કરીએ છીએ, જેમાં નૈતિકતા, શાણપણ અને સદાચારી જીવનના મહત્વના કાલાતીત પાઠોને અનાવરણ કરવામાં આવે છે.
    અમે આ પ્રાચીન વાર્તાના છુપાયેલા રત્નોને ઉઘાડી પાડીએ છીએ અને તેના ઉપદેશોને વ્યક્તિગત વિકાસ અને આધ્યાત્મિક વિકાસ માટે આપણા આધુનિક જીવનમાં કેવી રીતે લાગુ કરી શકાય છે તે અંગેની આ જ્ઞાનપ્રદ યાત્રામાં અમારી સાથે જોડાઓ.
    ભારતીય પૌરાણિક કથાઓમાંની એક સૌથી આદરણીય વાર્તાઓમાંથી મૂલ્યવાન આંતરદૃષ્ટિ મેળવવાની આ તકને ચૂકશો નહીં.
    પરીક્ષિત રાજા અને કળિયુગ ની મુલાકાત
    જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થાય છે અને પાંડવો મોક્ષ ગતિ માટે હિમાલય તરફ પ્રયાણ કરે છે ત્યારે પરમ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાની લીલા સમાપ્ત કરી પોતાના વૈકુંઠધામમાં ચાલ્યા જાય છે.
    જેમ ધર્મ છે તેમ અધર્મ પણ છે જેવા ભગવાનના ચરણ પૃથ્વી પરથી ઉઠી જાય છે ત્યાંજ કાળ રૂપી અસુર શક્તિ પોતાના દૂત કળિયુગને પૃથ્વી પર પોતાનું રાજ સ્થાપિત કરવા મોકલી દે છે.
    પરીક્ષિત રાજા કળિયુગને કહે છે કે, “જો મારા રેહતા તું મારા રાજ્ય પર પગ પણ મુકીશ તો આ પાંડવ પુત્રમાં એટલી શક્તિ છે કે તને તો શું, પણ તારા આખા કાળ સામ્રાજ્યનો નાશ કરી નાખશે.”
    કળિયુગ કહે છે, “હે રાજા હું કાળની આજ્ઞાથી અહી આવ્યો છું, કાળ સર્વ જગ્યા પર છે તમે ક્યાં સુધી તેનાથી બધાને બચાવશો ? પ્રકૃતિનો નિયમ અટલ છે, કાળની ગતિ કોઈના બાણથી નહિ રોકી શકાય.
    જો પરીક્ષિતનું રેહવું કાળની ગતિમાં રૂકાવટ છે તો પરીક્ષિતનું જીવતું રેહવું પણ શક્ય નથી.”
    આ સાંભળી પરીક્ષિત રાજા બહુ ગુસ્સે થાય છે અને ધનુષ પર બાણ ચડાવી બોલે છે, “એ તો વિધાતા જ નક્કી કરશે કે કોણ મરશે , જેની રક્ષા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ તેના માતાના ગર્ભમાં જ કરી હોય તે વ્યક્તિને મોત નો શું ડર હોય ?”
    આ સાંભળી કળિયુગ ડરી ગયો, તેને થયું કે અત્યારે બોલવામાં ભલાઈ નથી અને તે ચુપચાપ તેમના શરણે આવી ગયો અને પરીક્ષિત રાજાને મનાવી પાંચ જગ્યા પર રેહાવાના વરદાન માંગી લીધા અને વચન આપ્યું કે જ્યાં સુધી તમે ધરતી પર છો ત્યાં સુધી હું મર્યાદિત જગ્યા પર જ રહીશ.
    ભારતીય પૌરાણિક કથાઓમાંની એક સૌથી આદરણીય વાર્તાઓમાંથી મૂલ્યવાન આંતરદૃષ્ટિ મેળવવાની આ તકને ચૂકશો નહીં. વધુ વર્ણનાત્મક કથા માટે અમારી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વિચારો નીચેની ટિપ્પણીઓમાં શેર કરો!
    LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
    ****************************************

ความคิดเห็น •