રવિવાર સ્પેશિયલ|| 👌સીતારામ નું ભજન|| 👇લખેલું છે Sitaram Nu bhajan|| Vishu Bhakti Vandana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • રવિવાર સ્પેશિયલ|| 👌સીતારામ નું ભજન|| 👇લખેલું છે Sitaram Nu bhajan|| Vishu Bhakti Vandana
    #ભાવના ભજન
    #રામભજન
    #હેમંતચૌહાણનાભજન
    #ભક્તિઆહીરનાભજન
    #nimavatBinnaBhajan
    #વિશુભક્તિ વંદના
    #visubahktivandna
    #emotionalstory
    #dharmikstory
    #lessonablestory
    #Shiv bhajan
    #કીર્તન
    #સત્સંગ
    #Krishnabhajanભક્તિવંદના
    #dharmikstory
    #કીર્તનમંડળ
    #પ્રભાતિયા
    #ધાર્મિકગીત
    #GeetaRabarinaBhajan
    #Vilasvekariya
    #RasilaBentum
    #માડીતુંતોરાજાજનકનીદુલારી
    માડી તું તો રાજા જનકની દુલારી
    ☘️🍁🍁🍁🍁🍁🍁☘️
    માડી તું તો રાજા જનકની દુલારી
    સુનૈનયના ની લાડકી રે લોલ
    માડી તને લરી લરીને પાય લાગુ
    ભજુ રે દુઃખભંજની રે
    જનકરાયે સુકરતના હળ શણગાર્યા
    ધરમના ધોરી જોડ્યા રે લોલ
    માડી એવા રાજાએ ખેતર ખેડ્યાં
    બાળકીના રૂપે પ્રાગટ્ય રે લોલ
    માડી તારા જાક્મ જોડ અજવાળા
    સીતાનું રૂડું નામ ધાર્યું રે લોલ
    માડી તું તો આદિ અનાદિની જ્યોતિ
    જનક ઘરે જળહળી રે લોલ
    માડી તે તો બાળપણમાં
    ધનુષ શંભુનું તારે હાથે ધર્યું રે લોલ
    માડી તારી નાનીસી પાતળી ભુજાએ
    ત્રાજવડાંમાં તોરી લીધું રે લોલ
    માડી એવું જનકરાજાએ નિહાળ્યું
    અંતરમાં એને દીવડા થયા રે લોલ
    માડી એને આકરા નિયમ એવા લીધા
    સ્વયંવર તારો રચીયો રે લોલ
    માડી એણે મોટા મોટા રાજવી તેડાવ્યા
    લગનને માંડવે રે લોલ
    માડી તે દી અયોધ્યા નગરીથી આવ્યા
    કુંવર રઘુકુળના રે લોલ
    માડી ત્યાં તો મોટા મોટા રાજવી હાર્યાં
    મૂંજાણા મિથિલાપતિ રે લોલ
    માડી એવી ઋષિ આજ્ઞાથી રામ ઉઠ્યા
    ધનુષને વંદન કર્યા રે લોલ
    માડી રામે ચટક દઈને ચડાવ્યું
    તટક દઈને તોડી નાખ્યું રે લોલ
    માડી એને તોડ્યું છે રઘુકુળ રામે
    ત્રણેય લોક ગાજી ગયા રે લોલ
    માડી ત્યાં તો શંખ શરણાઈ રૂડા વાગ્યા
    નોબતના રૂડા નાદ વાગ્યા રે લોલ
    માડી ત્યાં તો મંગલ ઢોલ ઢબુક્યા
    સખીયુંએ ગાયા ગીતડાં રે
    માડી તે દી ચૌદ લોક હરખણા
    જનકપુર જુમી ઉઠ્યું રે લોલ
    માડી તારા મંડપમાં રામજી શોભે
    વિજયમાળા કંઠે ધરી રે લોલ
    માડી તું તો રઘુકુળ રામની રાણી
    સૂર્યવંશની અમરવેલી રે લોલ
    માડી એવી અષ્ટ સીધી ને નવ નિધિ
    સેવામાં તારે સાબદી રે લોલ
    માડી તારા નારદજી ગુણલા ગાતા
    હનુમાનજી હુકમ જીલે રે લોલ
    માડી તારી દયા ક્ષમાને મર્યાદા
    કે તેજ પુંજ તપે હરીને રે લોલ
    માડી તારા ગુણનો પાર કોણ પામે
    બ્રહ્માજી ભલે વેદ ભણે રે લોલ
    માડી એવા સદગુરૂ રામની સીતા
    સદાય સૌને સંગે રેજો રે લોલ
    માડી એવી દાસ વસંતની અરજી
    ચરણમાં સદાય રાખો રે લોલ
    માડી તું તો રાજા જનકની દુલારી
    સુનૈનયના ની લાડકી રે લોલ
    🍁🙏જય સીતારામ 🙏 🍁
    નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor of fair

ความคิดเห็น • 5

  • @hansaparmar3742
    @hansaparmar3742 12 วันที่ผ่านมา +1

    જય શ્રીરામ 🙏જય શ્રી સીતારામ 🙏
    સુંદર ભજન 👌🌻🌻🌻🌻🌻

  • @reetasenghani2759
    @reetasenghani2759 12 วันที่ผ่านมา

    ખુબ જ સરસ ભજન દીદી🙏 જય શ્રી રામ🙏

  • @umralasatsangmandal
    @umralasatsangmandal 12 วันที่ผ่านมา

    ખુબ સરસ કિર્તન દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  12 วันที่ผ่านมา

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

  • @mujparamalti9196
    @mujparamalti9196 8 วันที่ผ่านมา

    ખુબ જ સરસ ભજન છે ❤