છોગાળા તારા સુમન હાઈસ્કુલ નં 04 ના રજત જયંતિ નીઉજવણીગરબો 12-08-2023
ฝัง
- เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024
- સુમન હાઇસ્કૂલ નંબર 04 શાળાનો સિલ્વર જ્યૂબિલી - 25મા વર્ષમાં મંગલ પ્રવેશ
(1999 - 2023)
બહુરત્ન વસુંધરા , ભારતભૂમિના ગૌરવંતા પ્રદેશ ગુજરાતની ડાયમંડ સિટી, સુરતમાં આવેલ પ્રશસ્તી પામેલ અનન્ય શાળા એટલે સુમન હાઇસ્કુલ.
જેનો વિચાર બીજ આપણી કર્મનિષ્ઠ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓએ આપ્યું અને આ સ્વપ્નને સાકાર પણ કર્યું .
શિક્ષણ એ વ્યક્તિના જીવનની સૌથી આવશ્યક અને પ્રભાવશાળી લાક્ષણિકતા છે, તે દરેક મનુષ્યના જીવન અને આકારને ઘડે છે. શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે અને આથી જ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક જવાબદાર સંચાલક મંડળ તરીકે આ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.
ઓછી આવક ધરાવતા વર્ગના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ મળ્યા બાદ માધ્યમિક શિક્ષણ મળે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખી 12 મી ઓગસ્ટ 1999 ના રોજ સુરતના અલગ અલગ ઝોનમાં ચાર સુમન હાઇસ્કુલ ગુજરાતી માધ્યમમાં શરૂ કરવામાં આવી.
સુરત મહાનગરપાલિકાના દીર્ઘદ્રષ્ટા શાસકોએ 2021 માં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગ શરૂ કરીને ભારતભરમાં ધોરણ 1 થી 12 મફત કન્યા કેળવણી આપતું પ્રથમ મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાના બન્યું.
અમારી સુમન હાઇસ્કુલ ભારતના તેજસ્વી અને ઓજસ્વી બાળકના નિર્માણ માટે પાયાનું કામ કરી રહી છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા એમના જીવન ઘડતર કરવા સુમન હાઈસ્કૂલના શિક્ષકો પ્રતિબદ્ધ છે. શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ પ્રદાન થાય એ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે.
અમારો મુખ્ય ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા વર્ગના વિદ્યાર્થીઓને નજીવી ફી માં ગુણાત્મક અને માત્રાત્મક શિક્ષણ આપવાનો છે. અમે તેમના ભવિષ્યને ઘડવા અને મહાન સામાજિક ક્રાંતિનો ભાગ બનવા માટે કટિબદ્ધ છીએ.
"હા, અમે સુમન હાઇસ્કુલ છીએ".
very goog