પોરબંદર મહાનગરપાલિકા નહિ જાગે તો હવે સાંઢીયા ગટર માં બેસી ને જ થશે આંદોલન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • પોરબંદર માં ગત જુલાઈ માસ માં ભારે વરસાદ ના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા વરસાદી પાણી ના નિકાલ માટે તત્કાલીન કલેકટરે બાલુબા શાળા ની બહાર આવેલ સાંઢિયા ગટરને ખોદાવીને ખુલ્લી કરી હતી પરંતુ આઠ મહિના પછી પણ ત્યાં સમારકામની કામગીરી કરવામાં આવી નથી આથી વહેલીતકે સમારકામ કરવામાં નહી આવે તો ખુલ્લી ગટર માં જ આંદોલન કરવા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ એ ચીમકી આપી છે
    પોરબંદર શહેરમાં ગત જુલાઈ માસ માં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા નવી બનાવેલી ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માંથી વરસાદી પાણીનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો હતો આથી તત્કાલીન કલેકટર કે ડી લાખાણી એ રાજાશાહી વખતમાં બનાવામાં આવેલી સાંઢિયા ગટરને ફરી સજીવન કરવાનો નિર્ણય લીધો હતો અને ૨૩ જુલાઈ ના રોજ ગટર પર નું ફુવારા,ગાર્ડન સહિતનું બ્યુટીફીકેશન તોડી પાડવામાં આવ્યું હતું અને ખોદકામ કરેલ ભાગ ફરતે બેરિકેટ અને પતરાની આડશ મૂકવામાં આવી હતી જે હજુ પણ યથાવત છે ગટર ના ખોદકામ ના કારણે બાલુબા કન્યા વિદ્યાલય નો શાળાનો મેઈન ગેટ જ બંધ કરી દેવામાં આવ્યો હતો ચોમાસાને ચાર મહિના પણ પૂરા થઈ ગયા છતાં આ ગટર ફરી બંધ કરવામાં આવી નથી જેના કારણે વાહન ચાલકો ને પણ મુશ્કેલી પડી રહી છે
    બાલુબા એલુમની એસોસિએશન ના ડો નુતનબેન ગોકાણી એ જણાવ્યું કે બિરલા હોલ અને હાર્મની હોટલ પાસે શા માટે આ ગટર બંધ કરી અને સરખી કરી આપવામાં આવી હતી જયારે શહેર માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ બધી જગ્યાએ હાથ લાંબો કરી અને શાળાની ફરીથી જીવંત કરી અને જરૂરિયાત મંદ દીકરીઓના ભણાવવા માટેની સગવડ કરી આપી તો તે શાળા ને બંધ કરી દેવાઈ છે મનપાના સત્તાધીશો શાળાની આગળથી આ પતરા ખોલતા નથી તે સમજાતું નથી.એલુમની પાસે જે ફંડ હતું તે શાળાના સમારકામ માં વાપરી નાખ્યું અને હવે જ્યારે શાળા શરુ કરવાની થઈ ત્યારે આ દરવાજાઓ બંધ કરી એલુમની ની તમામ મહેનત ઉપર પાણી ફેરવી રહ્યા છે.
    ડો નુતનબેને જણાવ્યું હતું કે દેશ વિદેશની તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીની શાળા ના નવીનીકરણ સાથે જોડાયેલી છે એમની લાગણીઓ આ શાળા સાથે જોડાયેલી છે જો પતરા કાઢી અને ફરીથી ફૂટપાથ કરી નહિ આપવામાં આવે તો ગટર માં બેસી ને જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે કારણકે આ દીકરીઓના ભવિષ્યનો સવાલ છે દુર્ગાબેન લાદીવાલા તથા નિધિબેન શાહ અને તમામ બોર્ડ મેમ્બર પણ હવે આકરા પાણીએ થયા છે. પતરા કાઢી અને વ્યવસ્થિત ફૂટપાથ કરી દેવામાં આવે અને બ્યુટીફિકેશન ની જરૂર ના હોય દીકરીઓને સાયકલ રાખવા માટે વ્યવસ્થિત રીતે ફટપાથ કરી દેવામાં આવે તેવી માગણી કરી છે જો યોગ્ય નહી થાય તો ગટર માં બેસી ને રામધુન કરવી પડે તો તે પણ તૈયારી છે તેવું પણ તેઓએ જણાવ્યું છે

ความคิดเห็น • 11

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 ชั่วโมงที่ผ่านมา

    ખૂબ સાચુ..કુશલતા...જુના..અનુભવીનૈ.સાથૈ.લેવાજોયે....

  • @surendrapandya7653
    @surendrapandya7653 10 ชั่วโมงที่ผ่านมา

    Thanks a lot. Ila Mehta Pandya

  • @bhanjibhaijoshi6358
    @bhanjibhaijoshi6358 11 ชั่วโมงที่ผ่านมา

    Khade gayelu nagar

  • @jigneshgirnari4930
    @jigneshgirnari4930 7 ชั่วโมงที่ผ่านมา

    Arjun bhai ne ramdev bhai kya gya

  • @SajanbhaiAgath
    @SajanbhaiAgath 9 ชั่วโมงที่ผ่านมา

    લાખણી સાહેબ ને પોરબંદર જિલ્લામાં પોસ્ટિંગ કરવો

  • @ranjitkeshwala2908
    @ranjitkeshwala2908 5 ชั่วโมงที่ผ่านมา

    Haji to 4 mahina j thiya nirat rakho 5 k 6 varah ma to thay jahe 😂

  • @jigneshlodhari4467
    @jigneshlodhari4467 4 ชั่วโมงที่ผ่านมา

    Ato aavta varshe chomasama pachi versad nu pani na bheray etla mate khuli rakhi chhe. Pachi pari bheray ane pachi gater khodvi na pade paisa bache. Laambi shoche che nager palika. 😂😂😂😂😂😂

  • @jigneshgirnari4930
    @jigneshgirnari4930 7 ชั่วโมงที่ผ่านมา

    Have tame su kam karo chho a jovo

  • @jigneshgirnari4930
    @jigneshgirnari4930 7 ชั่วโมงที่ผ่านมา

    Pela to kaik thatu to pela avi jata news vara ne lay ne ke a bhajab vara saru kam nthi karta