આવ્યા ગોપીઓના સંદેશા ll કીર્તન લખેલ છે ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • #shreeharisatsang #kirtan #bhajan #mahadev #bhakti #ram #jayshreebenbaldha #જયશ્રીબેનબાલધા #gujaratibhajan #newkirtan
    આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો,
    મીરાબાઈ ના મોહન મળવા આવજો,
    રાધાજીના રસિયા વેલા આવજો,
    મીરાબાઈ તને ઝેરના પ્યાલા આપે જો,
    ઘુઘરા બાંધીને નચાવછે,
    એવા દુખડા મીરાંબાઈ તને આપે જો,
    તોય રસિયા ને વાલી લાગે મીરાબાઈ,
    આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો,
    આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો,
    મીરાબાઈ ના મોહન મળવા આવજો,
    રાધાજીના રસિયા વેલા આવજો
    સકુભાઈ તને વાસીદા વડાવે આવજો ,
    રસોડે કાંઈ રોટલી વણાવે જો,
    મધરાતું ના પાણીડા ભરાવે જો,
    કોઈ રસિયા ને વાલી લાગે સકુભાઈ,
    આવી આવ્યા ગોપીઓના સંદેશા જો,
    મીરાબાઈ ના મોહન મળવા આવજો,
    રાધાજીના રસિયા વેલા આવજો,
    રાખડીઓના મુલ બેની માગે જો,
    ગાડીઓ લઈને વીરાને તેડાવે,
    કૌરવ ની સામે ઊભા રાખેજો,
    તોય રસિયા ને વાલી લાગે બેનડી,
    આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો,
    મીરાબાઈ ના મોહન મળવા આવજો,
    રાધાજીના રસિયા વેલા આવજો
    શબરીબાઈ તને વનવગડે તેડાવે જો,
    મેંવા મૂકીને બોર ખવડાવશે,
    બોર ખવડાવે વૈકુટ માગી લેશે જો,
    કઈ
    તોય રસિયા ને વાલી લાગે શબરીબાઈ,
    આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો,
    મીરાબાઈ ના મોહન મળવા આવજો,
    રાધાજીના રસિયા વેલા આવજો
    ભીડ પડે તને નરસૈયો તેડાવે જો,
    અવશર આવે મામેરા ભરાવે જો,
    જાન જોડી શામળિયો પરણાવે જો,
    તોય રસિયા ને વાલો લાગે નરસૈયો,
    આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો,
    મીરાબાઈ ના મોહન મળવા આવજો,
    રાધાજીના રસિયા વેલા આવજો,

ความคิดเห็น • 2

  • @kakupatel8747
    @kakupatel8747 3 หลายเดือนก่อน +1

    Nice

  • @hiraodedara813
    @hiraodedara813 3 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ