એરંડા ની ખેતી || ઓછો ખર્ચ અને અઢળક આવક || દિવેલાની ખેતી ની માહિતી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • એરંડા ની ખેતી || ઓછો ખર્ચ અને અઢળક આવક || દિવેલાની ખેતી ની માહિતી #ખેડૂતસહાયક
    પાક આયોજન
    દિવેલા ઓગસ્ટ મહિનામાં તથા પહોળા અંતરે વવાતો પાક છે. વધુ આવક મેળવવા આંતરપાક તરીકે ચોમાસુ પાકો જેવા કે મગ, સૂર્યમુખી, સોયાબીન, અડદ, તલ, મગફળી તથા બીટી કપાસ વાવી શકાય. ચોમાસામાં વવાતા પાકોને ભલામણ કરેલા સમયે 5 ફૂટ થી 6 ફૂટ ના અંતરે એક લાઇન દિવેલાની વાવણી માટે બાકી રાખીને વાવણી કરવી. ત્યારબાદ ઓગષ્ટ માસના બીજા પખવાડિયા દરમ્યાન ખાલી રાખેલ લાઇનમાં દિવેલા ની વાવણી બે છોડ વચ્ચે 60 થી 75 સેમી અંતર રાખી કરવી. આ પાકો ની કાપણી પછી દિવેલાનો વિકાસ સારો થાય છે અને દિવેલાનું પૂરેપુરું ઉત્પાદન મળે છે. જૂન મહિનામાં વાવણી કરેલ બીટી કપાસમાં દિવેલાનું ઓગષ્ટના છેલ્લા અઠવાડિયામાં વાવણી કરીને કપાસના ઉત્પાદન ને અસર કર્યા સિવાય દિવેલાનું 2 થી 3 ટન/હેક્ટર વધુ ઉત્પાદન મેળવી શકાય. ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં દિવેલા + મગફળી 1 : 3 ના પ્રમાણ માં વાવણી કરવી. આ અવસ્થા માં મગફળી ને ભલામણ ના 50% અને દિવેલા ને 100% મુજબ ખાતર આપવું.
    દિવેલાના પાકની સતત વાવણી ના કરતાં મધ્ય ગુજરાતમાં બીટી કપાસ, તુવેર, મરચી રીંગણી તેમજ ટામેટાં જેવા પાકો વડે પાકની ફેરબદલી કરવી. ચોમાસા માં ઓછા વરસાદ અથવા વધારે વરસાદ પડવાથી ખરીફ પાકો નિષ્ફળ જાય ત્યારે સપ્ટેમ્બર માસ માં દિવેલા ની વાવણી કરી શકાય. ક્યારીની જમીન માં ડાંગર ની કાપણી પછી સચવાયેલા ભેજમા પણ દિવેલાનો પાક લઈ શકાય.
    વાવણી તકનિક
    જમીનની તૈયારી:દિવેલા લાંબા ગાળાનો પાક હોવાથી તેને ફળદ્રુપ, સારા નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડું અને રેતાળ ગોરાડું જમીન વધુ માફક આવે છે. પાણી ભરાઈ રહે તેવી કાળી જમીન અને ક્ષારીય જમીન ઓછી માફક આવે છે. આ પાક પિયત અને બિનપિયત એમ બંને જમીન માં લઈ શકાય છે. આ પાક વધુ પડતી ઠંડી અને હિમ સહન કરી શકતો નથી.
    ઉનાળા માં ઊંડી ખેડ તથા વાવણી વખતે હળની એક ખેડ અને બે કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરી વાવતર કરવું.
    જાતો
    વાવણી માટે જાતો જેવી કે GAUC 1, GC-2, GAUCH-1, GCH-2, GCH-4, GCH-5, GCH-6, GCH-7 અથવા GC-3 પસંદ કરવી. આ પૈકી જીસીએચ-7 પિયત માટે સારી છે. તે આશરે 1200 કિલો/એકર ઉત્પાદન આપે છે અને સુકારા તથા કૃમિ પ્રત્યે પ્રતિકારક શક્તિ ધરાવે છે. બિન પિયત વિસ્તાર માટે જીસી-3 અથવા જીસીએચ-2 અથવા જીએયુસીએચ-1 જાત પસંદ કરવી.
    જો જીએયુસીએચ-1 અથવા જીસીએચ-2 અથવા જીસીએચ-6 ની
    જો જીસીએચ 4 ની વાવણી કરવી હોય તો ઓગસ્ટ મધ્ય માં 120 સેમી x 60 સેમી અંતરે વાવણી કરવી.
    જો જીસીએચ 5 ની વાવણી કરવી હોય તો ઓગસ્ટ મધ્યથી સપ્ટેમ્બર ના પ્રથમ પખવાડિયા સુધી માં 150 સેમી x 75 સેમી અંતરે વાવણી કરવી. શિયાળુ દિવેલાની વાવણી 15 ઓક્ટોબર આસપાસ 90 સેમી x 60 સેમી ના અંતરે કરવી. આ માટે જીસીએચ 5 જાત પસંદ કરવી.
    જો જીસીએચ 7 જાત ની વાવણી કરવી હોય તો ઓગષ્ટ ના બીજા પખવાડિયા સુધી માં 150 x 120 સેમી અંતરે કરવી.
    નીંદણ નિયંત્રણ
    જો શરૂવાત માં 45 દિવસ સુધી નીંદણ નિયંત્રણ ના કરવામાં આવે તો નીંદણ થી 32% સુધી ઉત્પાદન ઘટી શકે. નીંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા પેન્ડીમિથેલીન 30EC (સ્ટોમ્પ,ટાટાપેનીડા) @1.3 Ltr/એકર/200Ltr પાણી મુજબ છાંટો.
    શરૂવાતના 45 દિવસ સુધી પાકને નીંદણ મુક્ત રાખવા બે વખત આંતરખેડ અને એક થી બે વખત હાથથી નીંદામણ કરવા. દિવેલામાં 60 દિવસ પછી મુખ્ય માળ આવી જતાં તથા ડાળીઓમાં પણ માળો ફૂટતી હોવાથી ત્યાર બાદ આંતરખેડ કરવી નહીં.
    પોષણ વ્યવસ્થા
    દેશી ખાતર:દિવેલા લાંબા ગાળાનો પાક હોઈ વધુ ઉત્પાદન મેળવવા તથા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે એકર દીઠ 4 ટન છાણિયું ખાતર અથવા 400 કિલો દિવેલી નો ખોળ જમીન તૈયાર કરતી વખતે ચાસમાં આપવો. આ બંને ના મળી શકે તો જૂનના પ્રથમ અઠવાડિયે ગુવાર કે શણનો લીલો પડવાશ કરવો.
    રાસાયણિક ખાતર: સામાન્ય રીતે દિવેલાના પાક માટે આ 1 એકરમાં કુલ 48 કિલો નાઇટ્રોજન અને 25 કિલો ફૉસ્ફરસ ની ભલામણ છે, આ પૈકી 16 કિલો નાઇટ્રોજન (35 કિલો યુરિયા અથવા 80 કિલો એમોનિયમ સલ્ફેટ) અને 10 કિલો ફોસ્ફરસ (62.5 કિલો SSP) પ્રતિ એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ વાવણીના 40 થી 50 દિવસે 16 કિલો નાઇટ્રોજન (35 કિલો યુરિયા અથવા 80 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ આપવો અને આ જ જથ્થો 70 થી 80 દિવસે ફરીથી આપવો.
    જીસીએચ 7 જાત સુકારા સામે પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી જાત છે. આ જાત ના સારા વિકાસ માટે 18 કિલો નાઇટ્રોજન (40 કિલો યુરિયા અથવા 90 કિલો એમોનિયમ સલ્ફેટ) + 15 કિલો ફોસ્ફરસ (94 કિલો SSP)/એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ 18 કિલો નાઇટ્રોજન (40 કિલો યુરિયા અથવા 90 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ વાવણી બાદ 40-50, 70-80 અને 100 થી 110 દિવસે જમીન માં ભેજ હોય ત્યારે આપવાથી વધારે ઉત્પાદન મળે છે.
    ઉત્તર ગુજરાત ના બિનપિયત વિસ્તાર માં સારા વિકાસ માટે 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ) + 16 કિલો ફોસ્ફરસ (100 કિલો SSP)/એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ વાવણી ના 30 થી 35 દિવસે 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ જમીન માં પૂરતો ભેજ હોય ત્યારે આપવો
    સૌરાષ્ટ્ર ના બિનપિયત વિસ્તાર માં સારા વિકાસ માટે 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ) + 12 કિલો ફોસ્ફરસ (75 કિલો SSP)/એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ વાવણી ના 30 થી 35 દિવસે 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ જમીન માં પૂરતો ભેજ હોય ત્યારે આપવો.
  • บันเทิง

ความคิดเห็น • 43

  • @arnestchristian131
    @arnestchristian131 11 หลายเดือนก่อน +1

    Very good Bhai Acha wark

  • @ParmarDhaval-ow4hk
    @ParmarDhaval-ow4hk 22 วันที่ผ่านมา +1

    ખેડૂતમિત્રો...... વધારે બોલ્યા.... બાકી વાત સારી છે.

    • @khedutsahayak
      @khedutsahayak  22 วันที่ผ่านมา

      Thank you. આગળના વિડિયોમાં સુધારવાના પ્રયત્નો કરીશું..

  • @mr7jafrabadindia567
    @mr7jafrabadindia567 ปีที่แล้ว +2

    Khub Sara's 👍💯

  • @muliyashailesh7516
    @muliyashailesh7516 ปีที่แล้ว +1

    Vah sars mahiti api🙏🙏👌👌

  • @bhayluahir7423
    @bhayluahir7423 3 หลายเดือนก่อน +1

    Ok khedutmitro

  • @MaheshbhaiParmar-wn6fs
    @MaheshbhaiParmar-wn6fs หลายเดือนก่อน

    Good

  • @RajaSikotar-jp3pr
    @RajaSikotar-jp3pr หลายเดือนก่อน

    ❤❤❤

  • @ajaysinhjadeja5827
    @ajaysinhjadeja5827 ปีที่แล้ว

    Very useful information

  • @amarat8935
    @amarat8935 ปีที่แล้ว +1

    👌👌👌🙏🙏🙏

  • @ygsvideos622
    @ygsvideos622 2 หลายเดือนก่อน +1

    એરંડામાં પાણીની જરૂર ઓછી હોય છે

  • @narbherambhaivansdadiya9457
    @narbherambhaivansdadiya9457 11 วันที่ผ่านมา

    10 વર્ષ પહેલા મેં એરંડા નું વાવેતર કરેલું 108 ઇંચ ના ગાળે વચ્ચે બે ચાસ વચ્ચે સોટી યા તલી નાં ત્રણ ચાસ 15 ઇંચ ના ગાડે વાવેલા 7: વિઘાના ખેતરમાં 32 મણ તાલી અને 142 એરંડા થયેલા આવું વાવેતર કરવાનું કારણ ખેતી 35 હોર્સ પાવર નાં ટેકટર નો ઉપયોગ કરવામાટે બળદ નો અભાવ માટે

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xp 5 หลายเดือนก่อน +1

    Aa varshe 1150 Rs rate chhe
    Production per vigha ma 22 man

  • @rajubhaimasani5884
    @rajubhaimasani5884 ปีที่แล้ว +2

    કેટલા વિઘાના ક્યૂં બિયારણ છે

  • @baldevbhaichaudhary7977
    @baldevbhaichaudhary7977 ปีที่แล้ว

    ૮.મહિના.ની. ખેતી.છે

  • @RameshThakor-hx6xp
    @RameshThakor-hx6xp หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉

  • @sukhadevbhaiPrajapati-hu7jn
    @sukhadevbhaiPrajapati-hu7jn 24 วันที่ผ่านมา

    આ કયુ બીયારણ છે?

  • @dhanjibhairathwa6259
    @dhanjibhairathwa6259 ปีที่แล้ว +1

    Divela ne kyare vavni karvi…….

  • @baksharam1080
    @baksharam1080 ปีที่แล้ว

    हिन्दी में अनुवाद करने में सफल

  • @rameshdangar190
    @rameshdangar190 ปีที่แล้ว +2

    Bhura bij kayu che

  • @srdangar7834
    @srdangar7834 หลายเดือนก่อน

    Biyarn. Kyu. Ce tr to. Btavo

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xp 5 หลายเดือนก่อน

    01 vigha ma ketla Rs male

  • @manishapatel-pu4il
    @manishapatel-pu4il ปีที่แล้ว

    Ek dava chhati chhe to aa dava nu nam janavo

  • @virangnavinpatel9971
    @virangnavinpatel9971 ปีที่แล้ว

    Rogar

  • @sreenivasulusreenu7746
    @sreenivasulusreenu7746 ปีที่แล้ว

    Plz tell information Telugu.

  • @harakishannandvana9124
    @harakishannandvana9124 ปีที่แล้ว

    Avni kyu 11 k

  • @rathodjasmin-zv2bk
    @rathodjasmin-zv2bk ปีที่แล้ว

    Ketla nambar na se

  • @rathodjasmin-zv2bk
    @rathodjasmin-zv2bk ปีที่แล้ว

    Biyaran kyu se sar

  • @vivekprajapati8172
    @vivekprajapati8172 ปีที่แล้ว

    Tamaro contact no apo sir

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 ปีที่แล้ว

    Verayti kai chhe pleze