Swaminarayan bhaktchintamani mahabalvant maya tamari fagva

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • મહાબળવંત માયા તમારી, જેણે આવરિયાં નરનારી;
    એવું વરદાન દીજિયે આપે, એહ માયા અમને ન વ્યાપે...
    વળી તમારે વિષે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન;
    જે જે લીલા કરો તમે લાલ, તેને સમજું અલૌકિક ખ્યાલ...
    સતસંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ન આવે;
    દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલિયે હરિ...
    કામ ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતિ;
    તમને ભજતાં આડું જે પડે, માગીએ એ અમને ન નડે...
    એટલું માગીએ છૈયે અમે, દેજ્યો દયા કરી હરિ તમે;
    વળી ન માગીએ અમે જેહ, તમે સુણી લેજ્યો હરિ તેહ...
    કેદી દેશો મા દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન;
    કેદી કુસંગનો સંગ મા દેજ્યો, અધર્મ થકી ઉગારી લેજ્યો...
    કેદી દેશો મા સંસારી સુખ, દેશો મા પ્રભુ વાસ વિમુખ;
    દેશો મા પ્રભુ જક્ત મોટાઈ, મદ મત્સર ઈરષા કાંઈ...
    દેશો મા દેહ સુખ સંયોગ, દેશો મા હરિજનનો વિયોગ;
    દેશો મા હરિજનનો અભાવ, દેશો મા અહંકારી સ્વભાવ...
    દેશો મા સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય;
    એ આદિ નથી માંગતા અમે, દેશો મા દયા કરીને તમે...
    પછી બોલીયા શ્યામસુંદર, જાઓ આપ્યો તમને એ વર;
    મારી માયામાં નહિ મૂંઝાઓ, દેહાદિકમાં નહિ બંધાઓ...
    મારી ક્રિયામાં નહિ આવે દોષ, મને સમજશો સદા અદોષ;
    એમ કહ્યું થઈ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત...
    દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા;
    એમ રમ્યા રંગભર હોળી, હરિ સાથે હરિજન ટોળી...

ความคิดเห็น • 14

  • @KamleshCanada
    @KamleshCanada 11 ปีที่แล้ว

    Great...listening everyday
    Kamlesh pandya
    Jayswaminarayan
    Toronto

  • @DhavalSakaria
    @DhavalSakaria  11 ปีที่แล้ว +1

    jay swaminarayan bhagat :)

  • @dhruvikpatel8713
    @dhruvikpatel8713 7 ปีที่แล้ว

    Jay swaminarayan

  • @prekshapatel7735
    @prekshapatel7735 8 ปีที่แล้ว

    Jay shree swaminarayan dhavel bhai

    • @DhavalSakaria
      @DhavalSakaria  8 ปีที่แล้ว

      +Preksha Patel Jay Swaminarayan

  • @cvpatel1974
    @cvpatel1974 8 ปีที่แล้ว

    Jay Swaminarayan thanks for putting this video 📹 up

    • @DhavalSakaria
      @DhavalSakaria  8 ปีที่แล้ว

      +CHANDRAKANT PATEL Jay Swaminararayan

  • @ashokjariwala6673
    @ashokjariwala6673 8 ปีที่แล้ว +1

    Dhaval Bhai Jai shri Swaminarayan Aa Prakran ketlamu chhe pls lakhjo Ashok Waghawala

  • @dhawaljogi2808
    @dhawaljogi2808 10 ปีที่แล้ว

    Thanks JSN :)

  • @mananvgajjar
    @mananvgajjar 11 ปีที่แล้ว

    thanx