#પવિત્ર
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- ' પવિત્ર મારિયા ના ઉદગ્રહણ ના તહેવાર નિમિત્તે ઓગસ્ટ મહિનામાં ૬/૭ તારીખથી નવ દિવસની ભક્તિ દર વર્ષે હું અલગ અલગ હેતુઓ માટે કરું છું
૧૯૯૮ માં મેં પવિત્ર મારિયાની નવ દિવસની ભક્તિ બેકાર યુવક યુવતીઓ માટે કરી હતી ત્યારે મારો અનુભવ થયો તે વિષે હું આપ સહુને જણાવા માંગુ છું.
ભક્તિ ના છેલ્લા દિવસે જયારે હુ. આ ભક્તિ કરી રહી હતી અને હું બોલતા બોલતા એક જગ્યાએ અટકી ગઇ , હું આગળ ના વધી શકી હું વિચારતી જ રહી ગઈ, હું ખૂબ દુઃખી થઈ ગઈ. અરે આ શું ?
હું આજસુધી ભક્તિ માં જે પ્રમાણે પ્રાર્થના બોલું છુ, કે કહું છું તેવું તો આજસુધી મેં કયારે પણ કરયુ જ નથી ! એટલે એનો અર્થ એવો થયો કે હું મારી મા પવિત્ર મારિયા ને છેત્રુ છું. હું ખાલી બસ વિચાર્યા વગર બોલ્યા જ કરું છું આતો સારુ ના કહેવાય મારા મમ્મીએ તો અમને શીખવાડેલુ કે પ્રાર્થના તો હંમેશા ભકિતપૂર્વક જ કરવી જોઈએ ગોખેલુ બોલીએ એવી રીતે લપ લપ બોલીને પ્રાર્થના ના બોલાય મમ્મીએ કહેલી વાત પણ મને યાદ આવી ગઇ અને મને ખુબ પસ્તાવો થયો, હુ રાત્રે મોડા સુધી જાગતી રહી, વિચારતી રહી , રડતી રહી મા પાસે માફી માંગી અને એજ પસ્તાવો અને દુખ સાથે હું ઊંઘી ગઈ.
અને એ જે થોડી ઊંઘ આવી તે સમયમાં જાણે માએ મારી સાથે વાત કરી, મને આશ્વાસન આપ્યું.
માએ મને કહયું, " દિકરી ચિંતા ના કરીશ અને દુખી પણ ના થઈશ, તમે ભવિષ્યમાં જયારે ઘર બનાવો ત્યારે ઘરનું નામ 'AVE MARIA ' પાડજો, જેથી આવતા જતા લોકો ઘર તરફ જોશે, નામ વાંચશે અને એ રીતે મારુ નામ રોજ લેવાશે ' AVE MARIA ' નો અર્થ તો તને ખબર છે ' AVE MARIA ' નો અર્થ થાય છે " ' " પ્રણામ મારીઆ' એટલે આ રીતે બીજાઓથી મારુ નામ રોજ લેવાશે એટલે દુઃખી ના થઈશ ( આમ પણ અમારી ઈચ્છા બીજી જગ્યાએ ઘર બનાવવાની હતી એટલે અમે પ્લોટ માટે કે તૈયાર સારુ ઘર મળી જાય એ માટે અમે પ્રયત્ન કરતા હતા, )
અને સવારે મને આગલા દિવસનું કંઈપણ યાદ ના રહ્યું કે, હું સૂતી વખતે રડી હતી, હું ખુબ દુઃખી હતી મેં પસ્તાવો કર્યો માફી માંગી આ બધું હું ભૂલી જ ગઈ બસ હું ખુબ ખુશ હતી પણ રાત નો 'મા'સાથેના અનુભવ ની વાત મેં ઘરમાં ત્યારે જ કરી જયારે ઘરનું નામ આપવાનું નક્કી થયું ત્યાંસુધી હું ચૂપ જ રહી કોઈને પણ ના કહયું.
અમે ઘણા સમયથી પ્રયત્ન કરતા હતા શનિ રવિ અમે તપાસ માટે નીકળતા હતા એજ સમયે એક સરસ મોટો પ્લોટ અમને ઓછા ભાવમા મળી ગયો અમે એડવાન્સમા ૨૫૦૦૦/- આપી પણ દીધા અને અમે આપીને પાછા વળતા રસ્તામા એક મિત્ર મળ્યા એમણે પૂછયુ શુ થયુ કોઇ મેળ પડયો કે નઇ ? અને અમે કહયુ હા અને અમે તેમને વાત કરી તો તેમણે કહયુ અરે તમે આ શું કરયુ કોઇને પૂછવુ તો હતુ આ જગ્યાએ ના રહેવાય અને એમણે બધી વાત કરી પછી એજ ભાઇની સાથે એડવાન્સ આપેલા પરત લેવા માટે ગયા તો કોઇપણ આનાકાની કરયા વગર અમને એ ભાઇએ અમને ૨૫૦૦૦/- પાછા આપી દીધા.
આમ અમે કેટલાક સમયથી ઘર/પ્લોટ માટે પ્રયત્ન કરતા હતા તે જાણે આંખો ના પલકારા માં થઇ ગયુ
મને ઓગસ્ટ મહિનામાં ૧૫ તારીખે ઘરનું નામ મળ્યુ, ઓક્ટોબર મહિનામાં પ્લોટ મળ્યો, એન્જિનિયર પણ જાણે સામેથી આવ્યો, અને ડિસેમ્બર મા નાતાલના 10 દિવસ પહેલા ઘર તૈયાર થઇ ગયું, અને અમે ' AVE MARIA ' ઘરમાં નાતાલની ઊજવણી કરી.
હવે હું ક્યાં અટકી ગઈ, હું કેમ દુઃખી થઇ, કેમ મેં પસ્તાવો કર્યો, શા માટે માફી માંગી એની માહિતી તમને આપું.
પ્રાર્થનામાં એક વાક્ય આવે છે કે " બીજાઓથી પણ તારું નામ લેવાય એવો પ્રયત્ન હું કરીશ "
હવે હું કેટલાક સમયથી દર વર્ષે આજ પ્રાર્થના બોલું છું પણ ક્યારેય આ વાકય તરફ મારુ ધ્યાન ગયુ જ નથી. આ વખતે જ એકાએક હું એ વાક્ય બોલતા અટકી જ ગઈ. અને મને થયું કે હું આ શું બોલું છું, આવું હું દર વર્ષે બોલું છું અને ક્યારે પણ મેં 'મા' નું નામ બીજાઓથી લેવાય એવું તો કશું જ કર્યું નથી. એનો અર્થ એવો થયો કે હું દર વખતે જૂઠું બોલું છું 'મા' ને છેતરુ છું, ભક્તિ કરવા ખાતર જ કેસેટ ની માફક બોલ્યા કરું છું.
આતો છેતરપિંડીનું એક પાપ જ કહેવાય જે હુ કરું છું, પ્રભુ પણ જૂઠું ધિક્કારે છે , એટલે મેં ખરેખર બહુ દુઃખી હૃદયે, પુરા પસ્તાવાથી આંસુ સાથે પ્રભુની 'મા' અને આપણી 'મા' પાસે માફી માંગી.
. અને આપણી દયાળુ માં પવિત્ર મારીઆ એ મને કેટલો મોટો બદલો આપ્યો અમે આટલુ સરસ આટલા જલ્દી
ના બનાવી શકયા હોત !
વ્હાલી ' મા' એ રોડ પર ત્રિભેટે વિચાર્યું નહોતું એવું ઘર આપ્યું છે જેનું નામ છે 'Ave Maria '
અને અમે 'Ave Maria ' ઘરમાં રહેવાનું શરુ કર્યું ત્યારે
તમને બીજી વાત કહુ ના માની શકાય એવી કે શરુઆતમા અમે જોતા કે આવતા જતા લોકો ઘર સામે જોઇને જાણે 'મા' ને પ્રણામ કરીને આગળ જતા. તમને નવાઈ લાગશે પણ આ સત્ય છે કે શરૂઆતમાં ઘર પાસેથી પસાર થતા લોકો ઘર સામે જોતા અને નામ વાંચી માથું નમાવી ને જતા ત્યારે મને બહુ ખુશી મળતી કેમકે એનું રહશ્ય ફકત મને જ ખબર હતી ઘરમાં પણ ત્યાં સુધી વાત નહોતી કરી કે ઘરનું નામ મેં નહિ પણ પ્લોટ રાખ્યો એ પેહલા આ ઘરનુ નામ તો ' મા' એ મને નામ આપ્યું હતું અને એમાં કોઈ શંકા જ નથી કે ' Ave Maria ' ઘર એ આપણી 'મા' તરફથી મળેલી ભેટ અને ' મા'ના પ્રેમની નિશાની જ છે
આપના માટે હું પ્રાર્થના કરી શકું તે માટે અહીં કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવશો.
For prayer request write in the Comment Box
#for more prayers #
Avemaria781415